________________ બાહ્ય આકૃતિ અર્થાતુ રૂપ એ પૂર્વકર્મની દેન છે. પૂર્વે કરેલા શુભ કર્મોના કારણે સુંદર રૂપ અવશ્ય મળી જાય છે. પણ ઉદારતા, સાહયકપણું, વિનમ્રતા વગેરે ગુણો તો પરિશ્રમ સાધ્ય છે. સદૂગુરુની નિશ્રામાં રહીને, તેમની આજ્ઞાનુસાર જીવન જીવીને વિનયાદિ ગુણો પ્રાપ્ત થાય છે. રૂપવાન વ્યક્તિની પ્રશંસા તેની વિદ્યમાનતામાં થાય છે. જ્યારે ગુણી પુરુષની પ્રશંસા તો તેની ગેરહાજરીમાં યુગોના યુગો સુધી થાય છે. આફ્રિાય - માJિચ (1) (દરિદ્રતા, નિર્ધનપણું) आकिंचणियव्यय - आकिञ्चन्यव्रत (न.) (પરિગ્રહરહિત, પાંચમું મહાવત) કિંચન એટલે કાંઇક દ્રવ્ય જેવું કે સોનું, રૂપું, રત્ન, પૈસા વગેરે. પરંતુ જેની પાસે આવું કંઈ જ નથી તે અકિંચન છે. સાધુને દીક્ષા સમયે ઉચ્ચરાવામાં આવતું પાંચમું મહાવ્રત એટલે અકિંચન્ય મહાવ્રત. જેને સર્વથા પરિગ્રહ પરિમાણ મહાવ્રત પણ કહેવામાં આવે છે. આ મહાવ્રતનું પાલન સાધુએ જીવનના અંતિમ શ્વાસ સુધી કરવાનું હોય છે. સાધુના જેમ શ્રમણ, મુનિ વગેરે ઉપનામો છે. તેવી જ રીતે શાસ્ત્રીય એક નામ અકિંચન પણ છે. आकीलवास - आक्रीडावास (पुं.) (ગૌતમ દ્વીપમાં રહેતા લવણ સમુદ્રના અધિપતિ સુસ્થિત દેવનો ક્રીડાવાસ) માજીક - ઝાટક (.) (જને આક્રોશ વચન સંભળાવવામાં આવે છે, જેની નિંદા કરવામાં આવે તે) એક વખત ગૌતમ બુદ્ધ ધર્મકથા કરી રહ્યા હતાં. તે સમયે એક વ્યક્તિ આવ્યો અને તેમને જેમ-તેમ ગાળો બોલવા લાગ્યો. ગૌતમબુદ્ધ કાંઇપણ ન બોલ્યા, એટલે પેલો કંટાળીને જતો રહ્યો. થોડી વાર પછી બીજો વ્યક્તિ આવ્યો અને તે બુદ્ધની પ્રશંસા કરવા લાગ્યો. ત્યારે પણ બુદ્ધ શાંત રહ્યા. તેના ગયા પછી શિષ્યએ પૂછ્યું કે તમે બન્ને કાર્યોની પ્રતિક્રિયા કેમ ન આપી. ત્યારે ગૌતમબુદ્ધ બોલ્યા કે ભાઈ! એમાં હર્ષ કે શોક કરવા જેવું કશું જ નથી. જે વ્યક્તિ પાસે જે હતું તે મને આપીને ગયો. ખરાબ પુરુષ પાસે નિંદા હતી એટલે તે મારી નિંદા કરીને ગયો. અને પ્રશંસા કરનાર વ્યક્તિ પાસે સુવાક્યો હતો તો તેણે મને તે આપ્યા. સાધુએ તો બન્ને અવસ્થાનો સ્વીકાર કરવાનો હોય. જય - મલ્જિત (2) (1. આશય, અભિપ્રાય 2. ઇચ્છિત વસ્તુ) જિનશાસનમાં આશયશુદ્ધિ પર વધુ ભાર મૂકવામાં આવેલો છે. તમારી પ્રવૃત્તિ ગમે તેટલી સારી હોય, પરંતુ જો તમારો આશય શુદ્ધ નથી તો તે ક્રિયાનું કોઇ જ મહત્ત્વ નથી. પેટ ચીરવાનું કામ ડોક્ટર પણ કરે છે અને એક ખૂની પણ કરે છે. તેમાં એકને એવોર્ડ મળે છે જયારે બીજાને ફાંસીની સજા મળે છે. આની પાછળ મુખ્ય કારણ છે વ્યક્તિનો આશય. એકનો આશય જીવ બચાવવાનો હતો. અને બીજાનો આશય જાનથી મારવાનો. માટે જો તમારો આશય શુદ્ધ હશે તો કર્મની નિર્જરા અને પુણ્યનો બંધ થશે. પરંતુ જો આશય શુદ્ધ નહિ હોય તો ગમે તેટલી ઉત્કૃષ્ટ ક્રિયા કરશો. તે તમને સદ્ગતિ પણ નહીં અપાવી શકે. आकेवलिय - आकेवलिक (पुं.) (અપૂર્ણ) ઘણી વખત વ્યક્તિ બીજાની આલોચના કરવા લાગે છે. બીજા માટે સાચા-ખોટા અભિપ્રાયો બાંધી લે છે. જ્ઞાની ભગવંતો કહે છે કે સંસારમાં રહેલ કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી બધા જ અપૂર્ણતાને વરેલા છે. આથી કોઇ સો એ સો ટકા સાચો હોઇ ન શકે. બીજાની આલોચના કરતાં પહેલા એક નજર પોતાની ઉપર પણ કરી લેવી જોઇએ, કે શું હું પોતે સંપૂર્ણછું? શું મારાથી કોઇ ભૂલો થતી જ નથી? અથવા મારાથી ભૂલો થઇ ન શકે? જો પ્રત્યેક જણ આ પ્રશ્નોનો વિચાર કરવા લાગી જાય તો હું માનું છું કે ઘણા બધા વિખવાદો કે વિવાદોનું સમાધાન આપોઆપ આવી જાય. 245 -