________________ એક જગ્યાએ બહુ જ સરસ વાક્ય વાંચ્યું. જે સ્થાને બુદ્ધિ અટકે છે ત્યાંથી શ્રદ્ધાની શરુઆત થાય છે. એટલે એ વાત નક્કી છે કે બુદ્ધિની એક સીમા હોય છે. અમુક સ્થાનો સુધી તમે પ્રશ્ન કરી શકો છો. અને તે વ્યાજબી પણ છે. પરંતુ કેટલીક બાબતો એવી છે જયાં તમારી બુદ્ધિ વામણી સાબિત થાય છે. ત્યાં બુદ્ધિ સર્વથા બ્લાઈન્ડ થઇ જાય છે. ત્યારે તે તત્ત્વોને સમજવા કે સ્વીકારવા માટે શ્રદ્ધા આગળ આવે છે. આપ્તપુરુષો અને તેમના કહેલા તત્ત્વોનો નિઃશંકપણે સ્વીકાર તે શ્રદ્ધા છે. આ પ્રવચનોથી જે પદાર્થોની પુષ્ટિ થઇ હોય. તે પદાર્થો આપ્તવચનસિદ્ધ કહેવાય છે. અને તેવા પદાર્થોમાં માન્યતા રાખવી તે શ્રદ્ધા છે. મળનંત - માનયિમાન (ર.) (પ્રાપ્ત કરાતો, લવાતો) મf (f) - માનત (ઉ.) (લવાયેલ, પ્રાપ્ત કરાવેલ) મૌત - માનીત (સ્ત્ર.) (1. કાંઈક નીલવર્ણાય 2. સંપૂર્ણ નીલવર્ણાય 3, નીલવર્ણાય ઘોડો 4. તે જાતિની સ્ત્રીઓ) आणुकंपिय - आनुकम्पिक (त्रि.) (અનુકંપા કરનાર, દયાળુ). સિમકિતના જણાવેલા પાંચ લક્ષણો પૈકી એક લક્ષણ છે અનુકંપાનું. જે જીવે સમ્યક્તને પ્રાપ્ત કર્યું છે તે જીવમાં પરોપકારવૃત્તિ પ્રકૃષ્ટ કક્ષાએ ખીલી હોય છે.તે જીવ કોઇને દુખી જોઇ શકતો નથી. તેને મનમાં એમ થઇ જાય છે કે હું આ જીવને કેવી રીતે સહાયક બની શકું. માત્ર વિચારથી અટકી નથી જતો. પરંતુ તે વિચાર પ્રવૃત્તિમાં પણ લાવે છે. અને પોતાની શક્તિ અનુસાર તે જીવની તકલીફ દૂર કરવાના પ્રયત્નો પણ કરે છે. તથા જે જીવના દુખ દૂર કરવા પોતે સક્ષમ નથી હોતો તેના માટે ભાવદયા ચિંતવે છે. आणुगामिय - आनुगामिक (त्रि.) (1. અનુસરનાર, પાછળ પાછળ આવનાર 2. અવધિજ્ઞાનનો એક ભેદ) પાંચ જ્ઞાન અંતર્ગત અવધિજ્ઞાન તે ત્રીજું જ્ઞાન છે. આ અવધિજ્ઞાનના આનુગામિક અને અનનુગામિક એમ બે ભેદ છે. આનુગામિકનો અર્થ છે અનુસરનાર. જેવી રીતે સેવક પોતાના માલિકને અનુસરે છે. તે જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેમની પાછળ પાછળ ફરતો રહે છે. તેવી રીતે આનુગામિક ભેદનું અવધિજ્ઞાન તેના સ્વામીને પ્રત્યે કસ્થાને સેવે છે. અર્થાત્ જેને આ અવધિજ્ઞાન થયું હોય તે જીવ જ્યાં પણ જાય ત્યાં પ્રત્યેક સમયે અવધિજ્ઞાન તેની સાથેને સાથે રહે છે. आणुगामियत्ता - आनुगामिकता (स्त्री.) (પરંપરાએ સુખનો અનુબંધ, ભવોભવ સાથે આવનાર સુખ) ઔષધિ બે પ્રકારની હોય છે. એક રોગને તાત્કાલિક શાંત કરી દે છે, પરંતુ તેનો સંપૂર્ણ નાશ નથી કરતી. જ્યારે બીજી ઔષધિ રોગનો સંપૂર્ણ નાશ કરે છે અને પરંપરાએ સ્વાથ્યપ્રદ હોય છે. તેવી જ રીતે પ્રવૃત્તિ બે પ્રકારે છે. તમારા કેટલાક વ્યવહારો આવેલા કષ્ટોને તાત્કાલિક પૂરતા દૂર તો કરી દે છે. પરંતુ તેનો સર્વથા ક્ષય નથી કરતાં. જ્યારે તપ, દાન, શીલ વગેરે અનુષ્ઠાનોનું આચરણ માત્ર તમારા ભાવરોગોનો નાશ નથી કરતું. પરંતુ પરંપરાએ સુખનો અનુબંધ કરાવનાર હોય છે. आणुधम्मिय - आनुधार्मिक (त्रि.) (1. ધર્માનુયાયી વડે આચરાયેલ 2. સર્વધર્મ સમ્મત) આચારાંગ સૂત્રમાં આ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. પરમાત્મા પંચમુષ્ટિ લોચ કરીને સંયમને સ્વીકારે છે, ત્યારે ઇન્દ્ર પરમાત્માના ખભા ઉપર દેવદૂષ્ય નાંખે છે. સમસ્ત સંસારનો મોહ ત્યજનારા પરમાત્માને દેવદૂષ્યની શી જરૂર? જો તેઓ બધા અલંકારો ત્યજી શકે છે, તો પછી ઇન્દ્રને ના નથી પાડી શકતાં કે ભાઈ! મારે આ દેવદૂષ્યની જરાય જરૂર નથી. ના કેમ કે દેવદૂષ્ય ધારણ કરીને તેઓ ભવિષ્યમાં તેમને અનુસરનારા અનુયાયીઓને સંદેશો આપવા માંગે છે કે વ્યવહારમાં રહેવા માટે તમારે પણ વસ્ત્ર ધારણ કરવું જરૂરી છે. 279