SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ आवुरिग्गाम - आंबुरिग्राम (पुं.) (શ્રીમતિદેવ નામક જિનેશ્વર દ્વારા સ્થાપિત ગામવિશેષ) માલા - મારૂક્ષ (સ્ત્ર) (ઇચ્છા, અભિલાષા, અપેક્ષા) ન્યાયન ગ્રંથમાં આકાંક્ષાની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે “વાક્ય અને તેના અર્થના જ્ઞાનમાં કારણભૂત જે હોય તે આકાંક્ષા છે. બીજી રીતે કહીએ તો વાક્યની અંતરગત રહેલ પ્રત્યેક પદોને એક-બીજાની અપેક્ષા હોય છે. અને જ્યાં સુધી તે અપેક્ષા ન સંતોષાય ત્યાં સુધી શ્રોતાને વાક્યનો સંપૂર્ણ બોધ થતો નથી. માર્જમાળ - મા (સિ.) (આક્રંદ કરતો, રુદન કરતો, રડતો) અત્યાર સુધી માણસ પોતાના દુખો, તકલીફો અને પીડાઓ માટે રડતો રહ્યો છે. તેને જરાપણ તકલીફ પડે એટલે તરત જ બેચેન બની જાય છે. પરંતુ ક્યારેય બીજાને પડતા દુખો કે થતી પીડાઓ માટે આંખમાં એકબૂદ આંસુ આવ્યા છે ખરા? જવાબ હશે ના. યાદ રાખજો જે બીજા માટે રડે છે તેને કર્મસત્તા ક્યારેય પણ તકલીફ પડવા દેતી નથી. તીર્થંકર પ્રભુ અન્યને થતી પીડા માટે રહ્યાં તો કર્મસત્તાએ તેમને જગભૂજયના સ્થાને બિરાજમાન કર્યા. અને પોતાના માટે રડતા મમ્મણ શેઠને સાતમી નરકમાં ધકેલી દીધો. ઉમાશંઘ - માવ્સ (6) (1, થોડુંક કંપવું, ધ્રુજવું 2. તત્પર, આવર્જન) સુભાષિત સંગ્રહમાં કહેવામાં આવેલું છે કે પૃથ્વીને પહાડોનો, વૃક્ષોનો, મકાનોનો કે સમુદ્રોનો ભાર નથી લાગતો. પરંતુ તેને પાપી જીવે આચરેલા પાપોનો અતિભાર લાગે છે. જેના પ્રતાપે ધરા ધ્રુજી ઉઠે છે. અને ભૂકંપો, સુનામીઓ જેવી હોનારતો સર્જાય માર્જિફા - માણ્ય (અવ્ય.) (1. આરાધના કરીને 2. થોડુંક કંપીને, ધ્રુજીને 3. આવર્જન કરીને) માજિંપ - માપ્ય (અવ્ય.) (1, આરાધના કરીને 2, થોડુંક કંપીને, ધ્રુજીને 3. આવર્જન કરીને) ઝાઝુંપળ - ઝામ્પત (2) (1, આરાધના કરવી 2. થોડુંક કંપવુ 3. આવર્જન, તત્પર) બહાર જતાં પહેલા સ્ત્રી કે પુરુષ શરીરની પૂરેપૂરી રીતે સાજસજ્જા કરતાં હોય છે. અર્થાત્ શરીરનો મેકઅપ કરે છે. અને મેકઅપ કરતાં બધી જ વાતોનું બરાબર ધ્યાન રાખે છે. જેથી કરીને કોઈ ભૂલચૂક ન રહી જાય. અન્યથા બહાર તે કોઇના હાંસીનું પાત્ર ન બને. અથવા બીજા કરતાં તે ઝાંખા ન પડે. શાસ્ત્રકાર પરમર્ષિ પણ કહે છે કે મનુષ્યભવમાં મળેલ દેવ, ગુરુ અને ધર્મની બને એટલી આરાધના કરી લો. જેથી કરીને પરભવમાં તમને ઉચ્ચકુળ, જાતિ, રૂપ, ધન અને જિનધર્મની પ્રાપ્તિ થાય. અન્યથા ક્યાંક કસાઈ કે ભંગીના ઘરમાં જન્મ પામી ગયા તો આખી જીંદગી બીજાના દાસ થઇને જીવવું પડશે. ફુ - મા (6.) (સામે ખેંચવું, સન્મુખ ખેંચવું). મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે પોતાના સ્તવનમાં લખ્યું છે કે “હે વિભુ હું! તમારી ભક્તિ કોઇપણ સ્થલતમાં નહીં છોડું. મારા માટે તો આ ભક્તિ આપને પામવા માટેનું શ્રેષ્ઠ સાધન છે. મને પૂરે પૂરો વિશ્વાસ છે કે મારી ગાંડીઘેલી ભક્તિ તારું ધ્યાન મારા તરફ અવશ્ય ખેંચશે. જેમ લોહચુંબક લોઢાને પોતાની તરફ આકર્ષિત કરે છે. તેવી જ રીતે મારી ભક્તિ પણ તમને મારી તરફ જોવા માટે મજબૂર કરશે.” 2430
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy