________________ अहिंसासमय-अहिंसासमय (पु.) (અહિંસા પ્રધાન આગમ, અહિંસાને પ્રધાનપણે દર્શાવનાર શાસ્ત્ર) શાસ્ત્રો બે પ્રકારના છે હિંસા પ્રધાન અને અહિંસા પ્રધાન. જેમાં સ્વાર્થવસાતુ માત્ર પોતાનું જ હિત જોવામાં આવ્યું હોય. અન્ય જીવોની બલિ, તર્પણાદિ કરવા દ્વારા સ્વની મુક્તિ છે. એવી વાહિયાત વાતો કરવામાં આવી હોય, તેવા શાસ્ત્રો હિંસા પ્રધાન છે. તથા જેમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવોનાં પ્રાણોની ચિંતા કરવામાં આવી હોય. જેટલું મહત્વ પંચેન્દ્રિય જીવોનું હોય તેટલું જ મહત્વ એકેંદ્રિય જીવનું જણાવવામાં આવેલ હોય, તેવા શાસ્ત્રો અહિંસા પ્રધાન હોય છે. જિનશાસનના પિસ્તાલીસે પિસ્તાલીસ આગમો આવા અહિંસા ધર્મનો પ્રચાર કરનારા છે. अहिंसय-अहिंसिंत (त्रि.) (જેને મારવામાં ન આવે તે) લોકમાં ચક્ષુને અપ્રત્યક્ષ એવા સૂક્ષ્મ જીવો અહિંસિત અર્થાત્ મારી ન શકાય એવા કહેલા છે. તેમને અગ્નિ, પાણી, તલવાર, ભાલા વગેરે કોઈ પણ જાતનાં અસ્ત્ર કે શસ્ત્રથી હણી શકાતાં નથી. છતાં પણ કોઈ જીવ તેને કલ્પનાથી મારવાના પ્રયત્નો કરે તો તે જીવતો મૃત્યુ નથી પામતા. પરંતુ તેનાથી જીવને જે કર્મબંધ થાય છે તેને પરિણામો નરક કે તિર્યંચ જેવી નીચયોનિમાં જઈને ભોગવવા પડતા હોય છે. अहिकखंत-अभिकाक्षत् (त्रि.) (ઈચ્છા કરતો, અભિલાષા કરતો) કહેવાય છે કે સમયથી પહેલા અને ભાગ્યથી અધિક ક્યારેય કોઈને મળ્યું નથી. અને મળશે પણ નહિ. આથી માણસ સંપત્તિ, સત્તા કે યશાદિ મેળવવા માટે ગમે તેટલી ઈચ્છા રાખતો હોય. ગમે તેટલા કાળા ધોળા કરતો હોય. દિવસ રાત દોડતો હોય કે પછી ગમે તેટલી અનીતિ કે શોર્ટકટવાપરતો હોય. પરંતુ નસીબમાં હોય તેટલું જ તેને મળવાનું છે. માટે નાહકના અશુભ કર્મનો બંધ ન થાય તે રીતના માર્ગો અપનાવવા જોઈએ. મહિજર-અશ્વિન () (1. કલહ, કજીયો 2. રેરણ, સોનારનું એક ઓજાર 3. કૃષિ આદિ આરંભનું સાધન) જ્યા કલહ હોય છે ત્યા કંચન અર્થાત લક્ષ્મીનો વાસ હોતો નથી. કેમ કે કજીયો માણસની શાંતિ અને સંપત્તિ બંન્નેને હરી લે છે. મહાભારતનો ઈતિહાસ જોઈ લો. કૌરવો અને પાંડવો વચ્ચેના કલહના કારણે ન તો પાંડવો સુખ-શાંતિ ભોગવી શક્યા કે ન તો કૌરવો છતી સંપત્તિએ શાંતિ અને સુખને પામી શક્યા. ફ્રેિક્ષર-ધશ્નરn (at). (એરણ, સોનારનું એક ઓજાર) સોની જેના પર ઘરેણાં ઘડે છે તેને ગુજરાતી ભાષામાં એરણ અને સંસ્કૃત ભાષામાં અધિકરણી કહેવામાં આવે છે. જેવી રીતે સોનાર એરણ ઉપર સોનાને ટીપી ટીપીને જાત જાતના ઘાટ ઘડે છે. તેવી જ રીતે ગુરુ ભગવંત સારણા, વારણા. ચોરણા અને પડિચારણા દ્વારા શિષ્યરૂપી ઘરેણાને તૈયાર કરે છે. જેથી તે સ્વ અને પરનું હિત સાધી શકે. તેમજ જિનશાસનની પ્રભાવના કરવા દ્વારા લોકમાં લોકોત્તર ધર્મનો ધ્વજ લહેરાવે. મણિજિન્ન-ધિશૂન્ય (અવ્ય) (અધિકાર કરીને, ઉદેશીને) મહિf-મહિલ્સ (3) (અધિક, વિશિષ્ટ) સામાન્યથી માણસ જેટલું મળ્યું હોય તેનાથી કંઈક અધિક મળે. તેવી ઈચ્છા રાખતો હોય છે. પાંચ મળ્યા તો પચ્ચીસની ઈચ્છા રાખે. સ્કુટર મળ્યું હોય તો ગાડીની ઈચ્છા રાખે. ફલેટ મળ્યો હોય તો બંગલાની ઈચ્છા રાખે. નોકરી કરતો હોય તો ધંધાની 195 0