________________ મહાપરિજાય-ચારિજ્ઞાત (ર.) (જેટલા ક્ષેત્રનું કહેવામાં આવ્યું હોય તેટલું જ ક્ષેત્ર) પ્રવચન સારોદ્ધાર ગ્રંથમાં પાંચ પ્રકારે ક્ષેત્રના માલિક જણાવવામાં આવેલા છે. અઢીદ્વીપમાં વિચરતાં સાધુએ જે તે સ્થાપના માલિકની રજા લઈને અધિકત સ્થાનમાં વાસ કરવો એવી જિનાજ્ઞા છે. તેમાં પણ ક્ષેત્રનાં માલિકે જેટલા ક્ષેત્રની અનુજ્ઞા આપી હોય. તેટલા જ ક્ષેત્રનો ઉપભોગ કરવા ઘટે. તેનાથી અધિકક્ષેત્રનો ત્યાગ કરવો, અન્યથા ત્રીજા મહાવ્રતના ખંડનનો પ્રસંગ આવે. કાપવા-યથાપ્રવૃત્ત () (અનાદિ કાળથી એક જ સ્વભાવે વર્તનાર, સ્વાભાવાત્તરને નહિ પામેલ) કલ્યાણમંદિર સ્તોત્રમાં સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે લખ્યું છે. “હે પ્રભુ! અનંતા ભવોમાં મેં કેટલીય વાર ચારિત્ર ગ્રહણ કર્યું હશે, તે ચારિત્રવાળા ભવોના રજોહરણોને ભેગા કરુ તો કદાચ મેરૂપર્વત જેટલો ઢગલો થઈ જશે, છતા પણ મારો ઉદ્ધાર કેમ ન થયો? તેનું એક કારણ લાગી રહ્યું છે કે મેં ભલે અનંતીવાર ચારિત્ર લીધું હશે. પરંતુ ભાવથી તેનું પાલન નહિ કર્યું હોય. મુક્તિ મેળવવા માટે મારામાં જે સ્વભાવની કે વર્તનનાં બદલાવની જરૂરિયાત હશે તે નહિ કરી હોય. મારા તે સ્વભાવાન્તરને નહિ પામેલ આત્માની અયોગ્યતાના કારણે જ અત્યાર સુધી મારો મોક્ષ નથી થયો.” अहापवित्तिकरण-यथाप्रवृत्तिकरण (न.) (સમ્યક્તને અનુકૂળ અધ્યવસાય વિશેષ) સમ્યક્ત પ્રાપ્તિની પ્રક્રિયામાં ત્રણ પ્રકારના કરણ કહેલા છે. તેમાનું એક કારણ છે યથાપ્રવૃત્તિકરણ. આ કરણમાં જીવના અધ્યવસાય અત્યંત શુભ અને માર્ગાનુસારી હોય છે. સમ્યક્ત પ્રાપ્તિ માટે આવશ્યક દરેક પ્રકારની યોગ્યતા આ કરણમાં વર્તતા જીવમાં હોય છે, જેના પ્રતાપે જીવ અનુક્રમે આત્મવિકાસના માર્ગે આગળ વધતા અત્યંત ઉત્તમ એવા સમ્યક્તની પ્રાપ્તિ કરે છે. अहापवित्तिसंकम-यथाप्रवृत्तिसंकम (पु.) (જેમ જેમ જઘન્યાદિ યોગોની પ્રવૃત્તિ હોય તેમ તેમ સંક્રમણ થવું તે) પંચસંગ્રહ તથા કમ્મપયડી વગેરે ગ્રંથોમાં યથાપ્રવૃત્તિસંક્રમની વ્યાખ્યા આ પ્રમાણે કરેલ છે. મન-વચન અને કાયા એ ત્રણ યોગોની જે પ્રમાણે જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ હોય તદનુસાર કર્મદળોનું સંક્રમણ થવું તે યથાપ્રવૃત્તિસંક્રમ છે. મવિયર-થથવિર (ઉ.) (1. સ્થૂલ, અત્યંત જાડુ 2. અસાર) નવજાત બાળકને માતા-પિતા પ્રથમ પોતાના પગ પર ઉભો રહેતા શીખવાડે છે. પછી ચાલતા, દોડતાં અને જીવન જીવતા શીખવાડે છે. કેમ કે તે જાણે છે કે બધી જ સમજ એકદમ નથી આવી જતી. ધીરે ધીરે તેનો બોધ કરાવવો પડે છે. તેમ ત્રિલોકજ્ઞાતા અરિહંત ભગવંત નવા ધર્મ પામેલ કે અલ્પ પરાક્રમવાળા જીવને પ્રથમ સ્થૂલ પાપોનું જ્ઞાન અને નિષેધ કરાવે છે. ત્યાર પછી ધીરે ધીરે ધર્મરચિ જાગતે છતે તેને સૂક્ષ્મ ધર્મનું અમૃતપાન કરાવે છે. મહાબીર-થાન (7) (જ જેની ઉત્પત્તિ કારણ હોય તે) ન્યાયસિદ્ધાંત મુક્તાવલીમાં કહેવું છે કે “જગતમાં જે પણ કાર્ય દેખાય છે, તે બધા જ કાર્યો તેના કારણો વિના અવિનાભાવી છે.” અર્થાત તેની ઉત્પતિમાં હેતુભૂત કારણો વિના થવા અને રહેવા અસમર્થ છે. વૃક્ષની નિષ્પત્તિમાં તેનું બીજ કારણ છે. ઘટની ઉત્પતિમાં માટી કારણ છે. પુત્રના જન્મમાં તેની માતા કારણ છે. આમ પ્રત્યેક કાર્યો તેના કારણોથી જ નિષ્પન્ન થતા હોય છે. જેને નૈયાયિકો સમવાયિકારણ અને જિનધર્મમાં ઉપાદાનકારણ કહેવામાં આવેલ છે. મહા વોક-વથ વોય (જ.) (જ્ઞાનને ઓળંગ્યા વિના, જેટલું જ્ઞાન થયું હોય તેટલું) 189 -