________________ શાસ્ત્રમાં અનશન દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારના કહલા છે. અશનાદિ ચાર પ્રકારનો ત્યાગ કરવો તે દ્રવ્ય અનશન છે. જ્યારે આર્તધ્યાનાદિ અશુભ ભાવોનો ત્યાગ કરીને સંયમના ભાવોમાં વસવું તે ભાવ અનશન છે. અને દ્રવ્ય ત્યાગ કરવા પૂર્વકની આરાધના કદાચ ન થાય તો એકવાર હજી ચાલી જાય. પરંતુ જે અશુભ ભાવોનો ત્યાગ નથી કરતો તેની આરાધના માત્ર શારીરિક કસરત જેવી જ સાબિત થાય છે. आराहणपडागा - आराधनपताका (स्त्री.) (આરાધનારૂપી પતાકા, આરાધનારૂપી ધજા) Rહાય - ઝારાથન (ઈ.) (અનશન કરનાર, આરાધના કરનાર) મહિયા - માયતા (a.). (1, સંથારો 2. શ્રતની સમ્યગ પ્રકારે આરાધના) જે પ્રવૃત્તિ દ્વારા ચારિત્રધર્મની ઉત્પત્તિ થાય તે દરેક પ્રવૃત્તિ આરાધના છે. જેમ કે શાસ્ત્રોનું અધ્યયન કરવાથી ચારિત્રધર્મનું જ્ઞાન અને તેના પ્રત્યે રૂચિ જાગે તો તે આરાધના છે. ગુરુદેવના વ્યાખ્યના શ્રવણ દ્વારા ચારિત્રધર્મનું પાલન કરનારા સાધુ-સાધ્વી પ્રત્યે અહોભાવ ઉત્પન્ન થાય તો તે ધર્મશ્રવણ પણ આરાધના છે. અરે કોઇ સામાયિક કરનારા જીવને તેની આરાધનામાં સહાય કરવી તે પણ એક પ્રકારની આરાધના જ છે. IRRI - મારાથના (wit). (1. મોક્ષસુખના સાધક ઉપાય 2. જ્ઞાનાદિ સ્થાનોનું સેવન) ઠાણાંગ સૂત્રમાં આરાધનાની ખૂબ સુંદર વ્યાખ્યા કરવામાં આવી છે. જ્ઞાનારિ વસ્તુનનુકૂનવર્તિત્વ અર્થાત્ મોક્ષમાર્ગના સાધક મોક્ષપ્રાપ્તિના ઉપાયરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્રના જેટલા પણ સ્થાનો હોય તે સ્થાનોમાં અનુકૂળ થઇને વર્તવું તે આરાધના છે. ઉત્સર્ગ અને અપવાદના જ્ઞાનપૂર્વક યથાશક્તિ ધર્મનું પાલન તે જ સાચી આરાધના છે. आराहणाभिमुह - आराधनाभिमुख (त्रि.) (ધર્મપાલનમાં તત્પર, આરાધનાની સન્મુખ થયેલ). દ્વિતીય કર્મગ્રંથમાં ચૌદગુણસ્થાનકનું સ્વરૂપ વર્ણવવામાં આવેલ છે. તેમાં ત્રીજા, ચોથા અને પાંચમાં ગુણસ્થાનકવર્તી જીવનું વર્તન કંઈક આ પ્રમાણે કહેલું છે. ત્રીજા ગુણસ્થાનકે રહેલા જીવ નારીયેળબહુલ ક્ષેત્રમાં વસવાટ કરનાર સમાન છે. ત્યાંના જીવને નારીયેળ પ્રત્યે રાગ કે દ્વેષ હોતો નથી. તેમ આ ગુણસ્થાનકે રહેલ જીવને જિનધર્મ પ્રત્યે જેમ રાગ નથી હોતો તેમ દ્વેષ પણ નથી હોતો. ચતુર્થ ગુણસ્થાનકવર્તી જીવ અવિરત સમ્યગ્દષ્ટિ હોય છે. તેને ધર્મ ગમે તો છે પરંતુ તે તેનું પાલન કરવામાં અસમર્થ હોય છે. જયારે પંચમ ગુણસ્થાનક પર રહેલ જીવ મોક્ષમાર્ગના હેતુભૂત ધર્મ પ્રત્યે રાગ હોય છે અને તેનું પાલન કરવા માટે સદૈવ તત્પર હોય છે. અર્થાતુ પ્રત્યેક અનુષ્ઠાનો ઉત્સાહપૂર્વક આરાધતા હોય છે. માહિft - મારાથન (જી.) (દ્રવ્ય-ભાવ ભાષાનો એક ભેદ) જિનધર્મના પ્રત્યેક અનુષ્ઠાનો, આચારો અત્યંત કઠોર અને પરિશ્રમ સાધ્ય કહેલા છે. જિનેશ્વર પરમાત્માએ કહ્યું છે કે ઉગ્ર તપસ્યા દ્વારા શરીરને જેટલું તપાવસો તેટલા તમારા કર્મોનો હ્રાસ થશે. આવી કઠોર સાધના કરવાનું વિધાન કરનારા તે જ પરમાત્મા કહે છે કે તમારી ભાષાને અત્યંત મૃદુ અને કોમળ રાખો. તેના દ્વારા કોઈ જીવને કિલામણા ન પહોંચે તેનું ધ્યાન રાખો. તમારી ભાષા મોક્ષમાર્ગની સાધક બનવી જોઇએ, નકે મોક્ષપ્રાપ્તિમાં બાધક જેમ અનુષ્ઠાનો દ્વારા ધર્મની આરાધના થઇ શકે છે. તેમ તમારી ભાષા દ્વારા પણ તમે ધર્મને આરાધી જ શકો છે. आराहणोवउत्त - आराधनोपयुक्त (त्रि.) (ધર્મારાધનામાં ઉપયોગવંત) ૩પ૨