________________ अहाभद्दग-यथाभद्रक (पु.) (સાધુને અનુકૂળ શ્રાવક, શાસનપ્રેમી શ્રાવક) શાસ્ત્રમાં કહેલ કષ, છેદ અને તાપની પરીક્ષા વડે સત્યધર્મને જેણે સ્વીકાર્યો છે. તેવા શ્રાવક જિન ધર્મ અને જિનશ્રમણ પ્રત્યે અપૂર્વ બહુમાનવાળા હોય છે. તેમજ કોઈ અઘટિત ઘટના જોઈને પણ ઘર્મથી ક્યારેય પણ ચલિત થતા નથી. કિંતુ તત્વબુદ્ધિથી વિચારણા કરીને આત્માને ધર્મમાં વધુ સ્થિર કરે છે. આગમોમાં આવા શ્રાવકને યથાભદ્રક કહેલા છે. મહામાન-યથામા (મ.) (1. જેટલો વિષય હોય તેટલો 2. જેટલો ભાગ હોય તેટલો). સંસારમાં પિતાની સંપત્તિમાં સંતાનોનો અધિકાર સ્વીકારવામાં આવેલ છે. પિતા પણ પોતાની સંપત્તિમાંથી જેનો જેટલો ભાગ હોય તેટલો તે તે સંતાનોને આપીને હર્ષની અનુભૂતિ કરે છે. તેમજ સંતાનો પણ પોતાના ભાગને મેળવીને ખુશ રહે છે. તેવી રીતે પરમાત્મા મહાવીરદેવે ધર્મસંપત્તિને સાધુ અને ગૃહસ્થ એમ બે વિભાગમાં વહેંચીને આપેલ છે. પરંતુ ફરક એટલો છે કે પિતાની સંપત્તિ મેળવીને આપણે ખુશ થઈએ છીએ. જ્યારે પરમપિતાએ આપેલ સંપત્તિ જાણે સાર્વજનિક હોય તેમ તેનાથી દૂર ભાગીએ છીએ. એક વાત યાદ રાખજો! પિતાની સંપત્તિ જન્મથી પરંપરા વધારનારી છે. જયારે પરમપિતા પરમાત્માની સંપત્તિ એકાંતે આત્મશાંતિ અને સુખની હારમાળા સર્જનારી છે. મહામૂર-યથાપૂત (પુ.) (તાત્વિક, જેમ હોય તેમ) આપણે હમેંશા નક્કી કરતા હોઈએ છીએ કે શરીર માટે કયો આહાર તાત્વિક છે અને કયો અતાત્વિક, કઈ કસરત શરીર માટે તાત્વિક છે અને કઈ અતાત્વિક, કેટલો આરામ શરીર માટે તાત્વિક છે અને કેટલો નહિ. પરંતુ કોઈ દિવસ એમ વિચાર્યું છે કે મારા આત્મા માટે કયા વિચાર, વાણી અને વર્તન તાવિક છે અને કયા અતાત્વિક? જો ન વિચાર્યું હોય તો સમજી રાખજો કે હજી સુધી તમે તાત્વિક અને અતાત્વિક પરિભાષા સમજ્યા જ નથી. મહામ-કથામf (મત્ર) (1. જ્ઞાન આદિ મોક્ષમાર્ગને અનુસાર 2. ઔદયિક ભાવોને દૂર કરીને, ક્ષયોપશમ ભાવનું ઉલ્લંઘન ન કરીને) જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કર્યો છે અને કર્યો છે તો તેનો ઉદય પણ અવશ્ય છે. કર્મના ઉદયે ઔદયિકભાવને પામેલ આત્મા નવા શુભાશુભ કર્મોનો બંધ કરે છે. મોક્ષ માટે જેમ અશુભકર્મ બાધક છે. તેમ સોનાની સાંકળ સમાન શુભકર્મ પણ મુક્તિ માર્ગમાં બાધક છે. માટે મોક્ષેચ્છુ આત્માએ તેવા ઔદયિક ભાવોને શુદ્ધપણે નિરોધીને અર્થાત દૂર કરીને ક્ષાયિકભાવમાં રહેવાનો નિરંતર પ્રયાસ કરવો જોઈએ. अहारायणिय-यथारालिक (अव्य) (ચારિત્રમાં વડીલ, પ્રવ્રયાદિમાં ) મારિ ()-મારિન (કિ.) (અનિષ્ટ, મનને અપ્રિય). આપણે હંમેશા મનનું જ સાંભળતા હોઈએ છીએ. આપણું મન કહે છે કે આમ કરવું છે અને આવું નથી કરવું. બસ ! પછી તે સાચું છે કે ખોટું તે વિચાર્યા વિના તે પ્રમાણે જ કરવા લાગી જઈએ છીએ. મનને પ્રિય હોય તે બધું સારું. અને મનને જે અપ્રિય હોય તે ખરાબ. પછી ભલે ને આપણો આત્મા તેનો વિરોધ કરે, તેનું સાંભળવાનું તો દૂર રહો તેના અવાજને દબાવી દેવાના પ્રયત્ન કરતા હોઈએ છીએ. મન કદાચ ખોટી સલાહ આપી શકે છે પરંતુ આત્મા કદાપિ નહિ. માજિ-વર્ગ (વ્ય.). (સરળતા અનુસાર, સરળતાને ઓળંગ્યા વિના) 1900