SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ મામ સુંs - પરશુe (1) (ત નામે પ્રસિદ્ધ એક નગર) મામid - મારાન્ત (વ્ય.) (છેક મૃત્યુ સુધી, છેલ્લા શ્વાસપર્વત) સંત કવિ તુલસી દાસે રામચરિત માનસ ગ્રંથમાં રાઘુકુળ વંશની ખાનદાની કેવી હતી તેનું નાનકડા દોહા દ્વારા સુંદર વર્ણન કર્યું છે. રઘુકુળ રીત સદા ચલી આઈ પ્રાણ જાઈ અરું વચન ન જાઈ. રાજા રઘથી શરૂ થયેલા વંશનો વણલખ્યો નિયમ હતો કે એક વાર કોઇને વચન આપી દીધું હોય તેના પછી તે વચનને પાળવા માટે પોતાના પ્રાણની આહૂતિ પણ આપવી પડે તો આપી દેવી. પરંતુ પોતે બોલેલા વચનનું અણિશુદ્ધ પાલન કરવું. આ વાત ચૂંટણી સમયે જાત જાતના વાયદા અને વચનો આપનારા તકસાધુ નેતાઓની સમજમાં ક્યાં આવવાની છે. आमरणंतदोस - आमरणान्तदोष (पुं.) (મૃત્યુપર્યત રહેનારો દોષ, રૌદ્રધ્યાનના લક્ષણનો ભેદ) કેટલાક જીવોને સંપૂર્ણ જીવન દરમિયાન જે દોષોનું આચરણ કર્યું હોય, પાપનું સેવન કર્યું હોય. તે દોષોની આસક્તિ એટલી હદ સુધી વણાઈ ગઈ હોય કે ભૂલ તેમને ભૂલરૂપે લાગતની જ નથી. આવશ્યકસૂત્રની ચૂર્ણિમાં લખ્યું છે કે હિંસક પરિણામના કારણે રૌદ્રધ્યાનને વશ થયેલા જીવને જીવનના છેલ્લા શ્વાસ સુધી પોતાની ભૂલનો અંશ માત્ર પણ પશ્ચાત્તાપ નથી હોતો. કારણ કે તેઓને પાપસેવન પ્રત્યે એટલી તીવ્રકક્ષાની આસક્તિ રહેલી હોય છે કે તે તેને દોષરૂપે માનતા જ નથી. જેમ કાલસૌરિક કસાઈ અંતિમ સમયે શરીર નિર્બળ હોવાથી શરીરથી હિંસા નહોતો કરી શકતો. પરંતુ તેની માનસિક હિંસા તો સતત ચાલુ જ હતી. જે રૌદ્રધ્યાનના પ્રભાવે તે મૃત્યુ પામીને સાતમી નરકમાં ચાલ્યો ગયો. સામરિસ - ગામ (ઈ.) (સ્પર્શ) સ્પર્શ વસ્તુનો હોય, વ્યક્તિનો હોય કે પછી શબ્દોનો હોય, જો તે આપણા શરીરને રૂચિકર હોય તો મનને આનંદ આપનાર બને છે. અને જો અરૂચિકર હોય તો ગમે એટલો સારો હોય મનમાં કડવાશ ભરી દે છે. દાખલા તરીકે સામાન્ય સંજોગોમાં અણિદાર નખ સહેજ અડી પણ જાય તો તમને ગુસ્સો આવી જાય છે. પણ જ્યારે તમને શરીરમાં વલૂર ઉપડી હોય તે સમયે તે જ અણિદાર નખનો સ્પર્શ અત્યંત આલ્હાદક લાગે છે. તેવી જ રીતે બરફનો ઠંડો સ્પર્શ આમ તો આનંદદાયક હોય છે. પરંતુ ઠંડીની સિઝનમાં કે પછી તમને અત્યંત ટાઢ લાગતી હોય ત્યારે તે આલ્હાદક બરફનો સ્પર્શ તમને જરાપણ ગમતો નથી. વસ્તુ તેની તે જ હોય છે ફરક માત્ર આપણી રૂચિનો પડે છે. * નામ (કું.) (1. સ્પર્શ 2. ક્રોધ 3. અસહિષ્ણુતા 3. સમ્યગૂ વિવેક) आमलईकीडा - आमलकीक्रीडा (स्त्री.) (એક પ્રકારની રમત). કલ્પસૂત્રની અંતર્ગત આ ક્રીડાનું વર્ણન આવે છે. સમાન ઉંમરના બાળકો ભેગા થઈને ગામની બહાર વૃક્ષબહુલ સ્થાનમાં આ રમત રમે છે. આ રમતમાં એક બાળક આંખો બંધ કરીને એકથી દસ ગણે અને બાકીના બાળકો જયાં ત્યાં છૂપાઇ જાય. આંખો બંધ કરનાર બાળક આંખો ખોલીને છૂપાયેલા બધા જ બાળકોને એક એક કરીને શોધી કાઢે, જો તેમાં નાકામ રહે તો ફરીવાર તેણે આંખો બંધ કરીને પૂર્વોક્ત પ્રક્રિયા કરવાની રહે. આ રમતને આજના સમયમાં થપ્પો કે આઇસ-પાઇસના નામે ઓળખવામાં આવે છે. ગામથ્થા - મામા (રૂ.) (ત નામે પ્રસિદ્ધ એક નગરી) 320
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy