________________ आट्टिजमाण - आकोट्यमान (त्रि.) (સંકોચાતુ) કહેવાય છે કે શાશ્વતગિરિરાજ શત્રુંજય તીર્થની તળેટી સૌ પ્રથમ છેક રાજસ્થાન સુધી હતી. પછી અવસર્પિણી કાળના પ્રભાવે સંકોચાતી છેક વડનગર સુધી આવી. ત્યારબાદ પુનઃ સંકોચાતી ગિરનાર પર્વત સુધી આવી અને આમ વારંવાર સંકોચાતી અત્યારે પાલિતણા ગામ સુધી તેની તળેટી આવી છે. અત્યારે વર્તમાનકાળમાં પાલિતણા અને ગિરનાર એમ બે અલગ તીર્થ છે જયારે એકસમયે બન્ને તીર્થો એક જ હતાં. ગિરનારનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નહોતું. પરંતુ તે શત્રુંજય તરીકે જ ઓળખાતો હતો. સાત્તિ - માાિ (મ.) (કરવા માટે) મામા - માકોટ્ટિમ () (1. કોતરેલું, વધેલું 2. ઉંચે ફેંકેલ 3. લખેલ ઉલ્લેખ કરેલ) આ જિનશાસનમાં એવા એવા બુદ્ધિ પ્રતિભાના સ્વામી સાધુ ભગવંતો થઇ ગયા છે કે જેમની વિદ્વત્તાના પરાક્રમો સાંભળીએ તો આજના આઇન્સટાઇન જેવા બુદ્ધિશાળીઓ પણ તમને વામણા લાગે. આર્ય વજસ્વામી એટલા બુદ્ધિશાળી હતા કે કોઈપણ ગાથા કે સૂત્રનું માત્ર એક પદ સાંભળવાથી તેમને આખો ગ્રન્થનો બોધ થઇ જતો હતો. આકાશમાં ઉંચે ફેકેલું આમળું ઉપરથી જઈને નીચે આવે તેટલા સમયમાત્રમાં હેમચંદ્રાચાર્યજી મહારાજ સંસ્કૃતમાં નવા સાડાત્રણ શ્લોકનું નિર્માણ કરી દેતાં હતાં. મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ અને વિનયવિજયજી મહારાજે એક રાત્રિમાં અત્યંત કઠીન એવા દ્વાદશાર નયચક્ર ગ્રંથ કંઠસ્થ કરી લીધો હતો. તમે ગણતા ગણતા થાકી જાવ એવા અપૂર્વ કોટીના વિદ્વાનોની ભેટ આ જિનશાસને આપી છે. મય - માઉત (ઉ.) (કરેલ) * મતિ (ઉ.) (1. છેદેલ 2. ઇરાદાપૂર્વક કરેલ) જેમ જાણકારી પૂર્વક કરવામાં આવેલ દુષ્કર્મ જો તેનું અત્યંત કનિષ્ઠ ફળ આપી શકે છે. તેમ સાચા બોધ પૂર્વક અને ઇચ્છા પૂર્વક કરવામાં આવેલ સત્કર્મ પણ તેનું ઉત્કૃષ્ટ ફળ આપનારું હોય છે. આથી જ અત્યંક કઠોર તપ કરનારો કમઠ અસુરકુમારનો એક સામાન્ય દેવ થયો. જયારે સાચા ભવ અને શ્રદ્ધાથી નવકાર મંત્રનું શ્રવણ કરનાર સર્પ ધરણ નામના દેવોના રાજા ઇન્દ્ર બન્યા. માઠ્ઠિયા - મા1િ (.) (કરવું, ક્રિયા) * સુાિ ( ) (1. છેદન-ભેદનાદિ વ્યાપાર 2. જ્ઞાનપૂર્વકની ક્રિયા) અંધેરી નગરીના રાજાએ ચોરને મૃત્યુદંડ આપ્યો. ચોરને ફાંસી પર લટકાવવામાં આવ્યો. પરંતુ ફાંસીનો ગાળીયો ચોરના ગળા કરતાં મોટો હોવાથી સૈનિકો મૂંઝાયા. દોડીને રાજા પાસે ગયા અને હકીકત જણાવી. આથી અજ્ઞાની એવા રાજાએ હુકમ આપ્યો કે જેના ગળામાં એ ગાળીયો ફીટ આવતો હોય તેને ફાંસીએ ચઢાવી દો. સૈનિકો એક સંન્યાસીને પકડી લાવ્યા. અને તેને ફાંસી પર ચઢાવ્યો. તે વખતે સંન્યાસી જોર જોરથી હસવા લાગ્યો. રાજાએ કારણ પૂછવું. સંન્યાસી બોલ્યા કે જે વ્યક્તિ આજના દિવસે મૃત્યુ પામે તે મોક્ષે જાય. આથી રાજાએ સંન્યાસીને હટાવીને ગાળીયો પોતાના ગળામાં નાંખી દીધો. આની પાછળનું તાત્પર્ય એ છે કે જ્ઞાન વગરની પ્રત્યેક ક્રિયા આત્મ અહિતકારી થાય છે. જ્યારે જ્ઞાનપૂર્વક કરવામાં આવેલી સર્જિયા સુખકારી ફળને અપનાવી બને છે. 4 સાત્તિ (ft.) (1. ઇચ્છા 2. આરાધના 3. ત્યાગ કરેલ 4. સન્મુખ થઇને વર્તવુ 5. નિવર્તવું) 231 -