________________ મામા - મામર્જ(.) (1. કાચુ, અપરિપક્વ 2. સચિત્ત, સજીવ) જે અગ્નિવગેરે શસ્ત્ર દ્વારા હજી સુધી હણાયેલ નથી. જેની અંદર ચેતનાનંત જીવો રહેલા છે તે આહાર-પાણી સચિત્ત જાણવા. પંચમહાવ્રતધારી સાધુ અને સામાયિક કે પૌષધધારી શ્રાવકને આગમમાં આવા સચિત્ત આહારાદિ ગ્રહણ કરવાનો નિષેધ ફરમાવવામાં આવેલો છે. જે આહાર કે પાણી અગ્નિરૂપી શસ્ત્રોથી પરિકર્ષિત થઇને સંપૂર્ણ રીતે પરિપક્વ થયેલા હોય. તે જ સાધુ કે નિયમધારી શ્રાવકને કહ્યું છે. મામi - માણા(g) (આધાકર્મ આદિ દોષ) પિંડનિર્યુક્તિમાં દોષ વિશોધિકોટિ અને અવિશોધિકોટિ એમ બે પ્રકારે કહેલા છે. જે દોષની શુદ્ધિ પ્રકારાન્તરે થઇ શકે તેવા દોષને વિશોધિકોટિના કહેલા છે. તથા જે દોષનું નિવારણ કેમેય કરીને ન થઈ શકે તેને અવિશોધિકોટિના કહેલા છે. અર્થાત નિર્દોષઆહારના અભિલાષી સાધુ આહાર ગ્રહણ કરતી વખતે દોષિત કે નિર્દોષ આહારનું પરીક્ષણ કરીને શુદ્ધ આહારને ગ્રહણ કરે. હવે જે આહાર ગ્રહણ કરે તે જો અવિશોધિકોટિનો હોય તો તેનો ત્યાગ કરે છે. આવા અવિશોધિકોટિના આહાર છ પ્રકારે કહેલો છે: 1. આધાકર્મી 2. ઔદેશિક ત્રિક 3. પૂતિકર્મ 4. મિશ્રજાત 5. બાદરપ્રાભૂતિકા અને 6. અધ્યવપૂરક આ છ દોષોથી દૂષિત આહાર અવિશોધિકોટિનો કહેવામાં આવેલો છે. મમરસ - આમmો(g) (કાચા દૂધ દહી છાશાર્દીિ) જીવદયામૂલક જિનધર્મમાં કહેવું છે કે જીવદયાપ્રેમી વ્યક્તિએ દ્વિદળ આહારનો ત્યાગ કરવો જોઇએ. જો કે કઠોળ શરીર માટે સ્વાથ્યપ્રદ કહેલી છે. કઠોળના સેવનથી શરીર નિરોગી અને તંદુરસ્ત રહે છે. પરંતુ કઠોળને ક્યારેય પણ કાચા દૂધ, દહી અને છાશ સાથે ભેળવીને આરોગવા જોઇએ નહીં. કેમ કે કાચા દૂધાદિ સાથે કઠોનું મિશ્રણ કરવાથી દ્વિદળ થાય છે. એટલે કે તે મિશ્રણમાં બે ઇંદ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે. જેને ખાવાથી બે ઇંદ્રિય જીવોની હિંસાનું પાપ લાગે છે. વૈદ્યક શાસ્ત્રોમાં પણ તેને વિરુદ્ધાહાર તરીકે ગણાવીને તેનો નિષેધ ફરમાવેલો છે. આર્યભિષક ગ્રન્થમાં કહેલું છે કે રાત્રિના સમયે કઠોળ સાથે દહીં ખાવાથી બુદ્ધિની હાનિ થાય છે. ગામના - મમર્જન (7) (એકવાર સાફ કરવું, વાળવું) નિશીથચૂર્ણિમાં આમર્જનની વ્યાખ્યા કરતાં કહેલું છે કે કોઇપણ વસ્તુને એકવાર વાળવું કે સાફ કરવું તે આમર્જન જાણવું.” જેમ કે સાધુના આંખમાં કચરો પડ્યો હોય, શરીર કે વસ્ત્ર ઉપર મેલ કે કાદવ લાગેલો હોય. જે સ્થાને બેસવાનું હોય તે સ્વચ્છ ન હોય. આ બધાને શુદ્ધિની ઇચ્છાથી એકવાર કે વારંવાર સાફ કરવાથી ચારિત્રમાં અતિચાર લાગે છે. કારણ કે સાધુને જેવું સ્થાન કે પરિસ્થિતિ મળ્યા હોય તેનો સહર્ષ સ્વીકાર જ કરવાનો હોય. તેના પ્રત્યે દુર્ગછા કે અરૂચિ કરવાનો અવકાશ જ નથી. આટલો સ્પષ્ટ શાસ્ત્રનિર્દેશ હોવા છતાં જે સાધુ માર્જન-પ્રમાર્જન કરે છે તેને પ્રાયશ્ચિત્ત આવે છે. મria - IIMમાળ - મમર્નયન (ઉ.) (એકવાર સાફ કરતો) મામા - મામા () (1. અર્ધપક્વ આહાર, કાચું-પાકું ભોજન 2. અપક્વ, કાચું) જેમ કાચો આહાર સચિત્ત હોવાના કારણે સાધુ માટે ત્યાજ્ય છે. તેમ સંપૂર્ણ રીતે નહીં પાકેલો એટલે કે અર્ધપક્વ આહાર પણ શ્રમણ માટે સર્વથા ત્યાજય કહેલો છે. કારણ કે કાચો-પાકો આહાર હજી સંપૂર્ણ રીતે જીવરહિત ન હોવાના કારણે એકરીતે સચિત્ત જ ગણાય. આવો અર્ધપક્વ આહાર ગ્રહણ કરવાથી સાધુને જીવહિંસાનો દોષ લાગે છે. આવા અધપક્વ આહારને શાસ્ત્રમાં દુષ્યક્વાહાર કહેવામાં આવેલો છે. - ' 3180