SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ નમે છે વગેરે વગેરે. અરે ભાઈ! વર્તમાનમાં તારું જે કાંઈ પણ સારું દેખાય છે. તે પૂર્વભવના કરેલા શુભ કર્મોને આભારી છે. જે દિવસે તે ક્ષય થઇ જશે તે દિવસે તારી પડતી થવા લાગશે. માટે મળે સંપત્તિ વગેરેનો અહંકાર કરવાની કોઈ જ જરૂર નથી, મહય - મહતિ (ઉ.) (અખંડ, સંપૂર્ણ, ક્ષતિ નહિ પામેલ) અ - ૫ગર (.) (નીચેનો હોઠ) अहरगइगमण - अधरगतिगमन (न.) (અધોગતિમાં જવું, અધોગતિ ગમન) તરવાની કળા શિખવા જનારને તેના શિક્ષક પ્રથમ એ સૂચના આપે છે કે શરીરને એકદમ હળવું ફૂલ રાખો. જેથી પાણીમાં તમે આસાનીથી તરી શકો. કેમ કે શરીરને અક્કડ કે વજનદાર રાખવાથી ઉપર તરવાને બદલે નીચે ડૂબી જવાનો ભય રહે છે. બસ કર્મની પણ આવી જ થિયરી છે. તમે કર્મોથી જેટલા હળવાફૂલ રહેશો તેટલા ઉપર ઉઠશો. તમારું ગમન ઊચ્ચગતિ તરફ થશે. તેમજ તમે અનાચાર, દુરાચારાદિ સેવન વડે આત્માને જેટલો ભારે કરશો તેટલું તમારે અધોગતિમાં ગમન કરવું પડશે. अहरायणिय - यथारत्नाधिक (अव्य.) (જે ક્રમે દીક્ષા લીધી હોય તે ક્રમે જયેષ્ઠ) સાધુ કે ગૃહસ્થ યથારત્નાધિક ક્રમે ગુરુવંદન કરવું એવી જિનાજ્ઞા છે. યથારત્નાધિકનો અર્થ થાય છે, જેણે પહેલા દીક્ષા લીધી હોય તે જયેષ્ઠ અને તેમના પછી જેણે દીક્ષા લીધી હોય તે લઘુ. એમ પ્રથમ જ્યેષ્ઠને પછી તેમનાથી નાના, તેમનાથી નાના એવી રીતે ક્રમશઃ વંદન કરવું તે યથારત્નાધિક ગુરુ વંદન કહેવાય છે. મહ7 - થર (સ્ત્રી) (પષણશિલા, જેના પર ચટણી વગેરે પિષવામાં આવે તે પત્થર) (નીચેનો હોઠ) દિવ - અથવા ( વ્ય.) (અથવા, વિકલ્પ). આપણે વિકલ્પોને પરાધીન થઇ ગયા છીએ. શ્રીફળ નથી સોપારી ચાલશે. કોટન વસ્ત્ર નથી ટેરીકોટન વસ્ત્ર ચાલશે. સમય નથી રહ્યો પૂજા વગર ચાલશે. આમ આપણે કોઇને કોઇ વિકલ્પો ગોતીને અંતિમ દંડ તો ધર્મને જ આપતા હોઇએ છીએ. કંઇપણ બાંધછોડ કરવાની આવે તો આપણા વ્યવહાર રૂટિનને જરાપણ બાદ નહિ કરીએ. પણ ધાર્મિક ક્રિયાઓની ચોક્કસ બાદબાકી કરી દઇશું. એક વાત યાદ રાખજો કે મોક્ષમાં જવું હશે તો વિકલ્પોના માર્ગને તિલાંજલી આપવી પડશે. હવUT - અથવા ( વ્ય.) (1. અથવા, વિકલ્પ 2. વાક્યાલંકારમાં વપરાતો શબ્દ) હવા - અથવા (વ્ય.) (1. અથવા, વિકલ્પ 2. વાક્યના ઉપન્યાસમાં વપરાતો શબ્દો મહત્રા - અથર્વન (2) (તે નામે એક વેદ, ચાર વેદોમાંનો ચોથો વેદ) મહા -- મહાશ (જ.) (હાસ્યનો ત્યાગ, હાસ્યનો અભાવ) 185 -
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy