________________ આવ્યે કોઈને કોઈ વસ્તુમાંથી નિવૃત્તિ લેતો હોય છે. પરંતુ કોઈ દિવસ અહિતકારી પ્રવૃત્તિઓથી નિવૃત્તિ લેવાનું મન થયું છે. ખરું? ક્યારેય એવું લાગ્યું છે કે બસ ! હવે બહુ થયું મારા આત્મા માટે હવે કાંઈક કરવું છે. આ પાપપ્રવૃત્તિથી નિવૃત થવું છે. મ (મા) ગ્રાફ- નાતિ (સ્ત્રી. પુ) (કુલીનતા, ખાનદાની) આજના કાળમાં જે ધનવાન હોય, વેલસેટ હોય. રૂપરંગે સુંદર હોય. જેનું બૅકબેલેંસ મોટું હોય, જે વિદેશ જવાનો હોય કે પછી વિદેશ રીટર્ન હોય. તેને કુલીન માનવામાં આવે છે. જ્યારે પૂર્વના કાળમાં કુલીનતા પુરુષના ગુણોમાં, તેના વ્યવહારમાં, તેના સંસ્કારમાં માનવામાં આવતી હતી. આથી જ તો રાજા શ્રેણિકે પોતાની પુત્રીને નીચકુળમાં ઉત્પતિ હોવા છતા પણ ગુણોની ઉત્તમતા અને સંસ્કારપણાના કારણે મેતાર્યકુમાર સાથે પરણાવી હતી. अहिआहिअसंपत्ति-अधिकाधिकसंप्राप्ति (स्त्री.) (વૃદ્ધિ, બઢતી). સુક્તિ સંગ્રહમાં એક દોહો આવે છે. ધર્મ કરતા ધન વધે ધન વધતાં મન વધે જાય. મન વધતા મહિમા વધે વધત વધત વધ જાય. અર્થાત ધર્મ કરવાથી પુણ્યની વૃદ્ધિ થાય છે. ધનવૃદ્ધિથી મનમાં આનંદની વૃદ્ધિ થાય છે. તથા તેમ થવાથી જગતમાં ધર્મ અને કુળના મહિમાની વૃદ્ધિ થાય છે. ટૂંકમાં કહીએ તો ધર્મ કરવાથી ધાડ નથી પડતી. પરંતુ એકાંતે સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિ જ થાય છે. દિન-૮ (.) (બાળવુ, દહન કરવું) માણસ કુટુંબની નકામી ચિંતાઓમાં પોતાના જીવન અને સમય બન્નેને વ્યર્થ કરતો હોય છે. દિવસ-રાત તેમની ફિકરમાં ને ફિકરમાં પોતાના આત્માને તો સાવ ભૂલી જતો હોય છે. અરે ભાઈ ! આ સંસાર તો ટુંક સમય માટેનો વિસામો છે. તારૂ આઉખું પુરુ થશે એટલે બધા ભેગા મળીને તને સ્મશાનમાં બાળી દેવાના છે. આજના જેમાંથી તું ગઈકાલે ન હતો થઈ જવાનો. અને બધા તારું બારમું ઉજવીને તને ભૂલી પણ જશે. માટે બીજા પાછળ સમય વેડફવાના બદલે આત્મકલ્યાણના રસ્તા વિચાર. હિંલગ-અહિંસ (શિ.). (હિંસા ન કરનાર, જીવનો વધ ન કરનાર) હિંસ-હિંm (1.) (હિંસા ન કરવી, જીવના વધનો અભાવ) હિં-હિંસા () (જીવદયા, પ્રાણીના વધનો અભાવ) તત્વાર્થસૂત્રમાં ઉમાસ્વાતિજી મહારાજે હિંસાની વ્યાખ્યા કરતા લખ્યું છે કે “પ્રમત્તયોગાત્માણવ્યપરોપણ હિંસા” અર્થાત પ્રમાદી અવસ્થામાં રહીને જાણતાં કે અજાણતાં જીવનો વધ કરવો તે હિંસા છે. અને તેનાથી વિપરીત એટલે કે શુભધ્યાન અને સુંદર પરિણામ દ્વારા જીવોની રક્ષા કરવી તે અહિંસા પર થર્મ: અહિંસા જેવો કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી. अहिंसालक्खण-अहिंसालक्षण (पु.) (અહિંસાના લક્ષણો છે જેના તે, દયાના ચિન્હ) જૈન ધર્મમાં જે મનુષ્યમાં સંજ્ઞા કહેલી છે તેમ પશુ-પક્ષીમાં પણ સંજ્ઞા માનવામાં આવેલી છે. તેઓને પણ સારી-ખરાબ પરિસ્થિતિ કે માણસોનું જ્ઞાન હોય છે. તે હિંસક કે અહિંસક હાવભાવના લક્ષણોથી આવનાર વ્યક્તિને ઓળખી જતા હોય છે. આથી જ્યારે પશુઓ કોઈ કસાઈ વ્યક્તિ નજીક આવે ત્યારે ચિચિયારીઓ પાડવા લાગી જાય છે. અને જો કોઈ અહિંસક અને પ્રાણી પ્રેમી તેની પાસે આવે તો તે તરત જ સામે પ્રેમ બતાવે છે. તેમજ તેનું વર્તન પણ જણાવે છે કે તેને આવનાર વ્યક્તિ પસંદ છે. - 1940