________________ માર (7) વિહિનામ - મ fધામ (ઈ.) (મોક્ષાર્થે જિનધર્મની પ્રાપ્તિ, આરોગ્ય માટે જિનશાસનનો લાભ) શરીરની સ્વસ્થતા માટે લોકો જાત જાતના અખતરા કરતાં હોય છે. કોઇ યોગ કરે છે. કોઇ જિમમાં કસરતો કરે છે. કોઈ ડાયટ કરે છે. કોઇ જાતજાતની દવાઓ કે જ્યુસ ખાતા-પીતા હોય છે. પરંતુ આવું બધું કરનારાઓને ખબર નથી કે જ્યાં સુધી આ શરીર જોડાયેલું છે ત્યાં સુધી કોઇને પણ કાયમનિરોગીસ્વાથ્યની પ્રાપ્તિ થતી નથી. અને આ જ સનાતન સત્ય છે જે સ્વીકારવું જ રહ્યું. જો શાશ્વત આરોગ્ય જોઇતું હોય તો મોક્ષ વિના બીજો કોઇ જ ઉપાય નથી, અને તેની પ્રાપ્તિ માટે જિનપ્રણીત ધર્મની આરાધના ફરજીયાત છે. લોગસ્સ સૂત્રમાં પણ ગણધર ભગવંત કહે છે કે હે પ્રભુ! શાશ્વત આરોગ્ય પ્રદાન કરનાર મોક્ષની પ્રાપ્તિ માટે મને ભવોભવ આપના શાસનની પ્રાપ્તિ થજો. आरु (रो) ग्गबोहिलाभाइपत्थणाचित्ततुल्ल - आरोग्यबोधिलाभादिचित्ततुल्य (त्रि.) (આરોગ્યબોધિલાભરૂપ જે પ્રાર્થના તેમાં તત્પર ચિત્તની તુલ્ય) મારુ (7) waહ - મારોથાથ# (3) (આરોગ્યની પ્રાપ્તિ કરાવનાર, સ્વસ્થતા પ્રદાન કરનાર) જેવી રીતે કોઇપણ કાર્ય કરવા માટે તનની સ્વસ્થતા જરૂરી છે. તેવી જ રીતે પ્રવૃત્તિમાં એકાગ્રતા કેળવવા માટે મનની સ્વસ્થતા પણ જરૂરી છે. જે કાર્યમાં મને નથી ભળતું તે કાર્ય તેની સંપૂર્ણતાને પ્રાપ્ત નથી કરતું. ગુજરાતીમાં કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય તેમ જો મન સ્વસ્થ હશે તો દરેક કાર્યમાં ચિત્ત પરોવાશે. અને ચિત્તની એકાગ્રતાપૂર્વકનું કાર્ય સાધ્ય-સાધકની વ્યાખ્યાને ચરિતાર્થ કરે છે. માર - મારુષ (ગવ્ય) (રોષ કરીને, ગુસ્સો કરીને, ક્રોધ કરીને) શાસ્ત્રોમાં ક્રોધ કરનાર જીવને કેટલું નુકસાન થાય છે તેનું વર્ણન કરવામાં આવેલ છે. પ્રથમ તો ક્રોધ કરનાર વ્યક્તિ ચિત્તની અસ્વસ્થતાને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી ક્રોધના કારણે તેના શરીરમાં લોહીભ્રમણ અતિમાત્રામાં વધી જાય છે. શ્વાસ તીવ્ર બની જાય છે. વગેરે વગેરે તનની અસ્વસ્થતા થવા લાગે છે. બીજા પર ક્રોધ કરીને તે પોતાની દુર્ગણતાને ઉજાગર કરે છે. તેમજ ક્રોધ કરીને સામે વાળા તરફથી પ્રાપ્ત થતું સન્માન અને આદર ભાવને ગુમાવે છે. આટલું જ નહીં ક્રોધ કરવા દ્વારા જીવને અશુભ કર્મનો બંધ થાય છે અને તેના કારણે પરભવમાં પણ દુખોની પરંપરા ચાલ્યા કરે છે. જો ક્રોધ દ્વારા આટલા બધાં નુકસાનો હોય તો પછી આ વાત જાણીને કયો બુદ્ધિશાળી વ્યક્તિ ક્રોધનો આશ્રય કરે? ઝાદ - મારુ (.) (આરોહણ કરવું, ચઢવું) સંત કબીરે પોતાના દોહામાં કહેવું છે કે સાધુ કહાવન કઠીન હૈલંબા પેડ ખજૂર ચઢે તો રસ ભરપૂર હૈ ગિરે તો ચકનાચૂર અર્થાત સાધુ ધર્મ પાળવો અત્યંત કઠીન છે. જેવા તેવા કાચા-પોચાનું તો જરાય કામ નથી. સાધુ જીવન તો તલવારની ધાર પર ચાલવા બરોબર છે. જેમખજૂરનું વૃક્ષ ખૂબ ઊંચું હોય છે. જે તેના અંત સુધી પહોંચી જાય તેને ખજૂરનો રસ ચાખવા મળે છે. પરંતુ અડધા રસ્તે જરાક જેટલો હાથ લપસ્યો કે હાડકાં ખોખરા થયા સમજો. જે આત્મા સાધુજીવનમાં ટકી જાય છે. તે આત્માના પરમાનંદરૂપી રસનો આસ્વાદ માણે છે. અને જે કાયર બનીને શિથિલાચારને સેવે છે તે દુર્ગતિના માઠા પરિણામોને ભોગવે છે. आरुहमाण - आरोहयत् (त्रि.) (આરોહણ કરતો, ચઢતો) સુખ પછી દુખ અને દુખ પછી સુખ એ સાયકલની ચેન જેવા છે. બન્ને એકબીજાની પાછળ સંલગ્ન છે. જેમ પાલિતણા પહાડ ચઢવામાં ઘણું જ કષ્ટ પડે છે, પરંતુ જયારે તે ગિરિરાજ સંપૂર્ણ ચઢીને દાદાના મુખદર્શનનું જે સુખ પ્રાપ્ત થાય છે. તેનાથી બધી જ તકલીફ ભૂલી જવાય છે. તેવી જ રીતે ડાયાબિટીસના દર્દીને ખાંડવાળી વસ્તુ ખાવામાં સુખ તો મળે છે. પરંતુ ત્યારબાદ 354