________________ ગામતર - માવતર (B). (અતિશય પ્રાપ્ત થયેલ, સંપૂર્ણ લાભ) પૈસો મળ્યો અને ચહેરા પર ખુશી આવી ગઈ. નવું મકાન લીધું અને આનંદ આનંદ થઈ ગયો. નવી ગાડી મળી અને મનમાં ઉલ્લાસ વ્યાપી ગયો. આવા જેટલા પણ લાભો થાય છે. ત્યારે ત્યારે તમારા મનમાં અને ચહેરા ઉપર આનંદનું મોજુ ફરી વળે છે. પરંતુ ક્યારેય વિચાર્યું છે કે આ બધા જ સુખો જેના કારણે પ્રાપ્ત થયા છે. તેનું બેલેન્સ વધ્યું છે કે ઘટ્યું છે. હા તમારું પુણ્યકર્મ એ જ આ બધા ભૌતિક સુખો પાછળનું કારણ છે. બેંકમાં કેટલા પૈસા પડ્યા છે, વધ્યા છે કે ઘટ્યા છે તે બધાની માહિતી એક પાસબુકમાં રાખીને તમે બધો જ લેખા-જોખો રાખો છે. પરંતુ કમની બેંકમાં પુણ્યકર્મ કેટલું ખચ્યું કે કેટલું બચ્યું તેનો કોઇ હિસાબ છે ખરો? નહીં ને ! સુખોની પ્રાપ્તિમાં તમે એટલા ગુલતાન થઇ જાવ છો કે તમારું પુણ્યનો ખજાનો ઓછો થતો જાય છે તેનું ધ્યાન જ નથી રહેતું. आममल्लगरुव - आमललकरूप (त्रि.) (કાચા ઘડાની સમાન, અપરિપક્વ માટીના પાત્રની સમાન) આનંદઘનજી મહારાજે સજઝાયમાં લખ્યું છે કે વાત જનતા મિકી મેં મિત્ર નાના હે જીવ! આખો દિવસ શું શરીરની દેખભાળ કરવામાં લાગ્યો છે. સવાર પડે છે ને પાણીથી તેને હવડાવે છે. સાબુથી સાફ કરે છે. શરીર પર ઘરેણાં ચઢાવીને સાજસજ્જા કરે છે. આંખોમાં મેંશ આંજે છે. ભપકાદાર કપડા પહેરાવે છે. જાત-જાતની વાનગીઓ આરોગીને તેને હૃષ્ટ-પુષ્ટ કરે છે. આ બધું કરવાનો શો મતલબ છે કે જે ક્યારેય શાશ્વત રહેવાનું જ નથી. આ શરીર તો માટીના કાચા ઘડાની માફક ક્યારે ફૂટી જશે તેનો કોઇ ભરોસો જ નથી. ઘડી પહેલા હતું અને ઘડી પછી નહતું થઇ જતાં વાર નથી લાગતી. માટે નશ્વરદેહની ભક્તિ છોડીને શાશ્વત ધર્મની આરાધના કરી જેથી તારું ભવિષ્ય કલ્યાણમય બને. ગામમçર - માનપુર (2) (કાચું હોવા છતાં સ્વાદમાં મધુર, કાંઇક મધુર ફળ) મામા - મામા (ઈ.) (પીડા, રોગ) રોગ બે પ્રકારના હોય છે. શારીરિક અને માનસિક, આયુર્વેદ શાસ્ત્રમાં લખ્યું છે કે શરીરમાં જે પણ રોગો ઉત્પન્ન થાય છે તેની પાછળ મુખ્ય કારણ વાત-પિત્ત કે કફ જ હોય છે. તે ત્રણેયમાંથી કોઇપણ એક, બે કે અધિક માત્રમાં પણ સંભવી શકે છે. જેમ વાતાદિ શારીરિક પીડામાં કારણ છે. તેમ માનસિક પીડાનું મુખ્ય કારણ હદ ઉપરાંતની અપેક્ષાઓ છે. દરેક માનસિક દુખની પાછળ વ્યક્તિની ઇચ્છાઓ, અપેક્ષાઓ છૂપાયેલી હોય છે. માણસની ઇચ્છાઓ પૂરી ન થાય એટલે મનમાં તણાવ ઉત્પન્ન થાય છે. અને તેનો મૂડ ઓફ કરી નાંખે છે. ગમે એવી પરિસ્થિતિમાં તે બેચેન રહ્યા કરે છે. જો ઇચ્છાઓ પર કાબૂ મેળવી લેવામાં આવે તો માનસિક પીડાની સાથે શારીરિક પીડાઓ પણ મહદંશે નાશ પામી જાય છે. મામશ્નરnt - મશર (સ્ટia.) (વિદ્યાનો એક ભેદ, રોગ ઉત્પન્ન કરનારી વિદ્યાવિશેષ) आमयभाव - आमयभाव (पुं.) (રોગોત્પત્તિ, રોગની વિદ્યમાનતા) જયાં સુધી શરીરમાં રોગ વિદ્યમાન છે ત્યાં સુધી સ્વસ્થતાનો અહેસાસ સંભવી શકતો નથી. તેવી જ રીતે જ્યાં સુધી આપણી બુદ્ધિમાં વિપરીત માન્યતા કે કદાગ્રહ બેઠેલો હશે. ત્યાંસુધી દેવ-ગુરુએ કહેલ એક પણ તત્ત્વની સાચી સમજણ તમને આવી શકતી જ નથી. અથવા એમ કહો કે કદાગ્રહાદિ તમને સાચું સમજવા જ નથી દેતાં. જયારે તે કદાગ્રહ દૂર થાય છે, ત્યારે સમ્યક્તના સૂર્યોદયને કોઇ અટકાવી શકતું નથી. મામા - મામયિન (.) (રોગી, પીડાયુક્ત)