________________ आगलिय - आगलित (त्रि.) (નિવારેલ, અટકાવેલ, પાછું વાળેલ). મા8િ - મા+I8(રે.) (ગ્લાન, રોગી) મઢિ- માઢ(કિ.). (1. પ્રબળ, દુઃસાધ્ય 2. અપવાદ, વિશિષ્ટ કારણ 3. અત્યંત ગાઢ) શાસ્ત્રીય વિધાન છે કે વર્ષ દરમિયાન શ્રમણે આઠ મહિના એક સ્થાને કારણ વિના સ્થિરવાસ ન કરવો. પરંતુ ચોમાસાના ચાર મહિના એક જ સ્થાને રહીને સંયમની આરાધના કરવી. ચોમાસામાં વિહાર કરવાથી જિનાજ્ઞા ખંડન કરવાનું પાપ લાગે છે. અને તેના માટે પ્રાયશ્ચિત્ત લેવું પડે. આ વાત ઉત્સર્ગમાર્ગને આશ્રયીને કહેલી છે. પરંતુ છેદ ગ્રંથ વગેરેમાં કહેવું છે કે કેટલાક ખાસ વિશિષ્ટ કારણો ઉપસ્થિત થયે છતે સાધુએ ચાલુ ચોમાસે કે વરસતે વરસાદે પણ વિહાર કરવો પડે તો કરી શકે. જેવા કે દુકાળ, જિનધર્મ દ્રષીઓનો ભય, રાજભય, ચારિત્રવિરાધના વગેરે આગાઢ કારણોએ આત્મા અને સંયમની રક્ષાર્થે ચાલુ ચોમાસે પણ તેમને વિહાર કરવાની જિનાજ્ઞા છે. ગાહનોન - મહિયા (4) (યોગવિશેષ, ગણિયોગ) જેવી રીતે નવકાર વગેરે સૂત્ર ભણવા માટેની છૂટ લેવા માટે ઉપધાન તપનું શાસ્ત્રીય વિધાન છે. તેવી જ રીતે સાધુ ભગવંતને આગમોનો અભ્યાસ કરવા માટે તે તે આગમના જોગ કરવા પડતા હોય છે. જે તે આગમ ભણવા માટે નિશ્ચિત દિવસ સુધી તપ, ક્રિયા, સાધના કરવી પડતી હોય છે. તે પૂર્ણ કર્યા પછી જ તેઓ આગમ સૂત્રને ભણવાના હકદાર ગણાય છે. આ જોગોમાં કેટલાક જોગ આગાઢ અને કેટલાક અણાગાઢ હોય છે. અર્થાત્ જે અણાગાઢ જોગ હોય તેમાંથી કારણવિશેષ ઉપસ્થિત થયે છતે પાછા બહાર નીકળી શકે છે. જ્યારે ભગવતી વગેરે આગાઢ સૂત્રોના જોગમાં પ્રવેશ કર્યા પછી ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે તો પણ તે પૂર્ણ કર્યા વિના બહાર નીકળી શકાતું નથી. માપન - માઢ(). (આગમ, શાસ્ત્ર) એક એન્જિનીયર એવો છે જેણે હજી હમણાં જ નવી નવી ડીગ્રી લીધી છે. અને એક એન્જિનીયર એવો છે. જેને ડીગ્રી લીધે વર્ષો . થયા છે. અને તેણે અનેક જગ્યાએ કામ કરીને ખાસો એવો અનુભવ પ્રાપ્ત કર્યો છે. સાચું કહેજો આ બન્નેમાં તમે વધારે માર્ક કોને આપશો અથવા વધારે ભરોસો કોના પર કરશો જે અનુભવી છે તેના ઉપર જ ને બસ એ જ થિયરી શાસ્ત્રનો માત્ર અભ્યાસ કરેલ જીવ અને શાસ્ત્રાભ્યાસ સાથે જેણે પોતાની બુદ્ધિને પણ તદનુસાર કેળવી છે તેવા ગીતાર્થ જીવ માટે લાગુ પડે છે. દરેક જટિલ પ્રશ્નોનો જેટલો સારો માર્ગ શાસ્ત્રભાવિત મતિવાળો સાધુ કાઢી શકશે. તેટલો સારો માર્ગ માત્ર શાસ્ત્રાભ્યાસી સાધુ નહીં કાઢી શકે. आगाढपण्ह - आगाढप्रश्न (पुं.) (અત્યંત દુર્ભેદપ્રશ્ન, જલિ પ્રશ્ન) आगाढपरियावण - आगाढपरितापन (न.) (અત્યંત પીડા ઉત્પન્ન કરનાર તાપ) आगाढमुसावाइ (न्) - आगाढमृषावादिन् (त्रि.) (અત્યંત મૃષાવાદી, અસત્ય બોલનાર). વ્યવહારસૂત્રમાં આગાઢમૃષાવાદીનો અર્થ કરતાં લખ્યું છે કે જે સાધુ કે સાધ્વી કુલ, ગણ કે સંઘનું કાર્ય ઉપસ્થિત થયે છતે, વિચારીને કે વિચાર્યા વિના રાગદ્વેષ અને અજ્ઞાનથી અસત્યનું ઉચ્ચારણ કરે તે આગાઢમૃષાવાદી છે.' 2540