________________ કેટલાક લોકો એવું માને છે આ જગતમાં જેટલા પણ ચેતનવંત જીવો દેખાય છે. તે બધા પંચમહાભૂતરૂપ તત્ત્વોથી નિર્મિત છે. પંચમહાભૂત નાશ પામતાં ચૈતન્ય પણ નાશ પામે છે. જયારે આત્મા નામના તત્ત્વમાં માનતા કેટલાક જીવો પંચમહાભૂતને તો માને જ છે. પરંતુ તે છઠ્ઠા તત્ત્વ તરીકે આત્માનો પણ સ્વીકાર કરે છે. એટલે પંચ મહાભૂત અને છઠ્ઠા આત્મા તત્ત્વના કારણે સર્વત્ર ચૈતન્ય દષ્ટિગોચર થાય છે. માત (4) નસ (સૂ) - ગાત્મવત્ (1) (1. પોતાનો યશ 2. યશના હેતુભૂત સંયમ) મતિ (2) નોm (?) - માભિનિ (!). (સદા ધર્મધ્યાનમાં રહેનાર) સૂયગડાંગ સૂત્રમાં આત્મયોગીની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે રાનમ:,9ત્તરૂપ માત્રા : 8 સ્થાતિ અર્થાત શુભ ભાવોમાં રહેલા મનની પ્રત્યેક પ્રવૃત્તિ યોગ બને છે. માત્ર મનની પ્રવૃત્તિ યોગ નથી બનતી. કારણ કે મનમાં તો શુભ અને અશુભ બન્ને વિચારો પ્રવર્તમાન હોઇ શકે છે. આથી જે મન હમેશાં ધર્મધ્યાનમાં અવસ્થિત હોય તેવા ચિત્તયુક્ત જીવને આત્મયોગી કહેવો યોગ્ય છે. માત () (મUકુ) - ગાભાર્થ (ઈ.) (1. આત્મહિત 2. પોતાના માટે 3. સંયમાનુષ્ઠાન) આનંદઘનજી મહારાજે સ્વરચિત એક પદમાં બહુ જ સુંદર વાત કહેલી છે. અવસર બેર બેર નહીં આવે છ્યું જાણે ચૅ કરી લે ભલાઈ જનમ જનમ સુખ પાવે આત્માને ઉદ્દેશીને તેઓ કહે છે કે હે આત્મનુ તને મનુષ્ય ભવરૂપી જે અવસર પ્રાપ્ત થયો છે. તે વારંવાર મળે એવો નથી. આથી આ ભવની અંદર જ પોતાના આત્માનું હિત કરનારા જેટલા કાર્યો કરવા મળે, તે કરી લેવા. તેના માટે જરા પણ પ્રમાદ કરવો ન જોઇએ. જો તું આ અવસરનું મહત્ત્વ સમજીને આત્મહિતકારી આચરણ કરીશ તો પછી તારે ભવોભવ સુધી ચિંતા કરવાની નહીં રહે. કાયત (મથઇટ્ટ) - ગાયતાઈ (6) (મોક્ષસાધક પ્રયોજન, મોક્ષાદિનો લાભ કરાવનાર અનુષ્ઠાન) આચારાંગાદિ શાસ્ત્રોમાં કહેલું છે કે ‘ત્રિકાલ અબાધિત એવા દરેક પ્રકારના દુઃખોથી મૂકાવું તેનું નામ મોક્ષ છે અને આવા મોક્ષને સાધી આપનાર દરેક અનુષ્ઠાન તે આયતાર્થ કહેવાય છે. જે કારણ પોતાના કાર્યને સાધી આપે તે જ ખરા અર્થમાં સાર્થક કારણ કહેવાય છે. તે સિવાયના કારણો ખોટા અથવા તો ભ્રામક સંભવે છે. જિનેશ્વર પરમાત્માદર્શિત દરેક અનુષ્ઠાન શાશ્વત સુખ આપનાર મોક્ષને મેળવી આપનાર હોવાથી ખરા અર્થમાં આપતાર્થ છે. અને તે સિવાયના અલ્પકાલીન સુખ પ્રાપ્ત કરાવનારા પૌગલિક નિમિત્તો આપતાર્થ બની શકતા નથી. મતિ (4) (1) - સાભાર્થિન (કું.) (મુમુક્ષ, મોક્ષનો અર્થી). સાત () નિફેય - અનિચ્છોટ(૬) (સમ્યગુ અનુષ્ઠાન વડે આત્માને સંસારથી બહાર કાઢનાર) મોક્ષના ઇચ્છુક સાધકે તો પ્રતિકૂળ અને અનુકૂળ બન્ને સંયોગોને મોક્ષમાર્ગમાં બાધક જાણીને તેનો ત્યાગ કરવો ઘટે. પ્રતિકૂળ સંયોગો બાધક બનતા હોવાથી તેનો ત્યાગ કરવો હજીયે સહેલો છે. પરંતુ માતા-પિતા, ભાઈ-બહેન, પત્ની-પુત્રો વગેરે સ્વજનો સાથેનો સ્નેહરૂપ અનુકૂળ સંયોગો પણ મોક્ષ માટે બેડી સમાન છે. તે માનવું જરાક અઘરું થઇ જાય છે. અને સામાન્ય જીવ તેનો ત્યાગ કરવા અસમર્થ બની જાય છે, એટલું જ નહીં અલ્ટાનું તે સંયોગોમાં પોતે તણાઇ જાય છે. જયારે મોક્ષની તીવ્રચ્છાવાળો આત્મા સમ્યગુ અનુષ્ઠાનો વડે પોતાના મન-વચન-કાયાના યોગોને સંસારના ભાવોથી નિર્લેપ રાખે છે. અને સદનુષ્ઠાનના પ્રતાપે પોતાના આત્માને સંસારમાંથી કાઢવા માટે સફળ પણ બને છે. 02840