________________ आरंभसच्चमणप्पओग- आरम्भसत्यमनःप्रयोग (पुं.) (આરંભવિષયક સત્ય મનનો પ્રયોગ) आरंभसत्त - आरम्भसक्त (त्रि.) (સાવઘાનુષ્ઠાનમાં આસક્ત, જીવવધાદિમાં પ્રવૃત્ત) आरंभसमारंभ- आरम्भसमारम्भ (पुं.) (આરંભ-સમારંભ, પાપવ્યાપારથી જીવોનો વધ કરવો તે) મારંfમ () - સામ () (પાપારંભ કરનાર, પાપકાર્યમાં પ્રવૃત્ત) માયા - મામી (સ્ત્રી) (પચ્ચીસ ક્રિયામાંની એક ક્રિયા, જેમાં જીવવધ રહેલો છે તેવી ક્રિયા) જેની અંદર પૃથ્વીકાયાદિ ષટ્યાય જીવોની હિંસા રહેલી છે તેવી ક્રિયા તે આરંભિકી ક્રિયા જાણવી. સ્થાનાંગ સૂત્રમાં આ ક્રિયા જીવ અને અજીવ એમ બે પ્રકારની કહેલી છે. જે ક્રિયા દ્વારા ચેતનાયુક્ત જીવને કિલામણો, સંઘટ્ટન કે વધ થાય તે જીવારંભિક ક્રિયા છે. તથા જેમાં આત્મા નથી તેવા જીવોના કલેવરો અથવા જીવોની આકૃતિવાળા કે ચિત્રવાળા વસ્ત્ર, પાત્રાદિને ફાડવા કે તોડવાથી જે કર્મબંધ થાય છે તે અજીવારંભિકી છે. आरंभोवरय - आरम्भोपरत (त्रि.) (પાપપ્રવૃત્તિથી અટકેલ, સાવધાનુષ્ઠાનરહિત) કરવમg - રક્ષ (કિ.) (1. રાજાના આત્મરક્ષક 2. હાથીના મસ્તકનું ચર્મ 3. સૈન્ય) જેમ રાજા વિનાનું સૈન્ય અને સૈન્ય વિનાનો રાજા બન્ને એક બીજા વિના સાવ નિરર્થક છે. તેવી જ રીતે ધર્મ વિનાની પ્રવૃત્તિ અને પ્રવૃત્તિ વિનાનો ધર્મ નિષ્ફળ છે. જે સાંસારિક પ્રવૃત્તિ ધર્મ વિનાની હોય છે તે કુમાર્ગે લઇ જનારી હોય છે. તથા ધર્મ ગમે તો છે પરંતુ તેનું આચરણ ગમતું નથી. સમજી રાખજો જે ધર્મનું આચરણ કરવામાં ન આવે તો તે પોતાનું ફળ કોઇપણ રીતે આપી શકતો નથી. માટે ધર્મ ગમે છે તો તેનું આચરણ કરો. અને જીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં ધર્મને પણ સામેલ કરો. જેથી જીવનની શોભા વધી જાય. आरक्खिय - आरक्षिक (.) (કોટવાલ, નગર રક્ષક) આજના લોકોની એક ખાસિયત થઇ ગઇ છે. ધર્મ ગમતો નથી. ધર્મનું આચરણ ગમતું નથી. ધાર્મિક જીવોના સંગથી એલર્જી છે. આવા લોકો ધર્મ અને ધર્મના નિયમો કેવા હોવા જોઇએ તેની સલાહ આપતાં હોય છે. ખોટા કામો પોતે કરે, કોઇનું ખરાબ કરવાના વિચારો પોતે કરે અને પછી ધર્મ, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા વગેરેને ગાળો ભાંડે. આ તો સદારશ્નોતવાત તો દે એવો ઘાટ ઘડાયો કહેવાય. - સાર (કું.) (આક્ષેપ, આરોપ) શ્રાવકના એકસો ચોવીસ અતિચાર અંતર્ગત એક આલાવો આવે છે કે ખોટું આળ-અભ્યાખ્યાન દીધું. જેનો અર્થ થાય છે કે જે વ્યક્તિ ખરેખર દોષી નથી. જેના વિશે તમને સાચી માહિતી નથી. અથવા તમને તે વ્યક્તિ પ્રત્યે ગેરસમજ થવાથી લોકોમાં તેની ઉપર ખોટા આક્ષેપો કરવા તે અતિચારની કક્ષામાં આવે છે. જેમ કે આ ચોર છે. દારૂ પીવે છે. અથવા આ તો શીલ કે સ્વભાવનો સારો નથી. વગેરે વગેરે અસત્ય આક્ષેપો કરીને તેને ખોટો ચિતરવો તે અતિચાર છે. અને તેનાથી શ્રાવકના બાર વ્રતોમાં દૂષણ લાગે છે. 2347