________________ હૃાર - મહા (ઈ.). (અભિમાન, મદ, અહંકાર) ચાર ચાર મહિના ગણિકાના ત્યાં રહેવા છતાં, ઉન્માદ કરનાર આહાર આરોગવા છતાં, પતિત કરનારા સ્ત્રીના હજારો હાવભાવ હોવા છતાં જેમની આંખોમાં એક અંશ જેટલો પણ વિકાર ન જાગ્યો. તેવા સ્થૂલિભદ્રને કંદર્પ તો હરાવી ના શક્યો. કિંતુ જ્ઞાનનો દર્પ અર્થાત અહંકાર તેમને માત આપી ગયો. કામને પચાવી ગયા કિંતુ જ્ઞાનના અહંકારને પચાવી ન શક્યા. જેના કારણે જૈનસંઘને ચારપૂર્વો અર્થથી ખોવાનો વારો આવ્યો. જો એક જ્ઞાનનો અહંકાર આટલું મોટું નુકસાન કરાવી શકે છે. તો વિચારી જો જો કે આપણે જે જે નાની મોટી વસ્તુના અહંકાર કરતાં રહીએ છીએ તે શું ફળ આપશે. મહંમ - કથામ (મવ્ય.) (પરિપાટી અનુસાર, યથાક્રમ, અનુક્રમ) જમાનો બદલાય છે તેમ લોકોની રીતભાત, રીવાજો, રહેણીકરણી વગેરેમાં પણ બદલાવ આવે છે. આપણી પૂર્વની પેઢી દર પેઢીએ ચાલ્યા આવતા વર્તનોમાં પણ ફરક આવી જતો હોય છે. કેમ કે તે સમયે તેવા વર્તનો કે રીવાજો ફાયદાકારક હશે. પરંતુ વર્તમાનમાં તે ન પણ હોય. પણ પરમાત્મા મહાવીરે દર્શાવેલ ધર્મ અને ક્રિયા તે સમયે જેટલા હિતકારક હતાં. આજના સમયે પણ તે એટલા જ હિતકારી છે. યથાક્રમે ચાલ્યા આવતા તેમાં કોઈ જ ફેરફાર કરવામાં નથી આવ્યો. કદાચ તેની જરૂર પણ નથી. અહમા - મથા (થા) હયાત (2) (પાંચમાં પ્રકારનું ચારિત્ર, યથાખ્યાત નામક ચારિત્ર, વિશુદ્ધ ચારિત્ર) શાસ્ત્રમાં કુલ પાંચ પ્રકારના ચારિત્રનું વર્ણન કરવામાં આવેલ છે. તેમાં પાંચમાં પ્રકારના ચારિત્રનું નામ યથાખ્યાત છે. તીર્થંકર ભગવંતે જે પ્રકારનું ચારિત્ર કહેલ હોય તે જ પ્રકારે અંશે અંશનું પાલન કરવામાં આવે. તેમજ તેમાં કોઇપણ જાતનો અતિચાર લગાડવામાં ના આવે. તેવા ચારિત્રને યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે છે. अहक्खायसंजम - यथाख्यातसंयम (पुं.) (યથાખ્યાત ચારિત્ર, વિશુદ્ધ સંયમ) યથાખ્યાત સંયમને અકષાય સંયમ પણ કહેવામાં આવે છે. જેમાં ચિત્ત એકદમ સ્થિર અને ચંચળતારહિત થઇ ગયેલ હોય. જગતની કોઇપણ વસ્તુ કે ઘટના મનમાં રાગ કે દ્વેષને ઉત્પન્ન કરી ન શકે. તેવી અવસ્થાવાળા ચારિત્રને યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે છે. આ ચારિત્ર ઉપશાંતમોહ અને ક્ષીણમોહવાળા છદ્મસ્થ જીવને તથા સયોગી કે અયોગી કેવલી ભગવંતને સંભવતું હોય છે. अहक्खायसंजय - यथाख्यातसंयत (पुं.) (યથાખ્યાત ચારિત્રવાળો, અષાય સંયમવાળો ચારિત્રી જીવ) મકા - યથાસ્થાન () (સ્થાનને ઓળંગ્યા વિના, યોગ્ય સ્થાન) ઘરમાં કે ઓફિસમાં દરેક વસ્તુ તેના સ્થાને હોવી જોઇએ. તેવો આગ્રહ આપણે સદૈવ રાખતાં હોઇએ છીએ. ફૂલદાની તો તેના સ્થાને જોઇએ, ટી.વી. તો તેના સ્થાને જોઇએ.વાસણો તો તેના યોગ્ય સ્થાને હોવા જોઇએ વગેરે વગેરે. પરંતુ દાળમાં કે શાકમાં થોડું મીઠું ઓછું પડી ગયું તો શું આપણું મગજ યોગ્ય સ્થાને રહે છે? દિકરા કે દિકરીએ કોઇ વસ્તુ તોડી નાંખી તો ગુસ્સો યોગ્યસ્થાને રહે છે? અરે ! કોઇએ આપણી જોડે ખોટું કરી નાંખ્યું તો શું આપણું ચિત્ત યોગ્ય સ્થાને રહે છે ખરું? નહિ ને ! તો પછી તમે યોગ્યતાના આગ્રહી કેવી રીતે કહેવાઓ? મહંત (4) - હત (a.). (અખંડિત, સંપૂર્ણ, અક્ષત) અખંડિત અંગવાળો પુરુષ શુભ મનાય છે. અખંડિત જાપ ફળદાયક બને છે. અખંડ અક્ષત વડે કરાયેલી પૂજા સંપૂર્ણ કહેવાય છે. - 1 / 0