________________ કરાય - મારત (જિ.) (ઇંદ્રિયની સમીપ આવેલ, ઇંદ્રિયોનો વિષય બનેલ) જ્ઞાન બે પ્રકારના હોય છે એક ઇંદ્રિય પ્રત્યક્ષ અને બીજું આત્મપ્રત્યક્ષ. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન તે આત્મપ્રત્યક્ષ જ્ઞાનમાં આવે છે. કારણ કે આ જ્ઞાનમાં આંખ, નાક, કાન વગેરે કોઈ માધ્યમની જરૂર નથી પડતી. જે વસ્તુનું ચિંતન કરો તેનો બોધ તુરત આત્મામાં થઇ જાય છે. આથી તે આત્મપ્રત્યક્ષ જ્ઞાન છે. તે સિવાયના મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન તે ઇંદ્રિયપ્રત્યક્ષ જ્ઞાન છે. આ જ્ઞાન કરવા માટે પદાર્થને ઇંદ્રિયોની સમીપમાં આવું પડે છે. પદાર્થ ઇંદ્રિયના સંપર્કમાં આવ્યા બાદ તેનું સાચું જ્ઞાન થતું હોય છે. શાસ્ત્રમાં આ સિવાયનું કોઇ ત્રીજું જ્ઞાન કહેલું નથી. મારી - મારા (ઈ.) (1, અગિયારમો દેવલોક, 2, કલ્પોપપન્ન દેવ) સારનાન - મારનાર (કું.). (1. ધોવણનું પાણી, કાંજી 2. સાબુદાણા) ચોખાનું પાણી, જવનું પાણી, દ્રાક્ષનું પાણી અથવા એવા કોઇપણ પ્રકારના ધોવણું પાણી જેમાં કોઇપણ પ્રકારનો સ્વાદ ન હોય. અને માત્ર તરસ છીપાવવા માટે સક્ષમ હોય, તેવા દરેક પ્રકારનાં કાંજીના પાણીને આયંબિલ કરનાર સાધુ પાણીની જગ્યાએ વાપરી શકે છે. એવું શાસ્ત્રીય વિધાન છે. પરંતુ જેમાં સ્વાદ રહેલો હોય તેવા પ્રત્યેક પેય પદાર્થનો સાથે સાથે નિષેધ પણ કરવામાં આવેલ છે. મારા - અર # (જ.) (વનમાં જઈને વસનાર, વાનપ્રસ્થાશ્રમ સ્વીકારનાર) હિન્દુ શાસ્ત્રમાં જીવની ચાર અવસ્થા કહેલી છે. પહેલી બ્રહ્મચર્યાશ્રમ, બીજી ગૃહસ્થાશ્રમ, ત્રીજી વાનપ્રસ્થાશ્રમ અને ચોથી સંન્યાસાશ્રમ. આ ચાર અવસ્થામાંથી ત્રીજી અવસ્થા વાનપ્રસ્થાશ્રમ છે. આ અવસ્થા ચાલીસી વટાવી ગયા પછીથી સાઈઠ વર્ષ સુધીના વ્યક્તિને હોય છે. આ આશ્રમમાં જીવ સ્વેચ્છાએ પોતાના ઘર-પરિવાર, સુખસાહ્યબીનો સર્વથા ત્યાગ કરીને જંગલનો આશ્રય કરે છે. અને પોતાના મનને જીતવાનો પ્રયાસ કરે છે. જે જીવ આ આશ્રમને સરળતાથી જીવી જાણે છે એવો વિરલ પુરુષ અંતે સંન્યાસાશ્રમનો સ્વીકાર કરે છે. મારા+સિ - મારવાાિ (ઈ.) (મેષ કે વૃષભ રાશિ) आरण्णय - आरण्यक (पुं.) (જંગલમાં વસનાર, વનવાસી) હંમેશાં જંગલમાં વસનાર અને કંદમૂળ કે ફલાહાર કરીને જીવન યાપના કરનાર તાપસ કે સંન્યાસીને વનવાસી કે આરણ્યક કહેવામાં આવે છે. તાપસ સિવાય વાનપ્રસ્થાશ્રમ સ્વીકારનાર ગૃહસ્થો પણ વનવાસી કહેવાય છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિના માતાપિતા વૈદિક પરંપરામાં માનનાર હોવાથી તેઓ વાનપ્રસ્થાશ્રમ સ્વીકારીને જંગલમાં રહેવા ચાલ્યા ગયા હતાં. અને ત્યાં કંદમૂળ અને ફલાહાર કરીને જીવન નિર્વાહ કરતાં હતાં. શાસ્ત્ર પ્રસિદ્ધ વલ્કલચિરીનો જન્મ પણ ત્યાં જંગલમાં જ થયો હતો. અને અંતિમ સમયે કેવલજ્ઞાન પણ ત્યાં જ પ્રાપ્ત કર્યું હતું. * મારાજ઼ (!). (જંગલમાં વસનાર તાપસાદિ) મરત્ત - મરજી (કું.) (અલ્પ લાલવર્ણ) 34/ -