________________ બાત (4) r[ - ગાત્મ (4). (આત્માને ઓળખનાર, આત્મજ્ઞાની) મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે સવાસો ગાથાના સ્તવનમાં કહ્યું છે કે જિંહા લગે આતમદ્રવ્યનું લક્ષણ નવિ જાણું, તિહાં લગે ગુણઠાણું ભલું કેમ આવે તાણ્યું અર્થાત જ્યાં સુધી આત્માના સાચા સ્વરૂપને નથી ઓળખ્યું, ત્યાં સુધી શુભ ગુણસ્થાનક આવવું અઘરું જ નહીં પણ અશક્ય છે. માત્ર માહિતી પ્રધાન થવાથી આત્મજ્ઞાની નથી થવાતું, કેમ કે માહિતી પ્રધાન તો નિર્જીવ એવું કપ્યુટર પણ છે, પરંતુ તેને જ્ઞાની નથી કહેવાતું. કિંતુ મારો આત્મા ક્યાંથી આવ્યો છે? ક્યાં જવાનો છે? અને આ ભવમાં મારું કર્તવ્ય શું છે? એનો બોધ જેને છે તે જ સાચા અર્થમાં આત્મજ્ઞ છે. અને આવા આત્મજ્ઞ પુરુષને કોઇપણ નિમિત્તો દુખદાયક બની શકતાં નથી. મત (2) સંત - માત્મતત્ર(ઉ.) (સ્વતંત્ર, સ્વાધીન) સાત () સંતશ્નર -- Mાત્મતત્તર (પુ.) (1. સ્વાધીનપણે કાર્ય કરનાર 2. જેઓને પોતાનો આત્મા આપીને છે તેવા તીર્થંકારાદિ) જ્ઞાની ભગવંતો કહે છે કે “તમારા પોતાના ભાવો-લાગણીઓ તમને સ્વાધીન હોવી જોઇએ.' કોઇ તમને આવીને અપશબ્દો બોલે અને તમે પણ સામે ક્રોધમાં આવીને તેને એલફેલ બોલા અથવા હિંસક પ્રવૃત્તિ કરો. તો તેનો મતલબ એ છે કે તમારો આત્મા તમને પોતાને સ્વાધીન નથી. તેનું તત્ર બીજાના હાથમાં છે. અને તે તમને પોતાની ઇચ્છા મુજબ ખુશ કે નાખુશ કરી શકે છે. પરંતુ જેઓ અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગોમાં પોતાના આત્માના અધ્યવસાયોને સ્થિર રાખી શકે છે. તેવા જીવોને આત્મતત્રંકર કહેવાય છે. તીર્થકરો, આચાર્યો, યોગીઓ આ બધા દરેક પ્રસંગોમાં સમભાવ રાખીને વર્તનાર હોવાથી તેઓ આત્મતન્નકર છે. મત () તત્ત - માત્મતત્વ () (આત્માનું સાચું સ્વરૂપ, પરમ પદાર્થ, જ્ઞાનાદિ રત્નત્રય) યોગસારાદિ ગ્રંથોમાં કહેવું છે કે “જો તારે શાતા જ બનવું હોય તો તારા આત્માના સાચા સ્વરૂપને જાણ. તારે શ્રદ્ધા કરવી જ છે તો દેવ-ગુરુની અંદર શ્રદ્ધા કર. અને જો તારે અનુષ્ઠાનો આચરવા છે તો આપ્તપુરુષોએ જણાવેલ સમ્યગુઅનુષ્ઠાનોને આચર. બાકી સંસારવર્ધક અન્ય સ્થાનોની ઉપાસના કરવાથી શું? તેના દ્વારા કદાપિ આત્મતત્ત્વની પ્રાપ્તિ નથી થતી.” મતિ (4) તdurણ - માત્મતત્તપ્રારા (ઈ.) (આત્મ ધર્મનો પ્રભાવ) અષ્ટ પ્રકરણના આઠમાં અષ્ટકમાં કહેવું છે કે “હે જીવ જ્યાં સુધી તારી અંદર ગુરુ થવાની યોગ્યતા ન ઉપજે, ત્યાં સુધી જિનેશ્વર ભગવંતે જે હિતશિક્ષા આપી છે, તેના આચરણપૂર્વક અને આત્મહત્ત્વના બોધ વડે ઉત્તમ એવા સદ્દગુરુને સેવવા જોઇએ. અર્થાત જ્યાં સુધી પોતાની અંદર ગીતાર્થ ગુણ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી અન્ય બીજા ઉત્તમ ગીતાર્થ ગુરુની ઉપાસના કરવી જોઇએ.” સાત (4) રર - એલિત (.) (માત્ર પોતાના આત્માને તારનાર, પ્રાયશ્ચિત્તને યોગ્ય પુરુષ). શાસ્ત્રમાં કહેલું છે કે “વૈયાવચ્ચ લબ્ધિથી હીન હોવાના કારણે જે આચાર્ય, ઉપાધ્યાય, ગ્લાનાદિ સાધુની સેવા નથી કરતો. અને વિશિષ્ટ તપ આરાધી શકે તેવી તપની લબ્ધિ પ્રાપ્ત થવાના કારણે વિવિધ તપોનું આચરણ કરે છે, તે જીવ આત્મતારક જાણવો.” તેનું કારણ એ છે કે વૈયાવચ્ચ દ્વારા તે જીવ પરહિત ચિંતા કરનારો હોય છે. આથી તે તેમની ઉપાસના કરીને પોતાના આત્માનું તો કલ્યાણ કરે જ છે. સાથે સાથે સામેવાળાને આરાધનામાં સહાયક બનીને તેમના આત્માને તારવામાં પણ નિમિત્ત બને છે. તથા તપ વસ્તુ એવી છે જે માત્ર પોતાનું જ કલ્યાણ કરે છે. આથી તપ દ્વારા માત્ર પોતાના જ કર્મોનો ક્ષય કરીને માત્ર સ્વાત્મકલ્યાણ કરનારો હોવાથી તે આત્મતારક કહેવાય છે. 285 -