________________ આમ કોઇપણ ક્રિયા કે ભાવ અખંડ હોય તો તેના અંતિમ પરિણામ માટે યોગ્ય ગણાય છે. શાસ્ત્રમાં કહેલ છે કે ભાવમાં કે ક્રિયામાં રહેલી ક્ષતિ કર્તાને તેનું નિશ્ચિત ફળ આપી શકતી નથી. મદત્ત - મથક્વ (જ.) (જઘન્યપણું, નીચતા) જે મા-બાપે પોતાનું બધું જ ભૂલી જઈને સંતાનોની ઇચ્છાને પોતાની ઇચ્છા બનાવી. તેમની ખુશીઓને પોતાની ખુશીઓ બનાવી. તેમના સપનાઓને પોતાના સપના બનાવ્યા. તે જ સંતાનો મોટા થતાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર માતા-પિતાને જ દુખી કરે છે. કલિકાળની આનાથી બીજી કઇ જઘન્યતા હોઇ શકે છે. સંતાનો માટે જે પોતાનું બધું જ ભૂલી ગયા તે જ મા-બાપને આજે સંતાનો ભૂલી જાય છે. હત્ય - યથાસ્થ (ઉ.). (યથાવસ્થિત, જેવું હોય તેવું રહેલ) જિનધર્મ ઇશ્વર કર્તુત્વવાદમાં માનતું નથી. કેમ કે ઇશ્વર તે સૃષ્ટિના કર્તા નથી પરંતુ દૃષ્ટા છે. આ જગત જેમ જે ભાવમાં કે અવશ્વમાં રહેલું છે. તેનું તે પ્રમાણે નિરૂપણ કરનાર છે. તેઓએ પોતાના જ્ઞાનમાં દેખેલ યથાવસ્થિત જગતને લોકની સમક્ષ પ્રસ્તુત કર્યું છે. બાકી પોતાના સુખ-દુખાદિનો કતાં કે ભોક્તા આત્મા સ્વય જ છે યથાર્થ (fa.). (યથાર્થ, યોગ્ય, બરાબર) अहत्थच्छिण्ण -- अहस्तच्छित्र (त्रि.) (જેના હાથ છેદવામાં નથી આવ્યા તે, સંપૂર્ણ હાથવાળો) अहत्थवाय - यथार्थवाद (पुं.) (યથાવસ્થિત વસ્તુનું પ્રસ્થાપન કરવું તે) સ્યાદ્વાદ જિનશાસનનું બીજું નામ છે યથાર્થવાદી. કેટલાક લોકો એવું માને છે કે જૈનો બે બાજુ બોલનારા છે. તેઓ એક જ વસ્તુને બે રીતે રજુ કરે છે. પરંતુ એવું નથી, કેમ કે જેમ સિક્કાની બે બાજુ હોય છે તેમ દરેક પુદ્ગલના પણ વિવિધ પાસા હોય છે. જેમ એક પુરુષ કોઇનો પિતા, કોઇનો પુત્ર, કોઇનો ભાઇ કોઇનો પતિ હોય છે. તેમ એક જ વસ્તુ એક અપેક્ષાએ જુદી અને બીજી અપેક્ષાએ જુદી સંભવી શકે છે. વસ્તુ એક હોવા છતાં તેના વિવિધ રૂપો સંભવી શકે છે. જેને સ્વીકારવું તે મિથ્યાપણું નહિ અપિતુ યથાર્થતા છે. આથી સ્યાદ્વાદતે યથાર્થવાદ છે. મહત્યામ - યથાસ્થામ () (યથાબળ, યથાશક્તિ) પૂજા, પ્રતિક્રમણ, સામાયિકાદિ ધાર્મિક અનુષ્ઠાનો જેમ શક્તિ છુપાવીને કરવાના નથી હોતા. તેમ શક્તિને ઓળંગીને અર્થાત જેટલી શક્તિ હોય તેના કરતાં અધિક પ્રમાણમાં પણ કરવાના નથી હોતા. 1444 ગ્રંથના રચયિતા હરિભદ્રસૂરિ મહારાજે પણ પોતાના પ્રત્યેક યોગના ગ્રંથમાં જયાં પણ અનુષ્ઠાનની વાતો કરી છે. ત્યાં સ્પષ્ટ કહ્યું છે કે યથાશક્તિ યોગાદિ અનુષ્ઠાનોનું પાલન કરવું જોઇએ. अहप्पहाण - यथाप्रधान (अव्य.) (મુખ્ય વસ્તુને અનુસાર, પ્રધાનને અનુસાર) જે ઉદ્યાનમાં આંબાના ઝાડ વધારે અને લીમડાના ઝાડ ઓછો હોય, તેવા ઉદ્યાનને આમ્રવન કહેવાય છે. પરંતુ કોઇક વ્યક્તિ એવું કહે કે ના લીમડાના વૃક્ષ છે માટે આને નીમવન છે. તો તેને લોકો મૂર્ખ કહે અને લોકમાં હાંસીને પાત્ર બને છે કેમ કે કોઇપણ વસ્તુનું કથન કે નિર્દેશ મુખ્ય વસ્તુને અનુસાર થતું હોય છે. તેને ગૌણ કરીને કરવામાં આવતું કથન લોકમાં અનાદેય બને છે. 182