________________ જેવી રીતે માર્ગભ્રષ્ટ પથિકને કોઈ સાચો રસ્તો બતાવતો હોય તે સમયે તે મુસાફર એમ નથી જોતો કે તે ઊંચી જાતનો છે કે નીચી જાતનો. સજ્જન છે કે દુર્જન છે. તેમ સમ્યજ્ઞાનાદિના પ્રયોજનવાળો સાધક પુરુષ જ્યાંથી પણ જ્ઞાન-દર્શન-ચારિત્રની પ્રાપ્તિ થતી હોય, તે સ્થાન કે વ્યક્તિને નિઃશંકપણે સેવે છે. તે વખતે તે એમ નથી જોતો કે મને જ્ઞાન-દર્શનાદિનો ઉપદેશ આપનારમાં તે ગુણો છે કે નથી. જો તેવું જોવા જાય તો તેને ભવોભવ સુધી મોક્ષમાર્ગની કેડી પ્રાપ્ત થઇ શકતી નથી. ઝાલા (વા) મુત્ત - માવાનપુર (B). (સંયમી, જેણે ઇન્દ્રિયોને ગોપવી છે તે, ઇન્દ્રિયોનું દમન કરનાર) आदा (या) णणिक्खेवदुगुंछ्य - आदाननिक्षेपजुगुप्सक (त्रि.) (આગમપ્રતિષિદ્ધ આચરણ ન કરનાર) પ્રવચન સારોદ્ધારના બહોંતેરમાં દ્વારમાં આદાનનિક્ષેપ જુગુપ્સકની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે. જે સાધુ કોઇપણ વસ્તુને ગ્રહણ કરવામાં અને મૂકવામાં શાસ્ત્રમાં કહેલ વિધિ-પ્રતિષેધને અનુસરે છે તે આદાનનિપજુગુપ્સક છે. એટલે કે વસ્તુને લેવા મૂકવામાં પ્રેક્ષણ-પ્રમાર્જનાદિ વિધિનું પાલન કરે છે. અને પ્રમાદાદિનો ત્યાગ કરે છે. તેવો આગમનુસાર આચરણ કરનાર સાધુ આદાનનિપજુગુણક જાણવો. आदा (या) णणिरुद्ध-निरुद्धाऽऽदान (त्रि.) (ઇન્દ્રિયોનો રોધ કરનાર, ઇન્દ્રિયવિજેતા) માત્ર વસ્તુઓને જ લેવા મૂકવાથી સમિતિનું પાલન નથી થઇ જતું. જેમ વસ્તુઓને પ્રમાનાપૂર્વક લેવા મૂકવાથી ચોથી સમિતિનું પાલન થાય છે. તેમ આપણી પોતાની ઇન્દ્રિયોને દુર્માર્ગે જતી રોકવી અને સન્માર્ગને તેના દ્વારા ગ્રહણ કરવું તે પણ સમિતિનું પાલન કહેવાય છે. પિક્યરના ગીતો વાગતાં હોય અને તેમાંથી કાનને વાળીને પરમાત્મભક્તિમાં કાન અને મનને સ્થિર કરવું તે પણ ચોથી સમિતિનું પાલન જ છે. ના () જય - માવાનપદ (2) (ગ્રન્થનું પ્રથમ પદ, શાસ્ત્રાદિનો આદ્ય શબ્દો કોઇપણ શાસ્ત્રનું, અધ્યયનનું કે પછી ઉદ્દેશાનું સૌ પ્રથમ જે પદ હોય તેને આદાનપદ કહેવાય છે. જેવી રીતે આચારાંગ સૂત્રના પાંચમાં અધ્યયનનું નામ આનંતિ છે. આ અધ્યયનની શરૂઆત આનંતિ પદથી થાય છે અને તે આદ્ય પદને ધ્યાનમાં રાખીને તે અધ્યયનનું નામ પણ આનંતિ છે. આમ કોઇપણ શાસ્ત્રના આદ્ય પદને આદાનપદ કહેવામાં આવેલું છે. સાવા (વા) પાછત્નિ - માવાનપરિષ (કું.) (દરવાજો બંધ કરવાની ભોગળ, આગળો) आदा (या) णभंडमत्तणिक्खेवणासमिइ - आदानभाण्डमात्रनिक्षेपणासमिति (स्त्री.) (પાંચ સમિતિમાંની એક, સમિતિનો એક ભેદ) કોઈપણ વસ્ત્ર-પાત્રાદિ વસ્તુને સારી રીતે જોવી અને પ્રમાર્જીને લેવી મૂકવી તે આદાનભંડમત્તનિક્ષેપણાસમિતિ છે. શાસ્ત્રોક્ત વિધિએ વસ્તુનું સુવ્યવસ્થિત નિરીક્ષણ કરવું અને યથાયોગ્ય પ્રમાર્જન થાય તો જ તે સમિતિનું સાચું પાલન થયું કહેવાય. પરંતુ વસ્તુની ઉપેક્ષાએ પ્રેક્ષણા અને પ્રમાર્જના કરવામાં આવે તો તે દુમ્રત્યુપેક્ષિત અને દુષ્યમાર્જીત કક્ષામાં આવતું હોવાથી સમિતિમાં અતિચાર લાગે છે. અને જે પ્રેક્ષણા કે પ્રમાર્જના કરતો જ નથી તેને તો સમિતિ જ હોતી નથી. आदा (या) णभंडमत्तनिक्खेवणासमिय - आदानभाण्डमात्रनिक्षेपणासमित (त्रि.) (સમિતિએ સમિત, સમિતિનું પાલન કરનાર) કદાચ પૂર્વોનું જ્ઞાન નહીં હોય તો ચાલશે. આગમોનો વિશિષ્ટ અભ્યાસ નહીં કર્યો હોય તો પણ ચાલશે. વિશિષ્ટ તપ વગેરે નહીં કરી શકતો હોય તો તે પણ એક અંશે ચાલી જશે. પરંતુ પાંચ સમિતિ અને ત્રણ ગુતિરૂપ અષ્ટપ્રવચન માતાનું પાલન ન કરતો હોય તેને સાધુ તરીકે સ્વીકારવાનો શાસ્ત્રો નિષેધ ફરમાવે છે. જેમ પાયા વગર મકાન ઊભું રહેવું અશક્ય છે તેમ ચારિત્રના 299