________________ આગાર શબ્દનો અર્થ થાય છે ઘર. જેણે આજીવન ઘરનો ત્યાગ કર્યો હોય તેને અણગાર કહેવાય છે. પરંતુ સર્વવિરતિ ચારિત્રનો સ્વીકાર કર્યા વિના ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષા વ્રત અને બાર શ્રાવક વ્રતોનું પાલન કરવું તેને આકારચારિત્ર ધર્મ કહેવાય છે. અને જે જીવ આગારચારિત્ર ધર્મનું પાલન કરે છે તેને શ્રાવક કહેવાય છે. आगारभाव - आकारभाव (पुं.) (આકૃતિરૂપ પર્યાય, વસ્તુનું સ્વરૂપવિશેષ) आगारभावपडोयार - आकारभावप्रत्यवतार (पु.) (આકારના પર્યાયનો આવિર્ભાવ કરવો, વસ્તુનું સ્વરૂપવિશેષ) आगारगलक्खण - आकारलक्षण (न.) (લક્ષણવિશેષ, સ્વરૂપવિશેષ) જેવી રીતે આયુર્વેદ શાસ્ત્ર છે. જ્યોતિષ શાસ્ત્ર છે. તેવી જ રીતે સામુદ્રિક નામનું પણ એક શાસ્ત્ર આવે છે. આ શાસ્ત્રમાં સ્ત્રી અને પુરુષના શરીરના લક્ષણોની ચર્ચા કરવામાં આવેલી છે. તેમના તે તે લક્ષણોના જાણકાર પુરુષ સ્ત્રી-પુરુષના બાહ્યલક્ષણો જોઇને તેમના ભૂત-ભાવીનું કથન કરી શકે છે. જેમ તીર્થંકર વગેરે ઉત્તમ પુરુષના શરીર ઉપર ધજા, કળશ, ચક્ર વગેરે ચિહ્નો અંકિત હોય છે. તેવી જ રીતે મધ્યમ અને અધમ પુરુષની આકૃતિ પણ તેમના સ્વભાવનું કથન કરતી હોય છે. आगारविगार - आकारविकार (पुं.) (આકૃતિનો વિકાર, શરીરના હાવભાવ) મનુષ્યના બાહ્ય લક્ષણો તેના મનોગત ભાવોની સાક્ષી પૂરતાં હોય છે. જેમ કોઇ વસ્તુ કે કથન આદિ તમને પસંદ આવશે તો તમારા મુખ પર હાસ્ય ફેલાશે. તમે શબ્દ દ્વારા અભિવ્યક્તિ કરશો. અથવા તાળી, હાથની થપાટ વગેરે હાવભાવ દ્વારા તેને જાહેર કરો છો. તેમજ તમને અણગમતી વાત કે વસ્તુ હશે તો તરત જ તમારું મોઢું બગડી જશે. તમે ત્યાંથી ઉભા થઈને જતા રહેશો કે બીજા આગળ શબ્દો દ્વારા પોતાની અસહમતિ જાહેર કરશો. શાસ્ત્ર કહે છે કે આ બધું જ તમારા જીવનમાં રહેલ ગંભીરતાનો અભાવ સૂચવે છે. ગંભીર પુરુષ તે છે જે સારી કે નરસી પરિસ્થિતિમાં સમભાવપણે વર્તે. મારસુદ્ધિ - મા#િરદ્ધિ (wit) (શુદ્ધિનો એક ભેદ) ધર્મસંગ્રહમાં કહેવું છે કે કોઇએ ઘર પર કન્જો જમાવી લીધો હોય તો રાજા વગેરે પાસે ફરિયાદ કરીને બલાભિ પ્રયોગથી ઘરની શુદ્ધિ કરાય છે. ધર્મારાધના કરવા માટે ગ્રહણ કરવામાં આવતા પચ્ચખાણોને શુદ્ધ કરવા તેમાં આપવામાં આવતા અપવાદોથી પચ્ચખાણની શુદ્ધિ થાય છે. તથા શરીરનો કોઈ ભાગ કે સમુદાયમાં કોઈ શિથિલાચારી વગેરે હોય તો તેને સ્થાનેથી છૂટો કરીને શરીર અને ગચ્છની શુદ્ધિ કરાય છે. આમ આવી ત્રણ પ્રકારની શુદ્ધિ શાસ્ત્રમાં કહેવામાં આવેલી છે. મારિચ - મારુ (ઝિ). (આકૃતિ જાણવામાં કુશળ, સામુદ્રિક શાસ્ત્રનો જાણકાર) * સાત્તિ (.). (1. બોલાવેલ 2. ત્યજેલ, દૂર કરેલ) * Imરિજ (7) (1. વૃક્ષાદિના લાકડામાંથી બનેલું ઘર 2. ચારિત્રસામાયિકનો એક ભેદ) વિશેષાવશ્યક ભાષ્યમાં આગારિક અને અણાગારિક એમ બે પ્રકારના ઘરનું કથન કરવામાં આવેલું છે. જે ઘર વૃક્ષાદિના લાકડામાંથી બનેલા હોય તે આગારિક ઘરો છે. તથા તે સિવાયના ઇંટ, પત્થરાદિમાંથી બનેલ ઘરો અણાગારિક કહેવાય છે. આજના સમયમાં તો બહુલતયા અણાગારિક ઘરો જ જોવા મળે છે. પરંતુ જયાં ભૂકંપબહુલ સ્થાન છે તેવા જાપાન વગેરે સ્થાનોમાં આજે પણ લોકો લાકડાના મકાનોમાં વસવાનું પસંદ કરે છે. ૨પ૬૦