________________ નહીં સ્વીકારો તો પછી તે અપરાધ તમને ખોટા માર્ગે દોરી જતાં જરાપણ વાર નથી લગાડતો. અને તે જ ભૂલને તમે સહજતાથી સ્વીકારી લેશો તો પછી તેનો ઇલાજ પણ તમે સરળતાથી કરી શકશો. એટલે નિષ્કર્ષ એ થયો કે ભૂલને સુધારવા માટે પ્રાથમિક પગથીયું છે તે ભૂલની સ્વીકૃતિ હોવી. અને ભૂલની સ્વીકૃતિ સાથે કરેલ પ્રાયશ્ચિત્ત એકાંતે ચિત્તશુદ્ધિ કરનારું બને છે. 6 () રાયા - મારVાતા (સ્ત્ર.) (સ્વીકાર, સ્વીકૃતિ) () રર - આરતર (6) (અત્યંત આદર) તમે વર્ષોથી સામાયિક, પૂજા, પ્રતિક્રમણ કરો છો. તપ વગેરે ક્રિયાઓ કરો છો. છતાં પણ તેનું ફળ જોઈએ એવું કેમ નથી મળતું? ક્યારેય વિચાર્યું છે ખરા? એવું તો શું ખુટે છે જેના કારણે ઇચ્છિત રીઝલ્ટ નથી આવતું. તેનું કારણ છે તે ક્રિયા પ્રત્યે તે અનુષ્ઠાન પ્રત્યે મનમાં વિશ્વાસ સાથેનો જે આદર હોવો જોઇએ તે નથી. જેથી કરીને ધર્મમાં તાકાત હોવા છતાં પણ તે તમને જોઇએ તેવું ફળ આપી શકતો નથી. ડોક્ટર પાસે તમે શ્રદ્ધા અને આદરથી જાવ છો તો તેમનું નિદાન અને દવા તમારો રોગ મટાડે જ છે. બસ એ જ લોજિક ધર્મક્રિયામાં પણ લાગુ પડે છે. () ર ત્ત - મા વુિ $ (.). (આદર અને પ્રીતિથી યુક્ત) ઘરે મહેમાન આવી ગયા અને જમાડી દીધું તેની એક અલગ અસર છે. અને સ્પેશ્યલ આમંત્રિત કરીને તેઓને આદર પૂર્વક જમાડીએ તેની પણ એક અલગ અસર થાય છે. પહેલી બાબતમાં તમે માત્ર ઔપચારિકતા સાચવી તે નિર્ધારિત થાય છે. જયારે બીજા પ્રકારમાં તેઓને અહેસાસ થાય છે કે તમને તેઓ પ્રત્યે લાગણી છે પ્રીતિ છે. જેનાથી તમારા સંબંધો વધુ દૃઢ બને છે. એવી જ રીતે નિયમ હોવાથી તમે દરરોજ પરમાત્માની પૂજા કરો છો તેનાથી માત્ર નિયમ પાળ્યો એટલું જ નિર્ધારિત થાય છે. પરંતુ વિશેષ આદર અને પ્રીતિ પૂર્વક કરેલી પરમાત્માની ભક્તિ તમને પરમપદ અપાવનારી બને છે. ષોડશક ગ્રંથમાં પણ કહેવું છે કે આદર અને પ્રીતિપૂર્વકની અર્ચના એ જ શ્રેષ્ઠ અને ઇષ્ટ જાણવી. મા€T - Mાહન () (1. દાહ, બળવું 2. હિંસા 3. દુષ્ટ, ખરાબ) વેદોમાં લખેલું છે કે માણસનું શરીર મરી જાય છે, પરંતુ તેનો આત્મા કદાપિ મરતો નથી. આત્મા અજરામર છે. તેને અગ્નિ બાળી નથી શકતો. શસ્ત્રો છેદી નથી શકતાં. પાણી ડૂબાડી નથી શકતું. આત્મા આ બધાથી પર છે. પણ એક વાત ધ્યાનમાં રાખી લેજો કે ભલે અગ્નિ કે શસ્ત્રો વગેરે આત્માને કાંઇ ન કરી શક્તાં હોય. કિંતુ તેણે બાંધેલા કર્મો જીવને સુખી કે દુખી કરવાની તાકાત તો પૂરેપૂરી ધરાવે જ છે. પરમાત્માનું વચન છે કે કરેલા કર્મોથી કોઇ જ સંસારી છૂટી નથી શકતો. પછી ભલે ને તે ઇન્દ્ર હોય, ચક્રવર્તી હોય કે સ્વયં તીર્થકર જ કેમ ન હોય. 31 (1) ઇ - માવાન (1) (1. ગ્રહણ કરવું, લેવું 2. કર્મનું ઉપાદાન કારણ) આચારાંગજી સૂત્રમાં કહેલું છે કે “જેટલા કર્મનિર્જરાના માર્ગો છે, કર્મબંધના પણ તેટલા જ માર્ગો છે.' જીવ જે શુભ સાધનો દ્વારા, ભાવો દ્વારા કે વચનો દ્વારા કર્મોનો નાશ કરી શકે છે. તે જ સાધનાદિ દ્વારા નવા કર્મોનું ઉપાદાન પણ કરી શકે છે. એટલે કે નવા કર્મોનું ગ્રહણ પણ કરે જ છે. જેવી રીતે ચંડકૌશિક પૂર્વ ભવમાં સાધુ હતો. તેને જીવદયા પાલનમાં પ્રધાન સહાયક રજોહરણની પ્રાપ્તિ થઇ હતી. પરંતુ ક્રોધને વશ થઇને રજોહરણને તેણે શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો. જેના કારણે તેણે અશુભ કર્મોનો બંધ ક્ય. મહા () (7) - માતાનાથન (રે.) (સમ્યજ્ઞાનાદિના પ્રયોજનવાળો, મોક્ષાર્થી, મુમુક્ષ)