________________ આવિયન - આહવાન (જ.). (કર્કશ વચન, કઠોર વચન) યોગશાસ્ત્રમાં કહેલું છે કે “જેને સાંભળવાથી બીજાને અપ્રિતી ઉત્પન્ન થાય તેવા કર્કશ વચનનો સજ્જન પુરુષે ત્યાગ કરવો જોઇએ.” કેમ કે તે જીવને તમારા કઠોર વચનથી કદાચ તમે ન ગમો તે એકવાર ચાલે. પરંતુ જો તેને પરમ આદરણીય જિનધર્મ પ્રત્યે પણ અપ્રિતી થઈ જાય તે ન જ ચાલે. તેના મોક્ષમાર્ગના નાશમાં તમારું કઠોર વચન પ્રધાન કારણ બને છે. આથી તે તો મિથ્યાત્વી તો બને જ છે, સાથે સાથે તમે પણ અશુભકર્મોને બંધ કરનારા થાઓ છો. માહસુવ - માWWકૃત (જ.) (શ્રુતનો એક ભેદ) आगाढाऽऽगाढकारण - आगाढाऽऽगाढकारण (न.) (તથાવિધ પ્રયોજનવિશેષ,અત્યંત ગાઢ કારણ) આમિ () - મામિન (ર.) (આગન્તુક, ભવિષ્યકાલીન). आगामिपह - आगामिपथ (पुं.) (ભવિષ્યકાળમાં મળનાર વસ્તુનો માર્ગ વિવેકી પુરુષ તે છે જે કોઇપણ કાર્યનો પ્રારંભ કરતાં પહેલા વિચારી લે કે હું જે માર્ગે જઈ રહ્યો છું. તે માર્ગે મારા કાર્યની સિદ્ધિ થશે કે નહીં? જો વિચાર કરતાં ખબર પડે કે તે માર્ગખોટો છે, તો લાંબો વિચાર કર્યા વિના તેનો તુરંત ત્યાગ કરે છે. ભવિષ્યકાળમાં મળનાર વસ્તુ સુધી તમે પહોંચી શકશો કે નહીં તે વાત તમે પસંદ કરેલો માર્ગ નક્કી કરે છે. જો માર્ગ સાચો હશે તો તમે પ્રાપ્તવ્ય વસ્તુ મેળવીને જ રહેશો. आगामिय - आकामिक (त्रि.) (અનિચ્છિત, અપેક્ષારહિત) જિનેશ્વર ભગવંતે કહ્યું છે કે “સુખ કે દુખ કોઇ વસ્તુમાં નથી રહ્યું. તે તો તમારા શરીરની અંદર બેઠેલા આત્મામાં રહેલું છે. વસ્તુની તાકાત નથી કે તે તમને સુખી કરી શકે કે દુખી, ઇચ્છિત વસ્તુ જોઇને તમને આનંદ થાય છે. કારણ કે તેમાં તમારી અપેક્ષા બંધાયેલી છે. જેથી તમને એવું થાય છે કે આ વસ્તુના કારણે મને સુખ મળ્યું. તથા અનિચ્છિત વસ્તુ છે અને જે દુઃખની લાગણી થાય છે, તે પણ તમારા આત્મભૂમિમાં ઉત્પન્ન થયેલ અનુભૂતિ છે. બાકી જડને તો પોતાનામાં જ સંવેદના નથી તો તે બીજામાં શું લાગણી ઉત્પન્ન કરાવી શકવાનો.” * મwifમ (ર.). (ગામરહિત, શહેર વગરનું) માPIR - મા##3 (ઈ.) (1. આકૃતિ, આકાર 2. ભેદ, પ્રકાર 3. સ્વરૂપ 4. અપવાદ, છૂટ 5. વિશેષ લક્ષણ) જૈન પારિભાષિક શબ્દ તરીકે આગારનો અર્થ અપવાદ કરવામાં આવેલો છે. આ અપવાદો કાયોત્સર્ગમાં અને નવકારશી, પોરસી, ઉપવાસ વગેરે કોઇ પચ્ચખ્ખાણ કર્યું હોય તેમાં આપવામાં આવેલા હોય છે. ગુરુવંદન ભાષ્ય અને પચ્ચખ્ખાણ ભાષ્યમાં આનું વિસ્તૃત સ્વરૂપ બતાવવામાં આવેલું છે. आगारगोवणा - आकारगोपना (स्त्री.) (બહોતેર કલાની અંતર્ગત એક કલાનો ભેદ) आगारचरित्तधम्म - आगारचरित्रधर्म (पुं.) (ગૃહસ્થ ધર્મ, ચારિત્રનો એક ભેદ) 255