________________ શિત (2) (1, જ્ઞાત 2. ગીતાર્થ સાધુ 3. દીક્ષા લેવાની સાથે સ્વીકાર કરેલ) ગીતાર્થતા માત્રથી શાસ્ત્રાભ્યાસથી ઉત્પન્ન થનારો ગુણ નથી. પરંતુ આંતરિક પરિણામ અને પરહિત ભાવનાથી ઉત્પન્ન થનારો ગુણ છે. ગીતાર્થ ગુણના ધારક સાધુ શુભ કે અશુભ પ્રસંગો કે પ્રવૃત્તિઓમાં સ્વ અને પરના પરિણામોને સારી રીતે જાણતાં હોય છે. આથી તેઓ આત્મહિત અને પરહિતને સાધવામાં સક્ષમ હોય છે. अहिगयगुणवुड्डि-अधिकृतगुणवृद्धि (स्त्री.) (સમ્યક્તાદિ ગુણની વૃદ્ધિ) આપણા દિવસ રાતના પ્રયત્નો ચાર આંકડામાંથી પાંચ આંકડાનો પગાર કેવી રીતે થાય. બે પૈડામાંથી ચાર પૈડાની ગાડી કેવી રીતે આવે, નાના મકાનમાંથી મોટું મકાન કેવી રીતે પ્રાપ્ત થાય. સંતાનોની જીંદગી કેવી રીતે કરવી તે માટેના જ હોય છે. બીજી બધાના સુખની વૃદ્ધિ માટે આત્માને પરમાનંદની પ્રાપ્તિ કરાવનાર સમ્યક્તાદિ ગુણોની વૃદ્ધિના પ્રયત્નો કરવાનું ચૂકી જવાય છે. આથી જ સુખ મેળવવાના આટલા બધા અથાગુ પ્રયત્નો અને સુખના સાધનો હોવા છતાં સાચી શાંતિ મળતી નથી. ઢિયનવ-fધત નવ (પુ.) (આત્મસ્વરૂપનો જ્ઞાતા, દીક્ષા લેવાને યોગ્ય જીવ) આચારાંગસૂત્રના પ્રથમ અધિકારના પ્રથમ ઉદ્દેશમાં લખ્યું છે કે “એકને જાણે છે તે સર્વ જાણે છે. અર્થાત્ જે પોતાના આત્મસ્વરૂપને જાણે છે. તે આખા જગતને જાણે છે. કેમ કે સમસ્ત વિશ્વમાં જાણવા જેવું કોઈ પરમતત્વ હોય તો તે છે પોતાના આત્માની સાચી ઓળખ. જે સ્વમાં રહેલ આત્મતત્વને નથી જાણતો વસ્તુતઃ તે કશું જ નથી જાણતો. अहिगयजीवाजीव-अधिगतजीवाजीव (पु.) (જીવ અજીવાદિ નવતત્વને જાણનાર) નવતત્વનો જ્ઞાતા એટલે ગ્રંથમાં બતાવેલ પદાર્થોનો માત્ર જાણકાર એમ ન સમજવું પરંતુ સ્વાધ્યાયની પંચવિધ વિધિ વડે જેની મતિ પરિણત થઈ છે. તેમજ નવેય તત્વના સ્વરૂપ, સ્વભાવ અને પ્રભાવને સુવ્યવસ્થિત સમજનાર હોય. તેવો જીવ સાચા અર્થમાં અધિગતજીવાજીવ હોય છે. अहिगयट्ठ-अधिगतार्थ (पु.) (તત્વજ્ઞ) अहिगयतित्थविहाया-अधिकृततीर्थविधातृ (पु.) (વર્તમાન તીર્થંકર મહાવીર) अहिगयरयगुण-अधिकतरगुण (पु.) (પ્રકૃષ્ટ ગુણ, અધિક ગુણ) સાચો મૈત્રીભાવી કે પ્રમોદભાવ તે છે પોતાનાથી વધારે વિશિષ્ટ ગુણના સ્વામી પ્રત્યે રાગ હોય. પછી તે મિત્ર હોય કે શત્રુ હોય. મિત્ર પ્રત્યે તો ગુણાનુરાગ થવો હજી સહેલો છે. પરંતુ તમારામાં ખરેખર ગુણાનુરાગ તો ત્યારે જ ગણાય જ્યારે તમારો શત્રુ હોવા છતા જો તેનામાં તમારા કરતા શ્રેષ્ઠ ગુણ હોય તો તેના પ્રત્યે પણ તમને આદર હોય. अहिगयविसिदभाव-अधिगतविशिष्टभाव (पु.) (શુભ અધ્યવસાયને પ્રામ) કહેવાય છે કે પૈસો ગુમાવવામાં એક ક્ષણની પણ વાર નથી લાગતી. પરંતુ તેને મેળવવામાં મહિનાઓ, વર્ષો અને પેઢીઓની પેઢીઓ જતી રહેતી હોય છે. તેવી જ રીતે અશુભ પરિણામો ઉત્પન્ન કરવા માટે બહુ મેહનત કરવી નથી પડતી. એક જ અશુભ નિમિત્ત તમારી અંદર દુષ્ટ ભાવોને ઉત્પન્ન કરી દે છે. પરંતુ શુભ પરિણામને મેળવવા અને ટકાવવા માટે જન્મ જન્માંતરોની સાધનાની આવશ્યકતા રહે છે. માટે જો તમને કોઈનામાં પણ શુભ અધ્યવસાય દેખાય તો તેમાં સહાયક બનજો. બાધક નહિ. 1970