________________ ગાવળ - ગવર્નન (1) (સન્મુખ થવું) ગુરુવંદન ભાષ્ય ગ્રંથમાં શિષ્યને ગુરુ સંબંધિત પાળવાના વિનય, આશાતના ત્યાગ, વંદન પ્રકાર વગેરેનું વર્ણન કરવામાં આવેલ છે. તેમાં કહ્યું છે કે શિષ્ય અથવા ગૃહસ્થ ગુરુને ગમેત્યારે વંદન કરવાનું હોતું નથી. પરંતુ જયારે ગુરુ પ્રસન્ન મુદ્રામાં હોય. તેમનું મુખ તમારી સન્મુખ હોય અને તમારા વંદનનો જવાબ આપવા જેટલા ઉદ્યત હોય ત્યારે વંદન કરવું. પરંતુ જો તેઓ બીજા કાર્યોમાં વ્યગ્ર હોય તો ત્યારે વંદન ત્યજવું જોઇએ. મા - માd(a.). (કરવું) * સાસુ (સ્ત્રી) (1. હિંસા 2. જાણીને કરવું) અજાણતા કે જ્ઞાન વિના કરેલ હિંસાથી જેમ તીવ્ર કર્મનો બંધ થતો નથી. તેવી રીતે અજ્ઞાનથી કરેલ ધર્મક્રિયા પણ તમને ઉત્કૃષ્ટ ફળ આપનાર થતી નથી. તમે જે પણ પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, ગુરુવાણીનું શ્રવણ વગેરે ધર્મક્રિયા કરો છો તેની પાછળનો હેતુ. તેનું ફળ અને તેનું મહાસ્ય જાણવું તે દરેક આરાધકની નૈતિક ફરજ છે. કારણ કે જ્ઞાન દ્વારા જાણીને કરવામાં આવેલી ક્રિયા તેનું ઉત્કૃષ્ટ ફળ આપનારી થાય છે. સાત્તિ (ઋ.) (1. સન્મુખ થઈને રહેવું 2. આરાધના 3, વારંવાર અભ્યાસ કરવો 4. ઇચ્છા 5. સૂર્ય-ચંદ્રની આવૃત્તિમાંની કોઇ એક આવૃત્તિ 6. નિવર્તવું) સુર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિમાં કહેલું છે કે પાંચ વર્ષનો એક યુગ થાય છે. તથા સૂર્ય કે ચંદ્રનું અંદરના માંડલથી બહાર જવું અને બહારના માંડલથી અંદર આવવું તે ક્રિયાને એક આવૃત્તિ કહે છે. પાંચ વર્ષ દરમિયાન આવી સૂર્યની 10 અને ચંદ્રની 134 આવૃત્તિ થાય છે. તેમાંની કોઇપણ એક આવૃત્તિ.” માd(1) - મકર (સ્ત્રી.) (જાણ પૂર્વક હિંસા કરતો) કોર્ટની અંદર એક વાતનું નિરીક્ષણ કરીને સજા કરવામાં આવતી હોય છે. પહેલી કે વ્યક્તિએ જે ગુનો કર્યો છે તે જાણીને કર્યો છે કે અજાણતા કરેલો છે. જો અજાણતા થયેલ હોય તો તેને નિર્દોષ અથવા અલ્પ સજા કરાર કરવામાં આવે છે. અને જો જાણીને ઈરાદા પૂર્વક કરેલ હોય તો તેને મોટી અને કડક સજા કરવામાં આવે છે. કર્મબંધની પણ કંઇક આવી જ પ્રક્રિયા છે. અજાણતા થયેલ પાપમાં કર્મબંધ અલ્પ છે. પરંતુ જે જીવ જાણી બુઝીને હિંસાદિ અધર્મનું આચરણ કરે છે, તેને ગાઢકર્મનો બંધ થાય છે. અને તેનું ફળ જીવે ફરજીયાત ભોગવવું પડે છે. * માવર્તન (a.) (ફરી ફરી વર્તનાર) શાસ્ત્રમાં બે પ્રકારના જીવો કહેલા છે સંજ્ઞી અને અસંજ્ઞી. જે જીવને પોતે કરેલ પ્રવૃત્તિ દ્વારા બોધ થઇ જાય કે આના દ્વારા મને લાભ છે કે નુકસાન. ત્યારબાદ તે જીવ નુકસાનવાળી પ્રવૃત્તિ પુનઃ નથી કરતો. આવા જીવો સંજ્ઞી કહેલા છે. પરંતુ જે જીવ એકવાર જેનાથી નુકસાન થયું હોય. તે જ વસ્તુમાં વારંવાર પ્રવર્તે તેવા જીવોને અસંજ્ઞી કહેલા છે. જેમ કીડીને અગ્નિનો સ્પર્શ થયા પછી ખબર પડે કે આ પોતાનું અહિત કરનાર છે. છતાં પણ દ્રવ્યની લાલચમાં તે પુનઃ પુનઃ તે જ ક્રિયામાં પ્રવૃત્ત થાય છે. આથી તેને શાસ્ત્રમાં અસંશી કહેલ છે. સાક્U T - આવિર્ય (વ્ય.) (આવર્તન કરીને, પુનરાવર્તન કરીને) - 2302