________________ ગામ - 19 () (જઘન્ય, નીચ, નિંદ્ય, ક્ષુદ્ર) સંસારના ભાવોથી પર એવો જિનધર્મ પણ વ્યવહારધર્મને ક્યારેય ઉપેક્ષિત કરતો નથી. તે પણ વ્યવહારનયને અનુસરે છે. માટે જ ગ્રંથોમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે તેઓનું એકપણ વર્તન એવું ન હોવું જોઇએ, જેથી જિનશાસનની લોકમાં નિંદા થાય, લોકો જિનધર્મને જઘન્ય કે અધમ ધર્મ માને. મોક્ષમાર્ગમાં રાગનો ત્યાગ તો કરવાનો જ છે. પણ સાથે સાથે વ્યવહારના ઔચિત્યના પાલનને પણ ત્યાગવાનું નથી. મદાંતિ - મદનિત્તન (!). (જાતિ આદિના અભિમાનવાળો, ગર્વિષ્ઠ) अहमहमितिदप्पिय - अहमहमितिदर्पित (त्रि.) (હું હું એમ કરીને અભિમાન કરનાર, અહંકારી) લોકમાં કહેવાય છે કે રાવણને રામે માર્યો. કોણિકને દેવે માર્યો. પરંતુ રામ કે દેવ તો એક નિમિત્ત માત્ર હતાં, વાસ્તવિકતામાં તો તે બન્નેને તેમના પોતાના અહંકારે જ માર્યા છે. તેઓ હમેશાં સ્વકેન્દ્રિત જ હતાં. માત્ર હું હું ને હું થી જ ઘેરાયેલા રહેતા હતાં. તેમના આ જ અભિમાને તેમને લોકવિરુદ્ધ કાર્ય કરવા મજબૂર કર્યા. જેથી જતા સમયે પોતાના પ્રાણ ગુમાવવા પડ્યા. અક્રમ - અધર્મ (ઈ.) (1. અધર્મ, પાપ, સાવદ્યાનુષ્ઠાન 2. અધર્મનો હેતુ, અધર્મ સ્થાન 3. ધર્મરહિત, અધર્મી) કવિ કલાપીએ પોતાની કવિતામાં બહુ જ માર્મિક વાત કહી છે. ‘હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બન્યો છે દુનિયામાં છેલ્લામાં છેલ્લી કક્ષાનું કોઈ પાપ જ કેમ ના કર્યું હોય. પરંતુ અંતરનો પસ્તાવો, બળાપો તે સ્વર્ગના ઝરણાં સમાન છે. આ પસ્તાવાનું ઝરણું ગમે તેવા અધમકક્ષાના પાપને પણ નાશ કરવા સમર્થ બને છે. સુભાષિતોમાં પણ લખ્યું છે કે આ દુનિયાના વ્યક્તિમાં એટલી પાપ કરવાની શક્તિ નથી. જેટલી તેના નાશ કરવાની શક્તિ ધર્મમાં છે. સદ - મઘર્ષત ( ). (અધર્મ અંગીકાર કરીને, અધર્મને આશ્રયીને) જયાં સુધી આપણું ચિત્ત અધર્મને આશ્રયીને રહેલું છે. ત્યાં સુધી શાશ્વત સુખની પ્રાપ્તિ ક્યારેય નથી થવાની, કોઇનો વિશ્વાસઘાત કરીને, બીજાને ત્રાસ પમાડીને, અન્યની વસ્તુ પડાવી લઇને જે આનંદ પ્રાપ્ત થાય છે. તે એકાંતે અલ્પકાલીન અને દુર્ગતિમાં લઇ જનારો હોય છે. માટે અધર્મના આશ્રયનો ત્યાગ તે મોક્ષમાર્ગની સીડીનું પ્રથમ પગથીયું છે. મઢમક્રેડ- મથક્ષેતુ () (અધર્મની ધ્વજા સમાન, પાપપ્રધાન) ગમે તેવી નિષ્ફળ જમીનમાં ફળદ્રુપતા ઉત્પન્ન કરવાની તાકાતવાળો પુષ્કરાવર્ત મેઘ નાનકડા મગશીલીયાપાષાણને પણ ભીંજવી શકતો નથી, તેનાથી તે મેઘ ક્યારેય ગુસ્સે થતો નથી. કેમ કે તે જાણે છે કે આ પાષાણનો સ્વભાવ જ આવો છે. તેમ આખા જગતને તારવાની ભાવનાવાળા તીર્થંકર ભગવંત પણ કેટલાક સ્વભાવે જ પાપપ્રધાન આત્માઓને ધર્મ પમાડી શકતા નથી. તેનાથી તેઓ ક્યારેય વ્યાકુળ કે ઉગ્ર બની જતાં નથી. કેમ કે તેઓ જાણે છે કે તે જીવોનું આત્મબળ જ આવે છે. ભારેકર્મીપણાના કારણે તેમના ચિત્તમાં ક્યારેય ધર્મની રુચિ ઉત્પન્ન નહિ થાય. માટે તેઓ તેમના પ્રત્યે કરૂણા કે માધ્યસ્થભાવને ધારણ કરે છે. अहम्मक्खाइ - अधर्मख्यायिन् (पुं.) (અધર્મનું પ્રતિપાદન કરનાર, અધર્મ બોલનાર) જ્યાં સુધી શાસ્ત્રાભ્યાસ દ્વારા કે ગુરુકુલ વાસના સેવન દ્વારા બુદ્ધિ પરિણત નથી થઇ. ત્યાંસુધી અધર્મનું પ્રતિપાદન કરનારા બીજા ધર્મશાસ્ત્રો શ્રમણે ન વાંચવા એવો શાસ્ત્રાદેશ છે. કેમ કે ધર્મમાં અપરિણત બુદ્ધિવાળો આત્મા ધર્મના ભ્રામક પ્રતિપાદન કરનાર 1830