________________ #g - fr (1) (સન્મુખ ખેંચવું) आकड्डविकड्ड - आकर्षविकर्ष (पुं.) (ખેંચતાણ કરવી, સામસામે ખેંચવું) રામાયણ અને મહાભારતમાં જે પણ યુદ્ધ થયું તે ધર્મના માટે જ થયું. પરંતુ બન્નેમાં એક મોટી ખાઇ જેટલો તફાવત છે. જે બન્નેને એક-બીજાથી જુદા પાડે છે. મહાભારતમાં દરેક પાત્ર પોતાની મહત્તા મેળવવા માટે, રાજયસત્તા મેળવવા માટે ખેંચતાણ કરતાં જોવા મળે છે. પાંડવો, કૌરવો, દ્રૌપદી, કર્ણવગેરે દરેક પાત્રો પોતાનું મહત્ત્વ જણાવવા ખેંચાતાણી કરતાં હતાં. જયારે રામાયણમાં સત્તા જતી કરવા માટે દરેક પાત્ર ખેંચાતાણી કરતાં હતાં. રામ કહે સત્તા ભરતને આપો. ભરત કહે રામ નહીં તો હું નહીં. સીતા કહે રામ મહેલમાં તો હું મહેલમાં અને તે વનમાં તો હું પણ વનમાં. લક્ષ્મણ કહે મારે માલિક નથી બનવું. હું તો ભાઇનો દાસ બની રહેવા ઇચ્છું છું. હવે આ બન્ને ઉપરથી નક્કી કરવાનું છે કે આપણે ઘરમાં રામાયણનું સર્જન કરવું છે કે મહાભારતનું. आकविकड़िया - आकर्षविकर्षिका (स्त्री.) (અભિમુખ આકર્ષિત થેયલનું વિપરીત ખેંચવું) માઝUUIT - સાઈન (1) (સાંભળવું) એક જગ્યાએ ખૂબ સરસ વાક્ય વાંચ્યું. જે સારો શ્રોતા બની શકે, તે જ શ્રેષ્ઠ વક્તા બની શકે છે. આજના કાળમાં ખાટલે મોટી ખોટ એ છે કે બધાને વક્તા બનવું છે. બસ મારી વાત સાંભળો. તમે શું કહો છો તેમાં મને રસ નથી. હું બોલું તે જ સાચું. આના કારણે જીવનમાં ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય છે. જે સારો શ્રોતા હોય છે તે જીવનની દરેક સમસ્યાઓનું સમાધાન શોધી લે છે. કેમકે તેણે દરેક પરિસ્થિતિઓને સારી રીતે સમજી હોય છે. માળિય - વિતિ (f) (સાંભળેલું) आकम्हिय - आकस्मिक (त्रि.) (અચાનક, અકસ્માત, કારણ વિના) જ્ઞાની ભગવંતો કહે છે કે ઉપસર્ગો તો મહેમાન જેવા છે. જેમ મહેમાન કોઇપણ પૂર્વ જાણકારી વિના અચાનક આવી ચઢે છે. તેવી જ રીતે દુખો પણ જીવનમાં કોઇપણ જાતના સંદેશા કે અંદેશા વિના આવી જતા હોય છે. તેનું કારણ તમે શોધી શકતાં નથી. તે તમને વિહ્વળ ચોક્કસ બનાવી જાય છે. પરંતુ આશ્વાસનની બાબત એ છે કે જેમ મહેમાન કાયમી નથી રહેતાં, તેવી જ રીતે દુખો પણ જીવનમાં કાયમી સરનામું બનીને નથી. રહેતા, સમય આવ્યે તે પણ ચાલ્યો જાય છે. મક્સિ(fr) - ગાજૂતિ (a.) (આકાર, સંસ્થાન, આકૃતિ) માણસ સારો દેખાવા માટે દરેક જાતના પ્રયત્નો કરતો હોય છે. તે સારો દેખાવવા માટે જાત જાતના દ્રવ્યોના પ્રયોગો કરતો હોય છે. યાવતુ તે દંભનું પણ આચરણ કરે છે. પણ એક વાત સમજી રાખજો જેની આકૃતિ ભલે સારી હોય પરંતુ જેની કૃતિ અર્થાત્ કાર્ય કે વર્તન દુર્જનોચિત હોય છે. તેને લોકો નિંદે છે. તેવા વ્યક્તિનું સમાજમાં કોઇ સ્થાન હોતું નથી. દેશને આઝાદી અપાવનાર ગાંધીજીની આકૃતિ કંઇ સારી નહોતી. તે કંઇ બહુ જ હેન્ડસમ નહોતા. પરંતુ તેમનું કાર્ય એટલું ઉમદા હતું કે જેના કારણે તેમને રાષ્ટ્રપિતા જેવી ઉપાધિ પ્રાપ્ત થઇ. આથી સમજુ પુરુષે આકૃતિ પાછળ સમય વેડફવાની જગ્યાએ પોતાના કૃત્યોને સુધારવાનો પ્રયત્ન કરવો જોઇએ. માફિયંત - Mબ્રિતિમત (ત્રિ) (આકૃતિવાળો, સુંદર, રૂપવાનું) 244