________________ મોહનીયકર્મના ભેદની અંતર્ગત આવતા નવ નોકષાયમાં હાસ્યને નોકષાય માનવામાં આવેલ છે. હાસ્ય અને પ્રસન્નતામાં બહુ મોટો તફાવત છે. જે કાર્યથી ચિત્તના પરિણામથી બીજા પ્રત્યે હીનત્વની ભાવના ઉત્પન્ન નથી થતી. તેના આનંદને પ્રસન્નતા કહેવાય છે. તથા બીજાની ભૂલો કે મૂર્ખતાદિના કારણે તેમને નીચા દેખાડવારૂપ જે વર્તન થાય છે તે હાસ્ય છે. માટે સાધુ ભગવંતો અને શ્રમણોપાસક આત્મા આવા હાસ્યનો ત્યાગ કરે છે. હદ - મહહ ( વ્ય.) (૧.સંબોધન 2. આશ્ચર્ય 3. ખેદ 4. ક્લેશ 5. પ્રકર્ષ) પરમાત્મા મહાવીર ને વાદમાં પરાસ્ત કરવાની ભાવનાથી નીકળેલા ઈંદ્રભૂતિ ગૌતમ જ્યારે સમવસરણમાં પ્રવેશ્યા. ત્યારે વર્ધમાન સ્વામીએ કહ્યું કે “ઈંદ્રભૂતિ ગૌતમ! તમે સુખપૂર્વક આવ્યા ને?” બસ !પરમાત્માના આ એક સંબોધને જ અહંકારરૂપી પહાડના ચૂરે ચૂરા કરી નાંખ્યા. તેમની સાથે વાદ કરવાની વાત તો દૂર જ રહી ગઈ. હૃા. - અયસ્ ( વ્ય) (દિશાનો એક ભેદ, અધોદિશા, નીચે). શાસ્ત્રમાં કુલ દશ પ્રકારની દિશા કહેવામાં આવેલ છે. ચાર દિશા, ચાર વિદિશા ઉર્ધ્વદિશા અને અધોદિશા. આચારાંગસૂત્રમાં કહ્યું છે “જીવે સ્વયં ચિંતન કરવું જોઇએ કે હું કઇ દિશા અર્થાત્ કઇ ગતિમાંથી આવેલો છું. અને મારી ગંતવ્ય દિશા કઇ છે. હવે એવા કાર્યો કરું કે અધોગતિમાં મારું પતન ન થાય.” મથ ( વ્ય.) (1. હવે પછી, ત્યારબાદ 2. જેમ, અનુસાર) મતથ્ય-પથાર્થ (વ્ય.) (યોગ્ય, બરાબર, યથાર્થ) તમે જીવનમાં બધું જ બરાબર કરી દેવાનાં પ્રયત્નોમાં સતત જીવતા હોવ છો. સંતાનોની લાઇફ બરાબર કરી દઉં. પત્નીને પાછળથી તકલીફ ન પડે માટે યોગ્ય વ્યવસ્થા કરી દઉં. એકવાર ધંધો વ્યવસ્થિત ગોઠવી દઉં જેથી પાછળનાઓને તકલીફ ન પડે. માતા-પિતા ભાઇ-બહેન, સ્વજનો માટે હું બધું જ બરાબર કરી દઉ. બસ ! આ બધાની પળોજણમાં એ ભૂલી જવાય છે કે મારા આત્મા માટે કાંઇક બરાબર કરી દઉં જેથી પરભવમાં તેને કોઈ તક્લીફ ન પડે. આ ભવમાં સતકાર્યોથી પુણ્યની રાશિ બરાબર જમાં કરી લઉં જેના કારણે મારો આવતો ભવ સુધરી જાય. अहाउओवक्कमकाल - यथायुष्कोपऋमकाल (पु.) (કાળનો એક ભેદ) જે આયુષ્ય જેટલા સમયપ્રમાણ બાંધેલ હોય તેને તેટલા સમય પ્રમાણ ભોગવવાના કાળને યથાયુષ્કોપક્રમ કાળ કહેવાય છે. જેમ કોઇ પચાસ વર્ષના આયુષ્યકર્મનો બંધ કર્યો હોય, તે પચાસ વર્ષના કાળને શાસ્ત્રીય ભાષામાં યથાયુષ્કોપક્રઝમ કાળ જાણવો. अहाउणिव्वत्तिकाल - यथायुर्निर्वृत्तिकाल (पु.) (કાળનો એક ભેદ, બાંધેલ આયુષ્યને સંપૂર્ણ ભોગવવાનો સમય) સ્થાનાંગસૂત્રમાં લખ્યું છે કે કોઇ જીવ આર્ત કે રૌદ્ર ધ્યાનને વશ થઇને નારકાદિ આયુષ્યનો બંધ કરે છે. હવે નરક ગતિમાં જઇને જેટલા પ્રમાણનું આયુષ્ય બાંધ્યું હોય તેટલા પ્રમાણે તેનો જે ભોગવટો કરવો પડે છે. જેમ કે દશ હજાર વર્ષનું આયુષ્ય બાંધ્યું હોય તો તે કાળ યથાયુર્નિવૃત્તિકાળ કહેવાય છે.' મણીય - પ્રથયુજ્જ (ન.). (જેટલું આયુષ્ય બાંધ્યું હોય તેટલું) મહ# ) - યથાત્ત (વિ) (પોતાના માટે બનાવેલ આહારાદિ)