________________ આપણે સામાન્યથી એટલું સમજીએ છીએ કે જે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા કરે છે તે જીવ છે. પરંતુ શાસ્ત્રમાં શ્વાસોચ્છવાસને એક પર્યામિ માનવામાં આવેલી છે. પ્રવચનસારોદ્ધારાદિ ગ્રંથમાં કહેલું છે કે શ્વાસોચ્છવાસ વર્ગણાના પગલોને ગ્રહણ કરીને તેને શ્વાસોચ્છવાસરૂપે પરિણાવી તે પુદ્ગલોનો ત્યાગ કરવો તે શ્વાસોચ્છવાસ નામની પર્યાપ્તિ જાણવી. आणापाणवग्गणा - आणप्राणवर्गणा (स्त्री.) (શ્વાસોચ્છવાસયોગ્ય વર્ગણાના પુદ્ગલો) જેવી રીતે ટેબલ એક પુદ્ગલ છે. પુસ્તક એક પુદ્ગલ છે. એક રીતે કહીએ તો જેને પકડી શકાય તે તમામ વસ્તુ પુદ્ગલ છે. શાસ્ત્રમાં શ્વાસોચ્છવાસને પણ પુગલ સ્વરૂપ માનેલું છે. જીવ શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે અને મૂકે છે. તેથી તે પુદ્ગલ છે. આ પુદ્ગલોના સમૂહને વર્ગણા કહેવામાં આવેલી છે. એટલે કે શ્વાસોચ્છવાસ યોગ્ય પુદ્ગલોનો સમૂહ તે શ્વાસોચ્છવાસ વર્ગણા છે. 37 Trang - ATMLUT( ) (કાળવિશેષ) * બાપુનુ () (કાળવિશેષ) જેટલા કાળ પ્રમાણમાં એક શ્વાસોચ્છવાસ લેવાય અથવા એક શ્વાસોચ્છવાસ લેવામાં જેટલો સમય લાગે તેને આનપ્રાણ કાળ કહેવાય છે. સૂર્યપ્રજ્ઞપ્તિ નામક આગમમાં એક શ્વાસોચ્છવાસનો કાળપ્રમાણ જણાવતા કહ્યું છે કે ત્રણ હજાર ચારસોને બાવન આવલિકા બરાબર જે સમય થાય તે એક શ્વાસોચ્છવાસ કાળ કહેવાય છે. માવલિ - જ્ઞાન (કિ.). (આસોપદેશથી શૂન્ય, સ્વચ્છેદી, આજ્ઞારહિત). સર્વજ્ઞ ભગવંતે બતાવેલ અનુષ્ઠાન કે ચારિત્ર સંસારને તારનારું કહેવું છે. એટલે જે જીવ શાસ્ત્રોક્ત વિધિથી તેનું પાલન કરે છે. તેની બધી જ ક્રિયા મોક્ષફળ આપનારી બને છે. પરંતુ જે ગૃહસ્થ કે સાધુ સર્વજ્ઞ વચનની ઉપેક્ષા કરીને સ્વમતિ અને સ્વેચ્છાપૂર્વક ચારિત્રનું પાલન કરે છે. તેની બધી જ ક્રિયા કર્મબંધ કરાવનારી અને સંસાર વધારનારી કહેલી છે. પંચાશક ગ્રંથમાં કહેલું છે કે જે અનુષ્ઠાન આજ્ઞાબાહ્ય હોય છે તે મોક્ષનું અંગ બની શકતું નથી. આજ્ઞાપૂર્વકની નાની પણ ક્રિયા મોક્ષફળ આપવા માટે સક્ષમ છે. आणाबलाभियोग- आज्ञाबलाभियोग (पु.) (હુકમ અને બલાત્કારનો પ્રયોગ કરવો, જબરજસ્તીથી અન્ય પાસે કાર્ય કરાવવું) પોતાનાથી અન્ય પાસે ઈષ્ટ કાર્ય કરાવવા માટે હુકમ કરવો. તેમજ જો તે કરવાની ઇચ્છા ન રાખે તો બલાત્કારનો પ્રયોગ કરવો, એટલે કે જબરજસ્તીએ કાર્ય કરાવવું તેને આજ્ઞાબલાભિયોગ કહેવામાં આવે છે. સાધુની દશવિધ સમાચારમાં આજ્ઞાબલાભિયોગનો નિષેધ કરેલ છે. શ્રમણે તો હમેંશા મૃદુ અને સરળ ભાષામાં ઇચ્છાકારનો પ્રયોગ કરવાનું વિધાન છે. જે સાધુ ઇચ્છાકાર છોડીને આજ્ઞાબલાભિયોગનો પ્રયોગ કરે છે તેને પરપીડા ઉત્પાદન કરવાથી હિંસા અને આભિયોગક કર્મનો બંધ થાય છે. આભિયોગિક એટલે બીજા ભવમાં અન્યના દાસપણાની પ્રાપ્તિ થાય છે. મામા - માજ્ઞામ (ઈ.) (સર્વજ્ઞની આજ્ઞાનો ભંગ, આસોપદેશનું પાલન ન કરવું) શાસ્ત્રોમાં કહેલવિધિએ અનુષ્ઠાનને સેવવું તે આજ્ઞા છે. એટલે કે ઉત્સર્ગ માર્ગે અનુષ્ઠાનનું પાલન તે આજ્ઞા છે. આ આજ્ઞાનો ભંગ બે પ્રકારે થાય છે. જે જીવ અનુષ્ઠાનનું સેવન સર્વથા નથી કરતો. તેને તો આજ્ઞાભંગનો દોષ લાગે જ છે. પરંતુ જે જીવ ઉક્તિવિધિએ પાલન ન કરતાં પોતાની અનુકુળતાને ધ્યાનમાં રાખીને, સ્વમતિ અનુસાર અનુષ્ઠાન સેવે છે. અથવા વિપરીતપણે પાલન કરે છે, તે પણ આજ્ઞાભંગનો દોષી છે. સામાવા - મામાવ8 (કું.) (આજ્ઞાને ભાવનાર, આજ્ઞાનું પાલન કરનાર)