________________ ઈચ્છા રાખે. બસ આમ દરેક વસ્તુમાં જે મળ્યું હોય તેનો આનંદ માણવાને બદલે જે નથી મળ્યું અથવા મળેલા કરતા હજી વધારે મળે. તેની આકાંક્ષોમાં રાચતો હોય છે. તેના જ કારણે તેને સાચા સુખની અનુભૂતિ કદાપિ થતી નથી. अहिगगुणत्थ-अधिकगुणस्थ (त्रि.) (અધિક ગુણવાન) પોતાનાથી અધિક ગુણવાન પુરુષને જોઈને જો તમારા મનમાં તેના પ્રત્યે આદરભાવ પ્રગટે, તો સમજજો કે તમારામાં પ્રમોદભાવ વિકાસ પામી રહ્યો છે. પોતાનાથી અધિક ગુણો પુરુષો પ્રત્યે રાગભાવ કર્મનો ક્ષય કરનાર છે, પણ સબૂર ! જો બીજાના ઉત્કર્ષ કે ગુણોને જોઈને તમારું ચિત્ત ખિન્નતા કે દ્વેષભાવથી ઉભરાય છે. તો સમજી લે જો કે તમે ગુણોની સીડીઓથી ઝડપભેર ગબડી રહ્યા છો. જ્યારે સ્વના ગુણોનો હ્રાસ થાય ત્યારે જ બીજાના ગુણોને વ્યક્તિ સહન કરી શકતો નથી. ત્તિ-બ્રુિવ (7) (અધિકપણું, વિશિષ્ટતા) કામ-ધામ (પુ.) (બોધ, જ્ઞાન) ગાંધીજી કહેતા હતા કે આજના માનવને આખી દુનિયાના નકશા મોઢે છે. પરંતુ પોતે જ્યા રહે છે તે દેશ, શહેર કે ગામની શેરીઓની ખબર નથી. તેમ પોતાના શરીરને હિતકારી અને અહિતકારી શું છે તેનું જ્ઞાન જરાય નથી. અને બીજાઓને માટે શું યોગ્ય છે અને અયોગ્ય છે. તેની જાણકારીઓ આપતો ફરે છે. જિનધર્મ તો શરીરથી આગળ વધીને આત્માની વાત કરે છે. જેને પોતાના આત્માનું જ્ઞાન નથી તેના માટે આખી દુનિયાનું બીજુ જ્ઞાન નકામું છે. મામ (પુ.) (ઉપચાર, શ્રાવકના પાંચ અભિગમમાંનો કોઈ પણ એક) મા-ઉધામા () (જ્ઞાન, જાણવું) શાસ્ત્રમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન કહેલા છે. મતિજ્ઞાનથી લઈને કેવલજ્ઞાન કે પાંચ જ્ઞાન છે. જ્યારે મતિઅજ્ઞાન, ઋતઅજ્ઞાન અને વિભંગઅજ્ઞાન એ ત્રણ અજ્ઞાનના પ્રકાર છે. પ્રથમ ત્રણ જ્ઞાન અને અજ્ઞાન સંસારી અને સાધુ એમ બન્નેને સંભવતા હોવાથી અજ્ઞાન પણ ત્રણ જ છે. જયારે બાકીના બે મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન માત્રને માત્ર સાધુને જ સંભવે છે. તેમજ તે જ્ઞાન સત્યનું જ જ્ઞાન કરાવનાર હોવાથી તેના પ્રતિપક્ષી મન:પર્યવ અજ્ઞાન અને કેવલ અજ્ઞાનનો કોઈ પ્રકાર જ હોતો નથી. अहिगमरुइ-अधिगमरुचि (स्त्री.) (સમ્યત્ત્વનો એક ભેદ, ઉપદેશ સાંભળવાથી ઉત્પન્ન થયેલ એક સમ્યક્ત) अहिगमास-अधिकमास (पु.) (વધારાનો મહિનો, અધિકમાસ) જયોતિષ શાસ્ત્રાનુસાર વર્ષના કુલ બાર મહિના અને ત્રણસોને પાંસઠ દિવસ ગણવામાં આવેલા છે. પરંતુ જે વર્ષમાં બે ભાદરવા કે જેઠ મહિના આવી જાય તો તેને અધિકમાસ કહેવામાં આવે છે. તે માસની કોઈ વિશિષ્ટ ગણના કરવામાં આવતી નથી. તેમજ લોકો પણ જ્યારે તકલીફમાં હોય અને તેમાંય કોઈ બીજી નવી મુસીબત આવી જાય ત્યારે બોલી ઉઠતા હોય છે કે આ તો દુકાળમાં અધિકમાસ થયો. મહિય-યિજ઼ત (ઉ.). (1. પ્રસ્તુત 2. અધિકાર,પ્રસંગ, પ્રસ્તાવ)