________________ તમારી પાસે જે વસ્તુ ન હોય અથવા તેમને મળવાની જ નથી. તેવી વસ્તુને છોડવી તે ત્યાગ નથી. તમને કારેલાનું શાક ભાવતું ન હોય અને તેને તેની બાધા લો તો તે સાચા અર્થમાં ત્યાગ નથી. ત્યાગ તો તે છે જે વસ્તુ તમારી પાસે હોય, તેના પર તમારો અધિકાર હોય અને તમને સૌથી વધુ પ્રિય હોય છતાં પણ તમે સ્વેચ્છાએ તેને છોડી દો. શાલિભદ્ર પાસે અખૂટ સંપત્તિ હોવા છતાં પણ એકપલમાં તેને લાત મારીને નીકળી ગયા. અને તેમના તે ત્યાગે તેઓને મોક્ષરૂપી લક્ષ્મી મેળવી આપી. માવઠ્ઠw - માફિક્ઝર્મન () (હિંસાપૂર્વક કરવામાં આવેલ કાર્ય) મોક્ષમાર્ગના આરાધક શ્રમણ-શ્રમણી સૂક્ષ્મ અને બાદ બન્ને પ્રકારની જીવદયાના પાલક કહેલા છે. પરંતુ ક્યારેક અપવાદ માર્ગે તેઓએ પણ અલ્પહિંસાના આધારે સંયમ ધર્મનું પાલન કરવું પડે છે. તેઓને જયારે પણ તેવો અપવાદ માર્ગ સેવવાનો વારો આવે ત્યારે શાસ્ત્રનો આધાર લઇને પ્રવર્તતા હોય છે. શાસ્ત્રએ જેનો નિષેધ કર્યો હોય તેવા માર્ગનો તેઓ ત્યાગ કરે છે. પરંતુ જેઓ શાસ્ત્રની ઉપર જઈને, તેની અવહેલના કરીને સ્વમતિ અનુસાર હિંસાદિ કાર્યમાં પ્રવર્તતા હોય છે. તેઓને આજ્ઞાવિરાધક કહેલા 38 - સાકૃત (.). (1, પુનરાવર્તન 2. ભમાવવું 3. હિંસા 4. પરંપરા છે. સંસ્કાર ૬.મૌન રહેવું) પૂર્વના સમયમાં સંયુક્ત કુટુંબો હતાં, ત્યાં કદાપિ હું કે તું તો આવતું જ નહીં. હમેશાં વાતમાં અમે કે અમારે જ આવતું. જ્યારે આજને હું, તું અને તેઓ આવી ગયા છે. જ્યાં અમે હતું ત્યાં સંસ્કૃતિ ઝળકતી હતી. કેમ કે અમે માં બે હોય કે બાવીસ બધા ભેગા સમાઇ જતાં હતાં. જયારે હું અને તું માં બાવીસની વાત જવા દો બે જણ પણ ભેગા રહી શકતા નથી. ખોટું લાગતું હોય તો એક નજર તમારી આજુબાજુના લોકો પર દોડાવી જો જો . સત્ય સમજાઈ જશે ! * માતૃત (.) (ઢાંકેલું, આચ્છાદિત કરેલ, આવરણ કરેલ) તમારા ધનને તમે જેટલું વધારે ગુપ્ત અને ઢાંકેલું રાખો તેટલું વધારે સુરક્ષિત રહે છે. લોકોની નજરમાં આવી જાય તો તમારા દુશ્મનો વધી જાય છે અને તમને તેનાથી નુકસાન થવાની ભીતિ વધી જાય છે. આ વાત તમે બહુ જ સારી રીતે જાણો છો. બસ આવું જ કાંઇક ગુણોનું છે. તમારી અંદર રહેલા ગુણોને તમે જેટલા ઢાંકીને રાખશો તેટલા જ તે સુરક્ષિત રહેશે તેમજ વૃદ્ધિ પણ પામશે. જ્યારે તમે સ્વયં તેને લોકોની વચ્ચે ઉઘાડા પાડો છો ત્યારે, લોકોમાં હાંસીને પાત્ર બનો છો. અને તમારા ગુણો નાશ પામવાનું સંકટ વધી જાય છે. મા લાવેTI - મારા () (પ્રવેશ કરાવીને). आउडिज्जमाण - आजोड्यमान (त्रि.) (સંબંધ કરાતું, બંધાતું. જોડાતું) ઉપમિતિ ભવપ્રપંચી કથામાં ધર્મકથા, અર્થકથા, કામકથા અને મોક્ષકથા એમ ચાર પ્રકારે કથા કહેવામાં આવેલી છે. કેટલાક જીવોને પૈસાની વાતો ગમતી હોય, કેટલાક જીવોને કામની વાતો ગમતી હોય, કેટલાક જીવોને ધર્મની વાતો ગમતી હોય છે અને કેટલાક જીવોને મોક્ષની વાર્તામાં રસ હોય છે. શાસ્ત્ર કહે છે કે વક્તાએ જીવને અનુરૂપ કથા કરવી જોઇએ. અર્થાતુ નવો આવેલો જીવ જે રીતે ધર્મ સાથે જોડાતો હોય તે રીતને અનુસરીને આગન્તુક જીવને પ્રતિબોધ પમાડવો. વ્યવહારીક ભાષામાં કહીએ તો જે પાણીએ મગ સીઝતા હોય તે પાણીએ મગ સીઝવવા જોઇએ” * આચમન (વિ.) (પરસ્પર હણાતા) 232