________________ મામા - મામત (ર.). (નાટ્યવિધિનો એક પ્રકાર) મામા - મામા (2) (આરામ, વિશ્રામ). આમ તો સંસારના પ્રત્યેક જીવની જાત જાતની ઇચ્છા હોય છે. દરેકની ઇચ્છાઓમાં તારતમ્યતા જોવા મળે છે. પરંતુ એક ઇચ્છા એવી છે કે જે દરેકમાં એક સમાન મળે છે. વર્ષો, મહિનાઓ, દિવસો અને રાતોની રઝળપાટ કરવા છતાં તેને મનની શાંતિ કે વિશ્રામ પ્રાપ્ત થાય એવી અદમ્ય ઇચ્છા હોય છે. પરંતુ સંસાર જ એનું નામ છે કે જ્યાં નિરંતર અને કાયમી આરામ પ્રાપ્ત થતો નથી. થોડાક સમયની શાંતિ મળ્યા પછી તરત જ કોઇને કોઇ આધિ, વ્યાધિ કે ઉપાધિ આવી જ પડે છે. સંસારમાં શાશ્વત વિશ્રામની અપેક્ષા તદન નિરર્થક છે. જો કાયમી વિશ્રામ અને માનસિક શાંતિ જોઈતો હોય તો મોક્ષ વિના કોઇ જ ઉપાય નથી. ગાય - મારત (fa.). (1. અટકેલ, નિવૃત્ત થયેલ 2. દૂર ગયેલ) એક સુભાષિતમાં બહુ જ સુંદર વાત કહેલી છે કે દુર્જન જીવની પાપમાં પ્રવૃત્તિ એટલી કક્ષાની હોય છે કે તેનું શરીર થાકી જાય છે. પરંતુ તેનું મન તેમાંથી જરાય થાકતું નથી. તેનું મન પાપના વિચારોથી વિરામ પામતું નથી, જ્યારે સજ્જન જીવમાં તેનાથી વિપરીત અવસ્થા હોય છે. દુષ્ટ પ્રવૃત્તિમાં શરીર સક્ષમ હોવા છતાં પણ તેમનું મન તેમાંથી પહેલાથી જ નિવૃત્ત થઇ ગયું હોય છે. અને જ્યાં મન નિવૃત્ત થઈ ગયું હોય ત્યાં કાયાની પ્રવૃત્તિ સંભવતી જ નથી. आरयमेहुण - आरतमैथुन (त्रि.) (કામની અભિલાષાથી નિવૃત્ત, મૈથુનની ઇચ્છારહિત) મરન - મારવ (ઈ.) (1. મ્લેચ્છ દેશ 2, મ્લેચ્છ જાતિ) દેશના બે ભેદ પાડવામાં આવેલા છે આર્ય અને અનાર્ય. જ્યાં ધર્મ, સંસ્કાર અને મર્યાદાદિનું પાલન થતું હોય તે આર્યદિશ કહેવાય છે. અને જયાં જીવદયાના ભાવ, ધર્મ, સંસ્કારાદિ કોઇ જ નીતિ-નિયમોનું પાલન ન હોય તેવા દેશને અનાર્યદેશ અથવા મ્લેચ્છ દેશ કહેવાય છે. અને શ્રાવક માટે અનાર્ય દેશમાં રહેવાનો સર્વથા નિષેધ કરવામાં આવેલો છે. પછી ભલે ત્યાં લાખો-કરોડોમાં કમાણી જ કેમ ન હોય. તેની પાછળનું કારણ છે કે ત્યાં રહીને કરોડો રૂપિયા તો કમાઇ લેશો. પરંતુ કરોડો રૂપિયા ચૂકવવા છતાં જે પ્રાપ્ત નથી થતાં તે સંસ્કારોનો કચ્ચરઘાણ વળી જાય છે. RવI - (.). (આરબ દેશમાં ઉત્પન્ન થયેલ, મ્લેચ્છ) સંત - માનસત્ (2.) (1. રડતો, વિલાપ કરતો 2. બૂમ પાડતો. ચિલ્લાવતો) વિલાપ કરવો, રડવું તે દરેક જીવનો જન્મસિદ્ધ અધિકાર છે. કોઇ ધન માટે રડે છે તો કોઇ ધાન્ય માટે રડે છે. કોઇ કુરૂપતાને રડે છે તો કોઇ પ્રિયવ્યક્તિના વિરહ રડે છે. દરેક જણ કોઇને કોઇ વસ્તુ કે વ્યક્તિ માટે સતત રડતો જ હોય છે. પરંતુ તેમનો વિલાપ કોઈ સફળ પરિણામ લાવ્યું નથી. તેમનો વિલાપ માત્રને માત્ર કર્મબંધ કરાવનાર સાબિત થયેલો છે. જો રડવું જ હોય તો ચંદનબાળાની જેમ રડવું જોઇએ. જેના વિલાપે પરમાત્મા મહાવીરને પણ પાછા ખેંચી લાવ્યા. રડવું હોય તો આદ્ય ગણધર ગૌતમસ્વામીની જેમ રડવું જોઇએ. જેમના વિલાપે તેમને મોક્ષલક્ષ્મી મેળવી આપી. વિલાપ કરવો હોય તો સાર્થક વિલાપ કરવો. નિરર્થક વિલાપ કરવાનું તો વણિક ક્યારેય શીખ્યા જ નથી. ખરું કે નહીં? માસિવ - આસિત (ન.) (1. વિલાપ કરેલ, રડેલ, ચિલ્લાવેલ, બૂમ પાડેલ) 350