________________ ગૂઢભાષા દ્વારા પ્રાયશ્ચિત્તનું દાન કરે.’ આ વ્યવહારને આજ્ઞાવ્યવહાર કહેવામાં આવે છે. ગુરુ પણ જે આજ્ઞાપરિણામક હોય તેવા શિષ્યને જ અન્ય ગીતાર્થ ગુરુ પાસે મોકલે છે. જેને-તેને નહીં. માલિની - ગાજ્ઞાત્રિ () (6) (ધર્મધ્યાન, જિનતત્ત્વનો નિશ્ચય કરવો તે) જિનેશ્વર ભગવતે કહેલા તત્ત્વોનો કે તેમના વચનોનો ચિંતન પૂર્વક નિર્ણય કરવો તે આજ્ઞાવિચય કહેવાય છે. સમ્મતિતર્કના તૃતીય કાંડમાં કહેલું છે કે કેટલાક તત્ત્વોનો બોધ અતીન્દ્રિય હોવાથી હેતુ, ઉદાહરણાદિ પચાવયવી વિદ્યમાન હોતે છતે બુદ્ધિની વિકલતા હોવાના કારણે અત્યંત દુખેથી બોધ થઇ શકે તેવા પરલોક, બંધ, મોક્ષ, ધર્મ, અધર્માદિતત્ત્વોમાં આHવચનાનુસારે તેનો બોધ કરવો, નિર્ણય કરવો તે આજ્ઞાવિચય છે. आणाविराहणा - आज्ञाविराधना (स्त्री.) (આજ્ઞાનું ખંડન, અનુષ્ઠાનનું પાલન ન કરવું) आणाविराहणाऽणुग - आज्ञाविराधनाऽनुग (त्रि.) (આજ્ઞાનું પાલન ન કરનાર, આજ્ઞાનો ભંગ કરનાર) જેમ આકાશમાં ધુમાડો જોઇને નક્કી થાય છે કે નીચે ક્યાંક અગ્નિ સળગી રહ્યો છે. અગ્નિના અભાવમાં ધુમાડો સંભવતો જ નથી. તેવી રીતે કોઈ જીવ આજ્ઞાનુસાર વર્તતો નથી. અથવા નિરાદર પણે કે વિપરીતપણે અનુષ્ઠાનોનું પાલન કરે છે. તો તેનાથી એ નિશ્ચિત થાય છે કે જીવના આત્મા પર દુષ્યને એટલે કે અશુભ અધ્યવસાયે પોતાની પક્કડ જમાવી છે. આથી જ તે જીવ આજ્ઞાનું પાલન કરવાને બદલે તેનો ભંગ કરી રહ્યો છે, જેમ અગ્નિથી ઉત્પન્ન થયેલ ધુમાડો બધે જ અંધકાર ફેલાવે છે. તેવી રીતે અશુભ અધ્યવસાય જન્ય આજ્ઞાનું વિપરીત પાલન આત્મા પર અજ્ઞાન અને કર્મનું અંધકાર ઉપજાવે છે. आणाविवरीय - आज्ञाविपरीत (त्रि.) (આજ્ઞાથી વિપરીત, આપ્તવચનથી વિપરીત) आणावेतव्व - आज्ञापयितव्य (त्रि.) (આજ્ઞા આપવાને યોગ્ય, આદેશ કરવા યોગ્ય). ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેલું છે કે “શિષ્ય ગુરુ માટે વૃક્ષ સમાન હોય છે.... જેવી રીતે માર્ગમાં ઊભેલો વડલો આવતાં-જતાં મુસાફરોને વિસામાનું સ્થાન બને છે. તેવી રીતે ગુરુના અંતરની વાતો, વેદના, ભાવનાને વિસામો આપવાનું કાર્ય શિષ્ય કરે છે. એટલે કે શિષ્ય એવો હોય કે ગુરુ પોતાના હૈયાની દરેક વાત તે શિષ્યને કહી શકે. આથી જ શાસ્ત્રોમાં કહેવું છે કે ગુરુ જેવા તેવા શિષ્યને આદેશ, ઠપકો કે હિતોપદેશ નથી આપતાં. પરંતુ જે આદેશને યોગ્ય હોય તેવા પ્રજ્ઞાપનીય શિષ્યને જ હિતશિક્ષાદિ કરે માWHIR - JIHIR (ત્રિ) (આજ્ઞાપ્રધાન, આપ્તવચનપ્રધાન) સંસારના મોહને ઉતારીને સંયમનો ભેખ જેણે ધારણ કર્યો છે. તેવા મોક્ષમાર્ગના સાધક સાધુનું જીવન કેવું હોવું જોઈએ તેણે કેવા અનુષ્ઠાનોનું પાલન કરવું જોઇએ?, તેણે કેવા વિચારોનું મનન કરવું જોઇએ?, તેણે કેવા વચનોનું ઉચ્ચારણ કરવું જોઇએ? આવા પ્રશ્નો દરેકના મનમાં ઉદ્ભવે એ સહજ છે. આનું સમાધાન શાસ્ત્રોમાં ઠેર ઠેર આપવામાં આવેલું છે. પંચાશક જેવા ગ્રંથમાં કહેલું છે કે મોક્ષમાર્ગના અભિલાષી જીવના મન-વચન અને કાયાને પ્રત્યેક પ્રવૃત્તિ આજ્ઞાનુસાર હોવી જોઇએ. અર્થાત્ શાસ્ત્રમાં કહેલ વિધિ-પ્રતિષેધયુક્ત હોવી જોઇએ. જે મુનિવરનું જીવન આજ્ઞાપ્રધાન હોય છે તે અન્ય જીવો માટે દીવાદાંડી સમાન હોય છે. માસિદ્ધ -- શ્રાજ્ઞસિદ્ધ (ઉ.). (આપ્તવચનથી સિદ્ધ)