________________ સાત (2) તુના - માતંતુના (સ્ત્રી) (આત્માની ઉપમા, આત્મતુલ્યતા) સૂયગડાંગજી સૂત્રમાં કહેલું છે કે “સાધકે સર્વ જીવ પ્રત્યે આત્મતુલાએ વર્તવું. તેના માટે દષ્ટાન્ન આપતાં કહ્યું છે કે જેવી રીતે તમે અગ્નિમાં હાથ નાંખતાં જ ખબર પડે છે કે આનાથી તો દાઝી જવાય છે. એટલે તેનાથી નક્કી થાય છે કે જગતની તમામ અગ્નિ દઝાડવાનું કામ કરે છે. બસ તેવી જ રીતે જેમ તમને સુખ ગમે છે અને દુખ ગમતું નથી. તેવી જ રીતે જગતના અન્ય બધા જ જીવોને પણ સુખ ગમે છે અને દુખ જરાપણ ગમતું નથી. આ પ્રમાણે પોતાના આત્માના ભાવો સાથે બીજા જીવોના ભાવોની તુલ્યતા કરવી તે આત્મતુલા છે. મત (2) - અભિત્વ (જ.). (આત્મધર્મ, આત્મભાવ, સંયમનો ભાવ, મોક્ષનો ભાવ) કર્મના ઉદયથી પ્રાપ્ત જગતના સર્વે ઔદયિક ભાવોથી નીકળીને મોક્ષમાર્ગોને સાધી આપનાર સંયમના ભાવોમાં આવીને વસવું તે આત્મધર્મ છે. ઔદયિક પરિણામોના કારણે આત્માનું સાચું સ્વરૂપ દબાતું જાય છે. અને આત્મા ધીરે ધીરે સંસારના અંધકારમાં ખોવાતો જાય છે. જ્યારે સંયમનો પરિણામ આત્માને આ બધાથી ઉપર ઉઠાવે છે. તે આત્માની સાચી ઓળખાણ છતી કરે છે. અને તેના દ્વારા જીવ ઉર્ધ્વપ્રકાશને અનુભવે છે. એટલે કે આત્મરમણતાના સુખને સ્વયં માણે છે. આત્મધર્મ જાગ્રત થતાં જીવ અજ્ઞાનદશામાંથી બહાર આવીને જ્ઞાનદશાને પ્રાપ્ત કરે છે. માત (8) દંડ - માત્મા (કું.). (આત્માને દંડનાર, આત્મઘાતક, અસંયમી સાધુ કે ગૃહસ્થ) માત્ર બાહ્ય વેશ ધારણ કર્યો હોય. પરંતુ શિથિલાચારી હોવાના કારણે કાચા પાણીનો સ્પર્શ કરનાર, વનસ્પતિને ખૂંદનાર, વીજળીને વાપરનાર એમ પાંચેય મહાવ્રતોનું ખંડન કરનાર અસંયમી સાધુ આત્મઘાતક છે. કારણ કે તેઓ સચિત્ત વસ્તુઓના સેવન દ્વારા માત્ર બીજાનું નુકસાન નથી કરતાં. કિંતુ પાપકર્મના બંધ દ્વારા પોતાના આત્માને પણ દંડે છે. જો આવા વર્તન કરનારા સાધુ આત્મઘાતી છે તો પછી નિરંતર પાપારંભમાં વ્યસ્ત એવા ગૃહસ્થો શું બાકાત રહે છે? ના જયાં પાપક્રિયાથી બચી શકાય એવા પ્રસંગોમાં ઉપયોગ વિના વર્તનાર ગૃહસ્થ પણ એટલા જ પાપના ભાગીદાર હોવાથી તેઓ પણ આત્મઘાતી જ છે. એટલે કે પોતાના આત્માનું અહિત કરનારા છે. आत (य) दंडसमायार - आत्मदण्डसमाचार (त्रि.) (આત્માનું અહિત કરનાર અનુષ્ઠાન) સાત (4) રસિ - મલ્પિલ () (1. અરિસો, દર્પણ 2. આત્મદર્શન, આત્મસાક્ષાત્કાર) અરિસાની અંદર રૂપનું દર્શન ભરત મહારાજાએ પણ કર્યું હતું. અને આપણે પણ રોજ કરીએ છીએ. છતાં પણ એવો તો શો તફાવત છે કે જેનાથી તેમનો મોક્ષ થઈ ગયો અને આપણે હજીયે અહીં ભટકી રહ્યા છીએ. તો સાંભળી લો આજે રૂપદર્શનની તે ભેદરેખાને. આપણે અરિસામાં બાહ્ય આકૃતિના દર્શન કરીએ છીએ. જયારે ભરત મહારાજાએ અરિસામાં શરીરની આંતરિક વિકૃતિના દર્શન કર્યા. આપણે અલંકારોના સંયોગથી સુંદર લાગતા રૂપના દર્શન કરીએ છીએ. જ્યારે તેઓએ જ્ઞાન-દર્શનચારિત્રરૂપ ગુણોથી શોભતાં આત્માના દર્શન કર્યા. બસ આ જ કારણે તેઓને સાચી દિશા અને દશા પ્રાપ્ત થઇ. જ્યારે તમને અને મને હજી સુધી સાચો રસ્તો પણ જડતો નથી. વ૬૮. માત (2) પાસ - આત્મિક (ઈ.) (આત્મપ્રદેશ) વ૬૬. માત (4) રિઝુ - માત્મપરિપત્તિ (સ્ત્રી) (આત્માના અધ્યવસાય, જીવના આત્મિક પરિણામ) 286 0