________________ પાયારૂપ અષ્ટ પ્રવચનમાતાવિના સમસ્ત સાધુજીવન નિરર્થક છે. જે સાધુ પાંચસમિતિએ સમિત અને ત્રણ ગુણિએ ગુપ્ત છે. તે જ ખરા અર્થમાં મુમુક્ષુ અને આજ્ઞારાધક છે. મારા (1) મય - માતાનમા (ઈ.) (ભયસ્થાન, દ્રવ્યસંબંધિ ભય) આપણે સંપત્તિને જમીનમાં, બેંકમાં, લોકરોમાં કે તિજોરી વગેરે સ્થાનોમાં છૂપાવીએ છીએ. આટ આટલું કરવા છતાં પણ સતત ભય સતાવે છે કે કોઈને ખબર પડી જશે અને તે આવીને લૂંટી જશે તો? આથી જ અત્યંત બુદ્ધિશાળી અને જેમણે ધર્મને પચાવેલો છે એવા આપણા પૂર્વજો કહી ગયા છે કે તમારે ધનને છૂપાવવું જ હોય તો એવી રીતે છૂપાવો કે તેને આખું જગત જોઇ શકે ખરા પણ લૂંટી ન શકે. વસ્તુપાલ અને તેજપાલે આ જ શિખામણને અનુસરીને અપ્રતિમ અને અદ્વિતીય જિનાલયોનું નિર્માણ કરાવ્યું છે. આજે આખું જગત તેમની સંપત્તિને ઉઘાડે છોગ જોઇ શકે છે. પરંતુ ઇચ્છવા છતાં પણ લૂંટી શક્તા નથી. મારા () માિ - માલનિકૃત (2) (પાણી, તેલ વગેરે વસ્તુને પકાવવા માટે એક પાત્રમાં એકઠું કરેલ, વસ્તુથી ભરેલ પાત્રાદિ) IT () પાયા - લાનતા (સ્ત્રી) (ગ્રહણતા) મer (1) નવંત - માનવત્ () (જ્ઞાન-દર્શન-ચારિત્રયુક્ત સાધુ) आदा (या) णसोयगढिय - आदानश्रोतोगद्ध (त्रि.) (કર્મબંધના કારણભૂત આશ્રવોમાં આસક્ત) આચારાંગ સૂત્ર પ્રથમ શ્રુતસ્કંધના ચોથા અધ્યયનમાં કહ્યું છે કે “જે જીવ અજ્ઞાની છે. જેનું અંતઃકરણ હજી સુધી રાગદ્વેષમાં રંગાયેલું છે. જે સંપત્તિ, પરિવાર વગેરે અસંયમસ્થાનોએ વળગેલો છે. તેમજ કર્મબંધના કારણભૂત આશ્રવોમાં જે હજી સુધી આસક્ત છે. તેવા જીવને આત્મહિતકારી અને મોક્ષના ઉપાયભૂત એવા તીર્થકર વાણીનો લાભ કદાપિ થતો નથી.” મા (1) પંક્તિ - માનવ () (1. સ્વીકારવા યોગ્ય, ઉપાદેય 2. શ્રત 3. કર્મ 4. સંયમ, સંયમાનુષ્ઠાન 5. મોક્ષ) જૈનધર્મ અત્યંત પારદર્શી ધર્મ છે. આ ધર્મ દરેક પ્રકારના જીવો માટે સ્વીકાર કરવો અત્યંત સહજ છે. તેમાં દરેક જીવના મનમાં સતાવતા પ્રશ્નોનું સુંદર નિરાકરણ છે. જે જીવ સંયમ લઇ શકે તેવા હોય તેના માટે એમ કહેવું છે કે લેવા જેવું કે સ્વીકારવા યોગ્ય જો કોઈ હોય તો દીક્ષા જ છે. પરંતુ જે જીવો સંયમપાલન માટે સક્ષમ નથી, તેમના માટે પણ પાળી શકે તેવા નાના ધર્મો પણ જણાવેલા છે. આથી જ તો પાક્ષિક, ચોમાસી કે વાર્ષિક પ્રાયશ્ચિત્તમાં તપાદિ માટે અસમર્થ જીવ પણ પ્રાયશ્ચિત્ત વગર ન રહી જાય તે માટે નવકારવાળી ગણવાનું પણ પ્રાયશ્ચિત્ત મૂકેલું છે. ગાલા (1) fજન્માવળ - માવાનીયાધ્યયન (1) (ત નામે સૂયગડંગ સૂત્રનું પંદરમું અધ્યયન) आदाणीय - आदानीय (त्रि.) (ઉપાદેય, સ્વીકારવા યોગ્ય) ત્રેવીસમાં તીર્થપતિ પાર્શ્વનાથના કુલ એકહજારને આઠ નામો પ્રસિદ્ધ છે. તેમાં શાસ્ત્રીય એક નામ છે પુરુષાદાનીય પાર્શ્વનાથ. શાસ્ત્રોમાં જ્યાં જ્યાં પણ પાર્શ્વનાથ પ્રભુનો ઉલ્લેખ આવે છે ત્યાં ત્યાં તેઓના વિશેષણ તરીકે પુરુષાદાનીય પદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં પ્રધાન કારણ પરમાત્માનું આદેય નામકર્મ છે. કહેવાય છે કે તેમનું નામ તો દૂર રહો માત્ર સ્મરણ માત્રથી પણ જીવના અણચિતવ્યા કાર્યો નિર્વિને પાર પડે છે. અને આ વાતનો સાક્ષાત્ પરચો જોવો હોય તો પહોંચી જાવ શંખેશ્વર ધામ. જ્યાં લાખો ભક્તો પરમાત્મા પાસે રડતા મુખે આવે છે, અને તેઓના પ્રભાવે હસતા મુખે પાછા ફરે છે. 3000