________________ મા+R% - માર્ય (મત્ર.) (બોલાવીને) સાWત્ર - mત્ર (પુ.) (1. ઉદીરણાનું અપરના 2. સમાન પ્રદેશમાં રહેવું 3. સમભાવમાં રહેવું). કર્મોની જેમ બંધ, ઉદય અને સત્તા એક અવસ્થા છે તેવી જ રીતે ઉદીરણા પણ એક અવસ્થા જ છે. સત્તામાં પડેલા બીજા કર્મોની સ્થિતિને આત્મપુરુષાર્થ વડે બલાત્કારે ખેંચીને ઉદયમાં લાવીને તેનો ક્ષય કરવો તેને ઉદીરણા કહેવામાં આવે છે. જેનો પૂર્વાચાર્યો આગાલ આવા અપનામ વડે પણ ઉલ્લેખ કરે છે. #aa (. ) (1. આકાશ, છ દ્રવ્યોમાંનું એક ર. પ્રકાશ) નવતત્ત્વમાં કહેલું છે કે જગતુ પદ્રવ્યાત્મક છે. તે છ દ્રવ્ય સિવાયનું સાતમું કોઈ જ દ્રવ્ય નથી. અને તે દરેક દ્રવ્યોના ગુણ અને પર્યાય હોય છે. આ છ દ્રવ્ય અંતર્ગત આકાશ નામનું દ્રવ્ય છે. જેને બાકીના પાંચેય દ્રવ્યોનું આધારભૂત કહેલું છે. કારણ કે આકાશનો અર્થ થાય છે અવકાશ-જગ્યા અને સ્થાન આપવાનું કાર્ય આકાશનું છે. આથી આકાશ દ્રવ્ય તે ક્ષેત્ર છે અને બાકીના પાંચ તેમાં રહેનારા ક્ષેત્રી છે. તથા આ આકાશ દ્રવ્ય લોક અને અલોક એમ બન્ને સ્થાને વ્યાપીને રહેલું છે. માW - પ્રશ્ના (કિ.) (આકાશમાં ગમન કરનાર પક્ષી વગેરે) HIRI - મામા (સ્ત્ર) (આકાશગામિની વિદ્યા, વિદ્યાવિશેષ) વિદ્યાપ્રજ્ઞપ્તિ આગમની અંદર ઘણી બધી વિદ્યાનું કથન કરવામાં આવેલું હતું. પરંતુ કાળ પ્રભાવે ઘણા બધા પાઠ તેમાંથી વિલુપ્ત થઇ ગયા. મળતા પાઠોને અનુસાર તેમાં કેવા કેવા પ્રકારની વિદ્યાઓ હતી તેનું સ્વરૂપ જાણવા મળે છે. તે આગમમાં આકાશmમિની વિદ્યાની વાત આવે છે. જેના પાઠનું ઉચ્ચારણ કરવાથી વ્યક્તિ આકાશમાં ઉડી શકે. જેવી રીતે આજે આપણે હવામાં ઉડતા પ્લેનો જોઇ શકીએ છીએ. આકાશમાં ઉડતાં પક્ષીઓ જોઇએ છીએ. એવી જ રીતે તે વિદ્યાના પ્રભાવથી તેનો સાધક વગર સાધને હવામાં ઉડી શકે અને એક સ્થાનેથી બીજા સ્થાને સ્વેચ્છાએ આવ-જા કરી શકે. અને શાસ્ત્રમાં વજસ્વામી, પાદલિપ્તસૂરિ વગેરે ઘણા દૃષ્ટાંતો પણ મળે છે. પાસ(1) - સામિન (9) (આકાશમાં ગમન કરાનાર, પક્ષી વગેરે) आगासस्थिकाय - आकाशास्तिकाय (.) (આકાશ પ્રદેશનો સમૂહ, દ્રવ્યવિશેષ) શાસ્ત્રમાં અસ્તિકાયનો અર્થ કરેલો છે પ્રદેશોનો સમૂહ. એટલે અસંખ્ય કે અનંત સંખ્યાત્મક જે પ્રદેશો છે તે બધાનું સમૂહરૂપે અસ્તિત્વ તે અસ્તિકાય કહેવાય છે. લોકાલોક વ્યાપી અને અરૂપી એવા આકાશ પ્રદેશના સમૂહનો જથ્થો તે આકાશાસ્તિકાય નામક દ્રવ્ય કહેવાય છે. आगासत्थिकायदेस - आकाशास्तिकायदेश (पं.) (આકાશ પ્રદેશનો એક ભાગ) જો કે આકાશ દ્રવ્ય સમસ્ત લોક અને અલોકને વ્યાપીને રહેલું છે. આથી તેને જુદું પાડવું અશક્ય છે. આથી બુદ્ધિની કલ્પનાએ તેના એક પિંડરૂપ ભાગમાંથી જુદો ભાગ કલ્પવો તે દેશ કહેવાય છે તથા તે જ દેશથી અવિભાજ્ય અંગરૂપે રહેલ પિંડને પ્રદેશ કહેવામાં આવે છે.