________________ મા - મારા (સ્ત્ર.) (1, બૈલગાડીના પૈડાની વચ્ચે ગોઠવેલ લાકડા 2. શસ્ત્રવિશેષ 3. બળદને મારવાની લોઢાની અણીવાળી લાકડી) બળદનો માલિક બળદને કાબૂમાં રાખવા માટે લોખંડની અણીવાળી એક લાકડી રાખે છે. અને જયારે રસ્તામાં બળદ કોઈ ભૂલ કરે અથવા આડો અવળો થાય એટલે તરત જ તેની પૂંઠમાં તે અણીવાળું હથીયાર મારે છે. જેથી સીધો દોર થઇ જાય છે અને વ્યવસ્થિત ચાલવા લાગે છે. કર્મરાજા પાસે પણ આવા અણીવાળું હથીયાર હોય છે. અને જીવ જ્યારે ઉન્માદ થઇને વિપરીત ચાલવા લાગે છે ત્યારે કર્મરાજા તેને સીધો કરવા માટે ધારદાર અણીવાળા હથિયારનો ઉપયોગ કરે છે. જીવની સંપત્તિ ખાલી કરી નાંખવી. શરીરમાં રોગ ઉત્પન્ન કરવા. ધંધામાં નુકસાન આવવું વગેરે એક પ્રકારના અણીવાળા હથીયાર જ છે. પરંતુ ધિઠ પ્રકૃતિવાળા જીવો કર્મરાજાના સંકેતોને સમજતો જ નથી અને વારંવાર ખોટા માર્ગે ગમન કર્યા વિના રહેતો નથી. જ્યારે વિવેકી પુરુષ તે સંકેતોને સમજીને ધર્મમાર્ગનો આદર કરે છે. અને ગંતવ્ય સ્થાનને પ્રાપ્ત કરે છે. સારામ - સારામ (ઈ.) (1. બગીચો, ઉદ્યાન 2. સ્ત્રી-પુરુષને ક્રીડા કરવાનું સ્થાન) ઉદ્યાન, કહો, બગીચો કહો કે બાગ કહો બધા જ પર્યાયવાચી છે. ઉદ્યાનસ્થાન જૈનશાસન જોડે ક્યાંક ને ક્યાંક જોડાયેલો છે. જેમ કે પરમાત્માએ દીક્ષા લીધી તો ભદ્રસાલ વગેરે ઉદ્યાનમાં, પરમાત્માને કેવલજ્ઞાનાદિ પ્રગટ થયા તો જે-તે ઉદ્યાનમાં. કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ જિનેશ્વર પરમાત્મા નગરની બહાર આવેલા ઉદ્યાનાદિમાં વસતાં હતાં અને તેઓની દેશના સાંભળવા માટે મગરમાંથી લોકો ઉદ્યાનમાં આવતાં હતાં. જેમ કે પરમાત્મા મહાવીર દેવ મગધરાજયની બહાર ગુણશીલ ઉદ્યાનમાં સ્થિરતા કરતાં હતાં. અને ત્યાં જ દેશના આપતા હતાં. આજે એ જ ગુણશીલ ચૈત્ય ગુણિયાજી તીર્થના નામે જગપ્રસિદ્ધ છે. ઝારામ - મરામત (ઉ.). (બગીચામાં આવેલ, ઉદ્યાનમાં આવેલ) મારામાર - મારામાર () (ઉદ્યાનગૃહ, બગીચામાં આવેલ મકાન) જેવી રીતે આજના શ્રીમંત લોકો શહેરની બહાર ફાર્મહાઉસ ખરીદીને તેમાં રહેવા માટે મકાન બનાવે છે. જેથી સમયે સમયે કોઇ કાર્ય પ્રસંગે કે આરામાદિ કરવા માટે તેનો ઉપયોગ થઇ શકે તેવી જ રીતે પૂર્વના કાળમાં રાજા, શ્રેષ્ઠી, મંત્રી વગેરે ધનાઢ્ય લોકો પોતાના ઉદ્યાન બનાવતા હતાં અને તે ઉદ્યાનમાં આનંદ-પ્રમોદ માટે કેળનું ગૃહ, લતાગૃહ વગેરે રહેવા લાયક સ્થાનવિશેષ પણ બનાવતાં હતાં. આગમ ગ્રંથોમાં તેના ઠેર ઠેર ઉલ્લેખ મળે છે. HIRITમય -- મારાજ (.). (ઉદ્યાનપાલ, બગીચાને સંભાળનાર, માળી, ઉદ્યાનનો માલિક) ઉદ્યાનની સુંદરતાના આધારે તેની રખેવાળી કરનાર માળીની આવડત અંકાય છે. તેવી જ રીતે સંતાનો કે શિષ્યની જીવનચર્યાના આધારે તેનું ઘડતર કરનારા માતા-પિતા અને ગુરુ આદિની કેળવણીની મહત્તા ખ્યાલ આવે છે. અણઘડ બગીચો માળીની અણઆવડતની ચાડી ખાય છે. તેવી જ રીતે સંતાનાદિની કુસંસ્કારીતા તેના ઘડવૈયા માતા-પિતાદિની સંતાનો પ્રત્યેની કરેલી ઉપેક્ષાની બાંગ પોકારે છે. મા@િr (4) - મારા (ઈ.) (આરાધક, જ્ઞાનાદિની આરાધના કરનાર) યાકિનીમહત્તરાસુનુ હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજે પંચાશક ગ્રંથમાં કહ્યું છે કે “જે જીવ શાસ્ત્રોક્ત વિધિએ જ્ઞાનાદિની આરાધના કરે છે તે વધુમાં વધુ સાતથી આઠ ભવમાં મોક્ષપદને પ્રાપ્ત કરે છે.' આગળ વધુ ઉંડાણમાં જણાવતા કહે છે કે આ સાત-આઠ ભવ પણ જઘન્ય આરાધનાને આશ્રયીને કહેલ છે. જો ઉત્કૃષ્ટ આરાધના કરે તો તે જ ભવમાં મુક્તિસુખને પ્રાપ્ત કરે છે. મરહૂળ - મારાથન () (1. આરાધન, સેવન 2. અનશન) 351 -