________________ મહાતત્વ - રાતત્વ (7) (જે પ્રમાણે હોય તે પ્રમાણે કહેવું, તત્વનું ઉલ્લંઘન ન કરવું) શાસ્ત્રમાં કે જગતમાં જે પદાર્થ કે ભાવ જે પ્રમાણે કહેલ કે રહેલ હોય. તેને તે જ પ્રમાણે તેજ અર્થમાં કહેવું તે સૂત્રભાષિત્વ છે. તથા તેનાથી વિપરીત અર્થાત શાસ્ત્રોક્ત ભાવથી અન્યથા ભાવે કહેવું તે ઉwભાષણ બને છે. જે અનંતા ભવોની શ્રેણી વધારવામાં મુખ્ય કારણભૂત બને છે. યથાતિત્વ (). (સત્ય) ભગવતીસૂત્રના સોળમાં શતકના છઠ્ઠા ઉદ્દેશામાં બે પ્રકારે સત્ય કહેલ છે. નિદ્રાવસ્થામાં કોઈ સ્વપ્ર જોયું અને જાગતાં તરત જ તે પ્રમાણેનો અનુભવ પ્રાપ્ત થાય તે દ્રષ્ટાથવિસંવાદી સત્ય છે. તથા સ્વમમાં કોઈ વિશિષ્ટ પ્રસંગ જોયો અને કાલાંતરે તેને રાજલક્ષ્મી કે અન્ય કોઈ વિશિષ્ટ ફળ પ્રાપ્ત થાય. તે સ્વ. ફલાસંવાદી સત્ય છે. अहापज्जत - यथापर्याप्त (त्रि.) (ઈચ્છાનુસાર પ્રાપ્ત) નોકર પર ખુશ થયેલ શેઠે કહ્યુ. બોલ તારે શું જોઈએ છે શેઠના મનમાં હતું કે જો તે એમ કહે કે તમારે જે ઈચ્છા હોય તે આપો. તો હું તેને મારી ઓફિસનો મેનેજર બનાવી દઈશ, પરંતુ નોકરને થયું કે મારો પગાર ઓછો છે. એટલે તેણે કહ્યું મારા પગારમાં બે હજાર વધારી આપો. શેઠ હસ્યા અને કહ્યું. સારુ કાલથી તારો પગાર બે હજાર વધારે. નોકરને આપણે શું કહીશું. મુર્ખ કે હોશિયાર? ધર્મનું પણ આવું જ છે. તે તમને વધારે જ આપવાની ક્ષમતા અને ઈચ્છા રાખે છે. પરંતુ આપણે આપણી ઈચ્છાનુસાર મળેલામાં જ ખુશ રહી જઈએ છીએ. આમાં આપણી હોશિયારી કે મૂર્ખતા વિચારી જોજો ! अहापडिरूव-यथाप्रतिरूप (त्रि.) (ઉચિત,યોગ્ય, બરાબર) યોગશાસ્ત્ર ગ્રંથમાં કહ્યું છે કે “ગૃહસ્થ આવકને ઉચિત વસ્ત્રાદિને ધારણ કરવા જોઈએ.” અર્થાત જે રીતની આવક હોય તદનુસાર વસ્ત્ર, અલંકાર તથા વ્યવહાર કરવો તે ઉચિત છે. આવક વધારે હોય અને વસ્ત્રાદિ મેલાઘેલા પહેરે તો લોકમાં હાંસીને પાત્ર બને. તથા આવક હોય બે રુપિયાની અને ખર્ચ હોય દસ રૂપિયાનો તો તે પણ અનુચિત છે. તેને લોકો મૂર્ખ કહે, માટે આવકને અનુસાર જ રહેવું તે વર્તવું તે પોતાને તથા ધર્મને ઉચિત છે. માહિક-યથાmહિત (B). (યથાવસ્થિત, જેમનું તેમ રહેલ) દૂધ વિકૃતિ પામીને ધી, દહીં, છાસ, મીઠાઈ, પનીર એમ અનેકરૂપે બને છે. પરંતુ તે બધામાં દૂધનો અંશ યથાવસ્થિતરુપે જેમનો તેમ રહે છે. ભલે તે વિકૃતિ પામેલ વસ્તુઓમાં તે સ્પષ્ટ ન દેખાય. કિંતુ તે બધામાં તેનો અંશ તો રહેલો જ હોય છે. તેમ જગતમાં જીવ ક્રોધી, લાલચી, હિંસક, માયાવી, ઉદાર, કૃપાળુ વગેરે અનેકરૂપે દેખાય છે. પણ તે બધી અવસ્થા હોવા છતાં પણ તેનામાં અનંત જ્ઞાન-દર્શન અને ચારિત્ર ગુણો તો જેમના તેમા રહેલા જ હોય છે. માત્ર કર્મના આવરણના કારણે તે દબાઈ ગયેલા હોય अहापरिग्गहिय-यथापरिगृहीत (त्रि.) (જેવી રીતે લીધું હોય તેવી રીતે સ્વીકારેલ) આચારાંગાદિ આગમોમાં કહેલું છે કે “શ્રમણજીવનનાં નિર્વાહ માટે સાધુએ ઉપકરણો સ્વીકારવાના હોય છે. તે ઉપકરણો નિર્દોષ અને જે અવસ્થામાં પ્રાપ્ત થાય તે પ્રમાણે માંગીને લીધેલા હોવા જોઈએ. કોઈ વસ્ત્ર જીર્ણ હોય, જાડું હોય, ખરબચડું હોય, અપ્રમાણ હોય તો તે અવસ્થામાં તેને ગ્રહણ કર્યુ હોય તે અવસ્થાવાળું જ ધારણ કરે. તેમાં કોઈપણ જાતનો સુધારો કરીને આરંભ કે સમારંભ ન કરે. 1880