________________ મામય - સનામિત (B). (1. કાંઈક નમાવેલ 2. આધીન કરેલ) દુનિયામાં જેટલી પણ વિસંગતતાઓ દેખાય છે તે બધા જ કર્મપરિણામે ઉત્પન્ન થયેલી છે. કોઇક અમીર છે તો કોઇક ગરીબ, કોઇક બળવાન છે તો કોઇક નિર્બળ, કોઇક રૂપવાન છે તો કોઇક કુરૂપ આ બધા જ ભાવો કર્મના પરિણામે ઉત્પન્ન થાય છે. કર્મપરિણામ નામના રાજાની ભ્રમરો કંઇક ઉંચી-નીચી થાય છે એટલા માત્રમાં જીવોના ભાગ્ય પલટાઈ જાય છે. શ્રીમંત ગરીબ, ગરીબ શ્રીમંત બની જાય છે. બળવાન નિર્બળ અને નિર્બળ બળવાન બની જાય છે. આથી જ સંસારમાં કર્મ એ જ બળવાન છે. બાકી બધા નિઃસહાય અને નિર્બળ છે. માત્ત - માસામા2 () (આમ્રવચન માત્ર) માફુ - માજ્ઞfa (સ્ત્રી) (આમ્રવચનમાં શ્રદ્ધા, આગમ બહુમાન) મનુષ્યનો ભવ મળવો અત્યંત દુર્લભ છે. તેના કરતાં પણ અતિદુર્લભ છે જૈનકુળ મળવું. તેથીય અધિક દુર્લભ છે જૈનધર્મમાં શ્રદ્ધા થવી. કોઇ વિપુલ પુણ્યના ઉદયે કદાચ જૈનકુળ મળી જવું હજીય આસાન છે. પરંતુ જૈનકુળ મળ્યા પછી જૈનધર્મ ગમવો અતિકઠિન છે. શાસ્ત્રોમાં કહેવું છે કે દેશથી જેના રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાનનો ક્ષય થયો હોય, તેવા જીવને દેવ-ગુરુએ કહેલા તત્ત્વોમાં શ્રદ્ધા થવી તે આજ્ઞારૂચિ છે. માપતિ - માાન (ન.). (1. હાથીને બાંધવાનો સંભ, બંધન સ્થાન 2. હાથીને બાંધવાનું દોરડું) હાથી જેવા મહાકાય પ્રાણીને બાંધવા માટે આવતા સ્તંભને સંસ્કૃતમાં આલાન કહેવાય છે. જેમ ગાયને કે ભેંસને ખીલે બાંધી શકાય છે. પરંતુ હાથીને ખીલે બાંધી ન શકાય. તેને તો સાંકળ વડે મોટા થાંભલા સાથે જ બાંધવો પડે. કેમ કે મહાવતને ખબર છે કે ખીલાને ઉખાડીને ફેંકવામાં હાથીને બહુ જોર કરવું પડતું નથી. એક પળમાત્રમાં તે ખીલાને ઉખાડીને ફેંકી શકે છે. આથી તેને અંકુશમાં રાખવા માટે થાંભલો જ યોગ્ય સ્થાન છે. તેવી જ રીતે આપણા આત્મા પર જામી ગયેલા રાગ, દ્વેષ, અજ્ઞાન, ક્રોધ, ઇર્ષ્યા, માયા વગેરે દુર્ગુણો મોટા હાથી જેવા થઇ ગયા છે. તેને અંકુશમાં રાખવા માટે જિનધર્મ જેવો સ્તંભ બીજો કોઇ જ નથી. જો આપણે તે જિનધર્મરૂપી ખંભથી બંધાઇને રહીશું તો દુર્ગુણોની મજાલ નથી કે આપણને કોઈ નુકસાન પહોંચાડી શકે. માપHIRāમ - માનસ્તંભ (ઈ.) (હાથીને બાંધવાનો સ્તંભ) મા - આવિ (.) (આજ્ઞાવર્તી, આજ્ઞાનું પાલન કરનાર) માણાવટ્ટ() - સાવર્તિન (13) (આજ્ઞાનું પાલન કરનાર, આસોપદેશાનુસાર વર્તનાર) સાપવિવIR - પ્રાજ્ઞવ્યવહાર (ઈ.) (વ્યવહારનો એક ભેદ) પ્રવચન સારોદ્ધારાદિ ગ્રંથમાં કહેવામાં આવેલું છે કે જેમનું જંઘાબળ સર્વથા ક્ષીણ થઈ ગયું છે. જે વિહાર કરવા સર્વથા અક્ષમ છે. તેવા ગીતાર્થ આચાર્યને જ્યારે પ્રાયશ્ચિત્ત કરવું હોય, ત્યારે નજીકમાં રહેલા અન્ય ગીતાર્થ પાસે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે. પરંતુ તેવા બીજા ગીતાર્થ સાધુનો નજીકમાં જોગ ન હોય અને છતાં પણ પ્રાયશ્ચિત્ત કરવાની તીવ્ર ઝંખના હોય. તે સમયે દૂર રહેલા અન્ય ગીતાર્થ પાસે પોતાના શિષ્યને ગુઢભાષા દ્વારા સંદેશો મોકલે. તે ગીતાર્થ ગુરુભગવંત પણ આવેલા શિષ્યની વાત સાંભળીને