________________ દશવૈકાલિક સૂત્રનાં પ્રથમ અધ્યયનમાં શય્યભવસૂરિએ શ્રમણને ગોચરી ગ્રહણ કરવા માટે એક સુંદર ઉદાહરણ આપ્યું છે. જેવી રીતે ભ્રમર પુષ્યમાંથી સારભૂત રસને ગ્રહણ કરે છે. અસારનો ત્યાગ કરે છે અને ફૂલને કિલામણા પણ નથી કરતો. તેવી રીતે સાધુએ ગૃહસ્થને તકલીફ ન પડે તેમ પોતાના માટે બનાવેલી હોય એવી દોષિત ગોચરીનો ત્યાગ કરવો. તેમજ ગૃહસ્થ જે પોતાના અર્થે બનાવેલ હોય તેવો આહાર ગ્રહણ કરવો જોઈએ. અર્થાત દોષિત ગોચરીનો ત્યાગ અને નિર્દોષ ગોચરીનો આગ્રહ રાખવો. મહાøL - યથાશૂન્ય (વ્ય.). (કલ્પ પ્રમાણે, શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે) શાસ્ત્રમાં જે કલ્પ અર્થાત આચાર કે વિધિ જે પ્રમાણે કીધી હોય. તેનું તે જ પ્રમાણે પાલન કરવું તે યથાકલ્પ કહેવાય છે. જેમ કે યથાલંદ કલ્પ, જિનકલ્પ, સ્થવિરકલ્પ વગેરે આચારો શાસ્ત્રમાં જે પ્રમાણે કહેલા હોય. તેનું જો તે પ્રમાણે પાલન કરવામાં આવે તો તે કલ્પ યથાકલ્પ બને છે. અન્યથા તે અનાચાર બને છે. મહા#- યથાર્ત (ગવ્ય). (કર્મ અનુસાર, કર્મને ઓળંગ્યા વિના) લોકમાં એક પ્રસિદ્ધ ઉક્તિ છે જૈસી કરણી વૈસી ભરણી' અર્થાત્ત તમે જેવું કરો તેવું તમારે ભોગવવું પડે. જિનધર્મ કહે છે કે વિવિધ સમયે તમને જે પણ સારુ ખોટું પરિણામ પ્રાપ્ત થાય છે. તે તમે કરેલા કર્મને અનુસાર જ હોય છે. જે પ્રકારનું તમે કર્મ બાંધ્યું હોય. તે પ્રમાણે જ તેનું ફળ પ્રાપ્ત થાય છે. માટે બીજા મિથ્યા પ્રયાસો કરતાં તે કર્મને નિષ્ફળ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. अहापडिग्गहिय-यथाप्रतिगृहित (त्रि.) (જેટલું લીધું હોય તેટલું, પૂર્વે જે પ્રમાણે ગ્રહણ કરેલ હોય તેટલું જ) મહાછં - વાછદ્ર (પુ.) (સ્વચ્છંદી, સ્વેચ્છાચારી, વૈરી) આગમ, આત્મા અને આત્મજનોથી જે વિરુદ્ધ વર્તનારા હોય તે નિશ્ચિત સ્વચ્છંદી હોય છે. પછી તે સાધુ હોય કે ગૃહસ્થ. જેમના હૃદયમાં એકમાત્ર જગકલ્યાણની ભાવના વહે છે. તેવા ગણધર ભગવંતોએ આગમની રચના કરી છે. આથી તેમનાં શાસ્ત્ર પણ કલ્યાણકારી જ હોય. માતા-પિતા ગુરુ વગેરે આત્મજનોનો આદર સત્કાર કરવો તે શિષ્ટાચાર છે. તથા સન્માર્ગે ચાલવું, મર્યાદામાં વર્તવું, મન-વચન-કાયાની શુદ્ધિ પ્રવૃત્તિ રાખવી તે આત્મહિત છે. જે જીવ આ ત્રણેય કલ્યાણસ્થાનોની વિરૂધ્ધ વર્તે છે. તે સ્વચ્છંદી અને સ્વહિતના નાશક છે. अहाछंदविहारि (ण) यथाछन्दविहारीन् (पुं.) આગમના યથાર્થ બોધરહિત અથવા વિરુદ્ધ અર્થ કરીને પોતાની મરજી મુજબ વર્તનારને શાસ્ત્રમાં સ્વચ્છંદહારી કહેલા છે. શાસ્ત્રમાં ગીતાર્થ અને ગીતાર્થનિશ્રિત એમ બે જ વિહારની અનુમતિ આપવામાં આવેલ છે. જે સાધુ કે ગૃહસ્થ સ્વમતિ અનુસાર વર્ત કે વિચરે છે. તેવા સ્વછંદ વિહારને સર્વથા નિષિદ્ધ કરેલ છે. મહાનાય - યથાનાત (ર.) (વંદનનો એક પ્રકાર) બાળક જેમ બે હાથ જોડેલી અને પગ વાળેલી મુદ્રામાં જન્મ પામે છે. તથા દીક્ષા ગ્રહણ કરતી વખતે રજોહરણ, ક્ષત્તિ અને ચોલપટ્ટક એટલા ઉપકરણ ધારણ કર્યા હોય તેટલા જ ઉપકરણયુક્ત તેવી મુદ્રામાં વંદન કરવું તે યથાજાત વંદન છે. સવાર અને સાંજના પ્રતિક્રમણમાં કરવામાં આવતાં વાંદણા યથાજાત મુદ્રામાં રહીને કરવાના હોય છે. મહાપુપુત્રી - યથાનુપૂર્વ (સ્ત્ર) (યથાક્રમ, અનુક્રમ, પરિપાટી) 1870