________________ ગોહિટ્ટાન - અધિસ્થાન (2) (1. દુર્જનનો સંસર્ગ 2. પાપકર્મ 3. અશુદ્ધિ સ્થાન) જે જે નિમિત્તો, વસ્તુઓ, વાતો કે વ્યક્તિ દ્વારા આત્માના ગુણોનો હ્રાસ અને દોષોનો આવિર્ભાવ થતો હોય. તેને શાસ્ત્રમાં અશોધિ સ્થાન કહેવામાં આવેલા છે. દુર્જનની સંગતે મનમાં ખરાબ વિચારો કે વર્તનો પ્રવેશતા હોય તો તે અશોધિ સ્થાન છે. સિનેમા, હોટલ, પિકનીક પોઇન્ટોમાં કે તેવા અન્ય સ્થાનો દ્વારા જીવનમાંથી સગુણો ચાલ્યા જતાં હોય તો તે અશોધિ સ્થાન છે. સદ્દગુણોના પ્રત્યાશી જીવે આવા દરેક અશોધિ સ્થાનોનો નિયમ ત્યાગ કરવો જોઇએ. # - અશ્વ (.) (1. ઘોડો 2. અશ્વિની નક્ષત્રનો દેવ, અશ્વિનીકુમાર) ઘોડાની રેસમાં દોડતો તો ઘોડો હોય છે. પરંતુ તેનું સંચાલન કરનાર તો કોઇ બીજું જ હોય છે. ઘોડો એમ વિચારતો હોય કે હું મારી પ્રતિભાએ યોગ્ય દોડી રહ્યો છું તો તે તેની ભૂલ છે. તેમ આપણને જીવનમાં જે સફળતા કે સુખોની પ્રાપ્તિ થાય છે. તેની પાછળ તેનું સંચાલન કરનાર આપણું કર્મ છે. તમે એવું વિચારી લો કે મારી મહેનતે જ મળ્યું છે. તો તે ભૂલ સાબિત થઇ શકે છે. #vor - ઝ%%of (ઈ.) (56 અંતર્લીપમાંનો એક દ્વીપ) #Ruff - અશ્વશ્વ (સ્ત્ર.) (એક પ્રકારનો કંદવિશેષ, ઘોડાના કાનના જેવા પાંદડાવાળી વનસ્પતિ) મશ્નર - અશ્વશ્વરા (2) (જ્યાં ઘોડાને રાખવામાં આવે તે સ્થાન, અશ્વશાળા) મોજ -- અશ્વઘોર (પુ.) (ઘોડાને ચોરનાર) ઝરૂતર - અશ્વતર (ઈ.) (ઘોડાની એક જાતિ, ખચ્ચર) ઘોડાની એક પેટા જાતિને અશ્વતર કહેવામાં આવે છે. જે આજે લોકમાં ખચ્ચર તરીકે પ્રસિદ્ધ છે. આ ખચ્ચર ઘોડાની જેમ ઉત્તમ જાતિમાં મનાતું નથી. તેનો ઉપયોગ ભારવહન કરવા માટે જ કરવામાં આવે છે. આ ખચ્ચર જાતિ ઘોડા અને ગધેડાના સંયોગથી ઉત્પન્ન થયેલ જાતિ માનવામાં આવે છે. આથી તે ન તો સંપૂર્ણ ઘોડો કહેવાય કે ન તો ગધેડો. આબન્નેની વિકૃતિ તે ખચ્ચર છે. તેવી જ રીતે આપણે પોતાને મોર્ડન કહેવડાવીએ તો છીએ. પણ શું ખરા અર્થમાં મોર્ડન છીએ ? કે પછી ખચ્ચરની જેમ નતો મોર્ડનમાં ન તો જૂનવાણીમાં એમ વિકૃતિવાળી સંસ્કૃતિમાં રહેનારા છીએ? #મુહ - અશ્વમુક (ગું.) (આદર્શમુખની ઉપરનો એક અંતદ્વીપ, પદ અંતર્લીપમાંનો એક દ્વીપ) મસૂદ - અશ્વમેષ (!) (યજ્ઞવિશેષ, જેમાં ઘોડાની આહુતિ આપવામાં આવે તેવો યજ્ઞ) નવમાં અને દસમાં જિનના અંતરાલ કાળમાં અસંયતિઓએ પોતાનું મહત્ત્વ વધારવા અને સ્વપૂજાથે જાત જાતના હિંસક યજ્ઞો નીકાળ્યા. જેમ કે પિતૃતર્પણ, માતૃમુક્તિ, પિતૃમુક્તિ, અશ્વમેઘ યજ્ઞ, અજા યજ્ઞ વગેરે વગેરે. આ યજ્ઞોમાં જે તે જીવોની બળતા કુંડમાં આહુતિ આપીને જીવોની હિંસા કરતાં હતાં. આજે પણ તેમાંના કેટલાક યજ્ઞો હજુ વિદ્યમાન છે અને તેમાં નિર્દોષ જીવોનો નિરર્થક બલિ આપવામાં આવે છે. કેટલાક મૂઢ અને અંધશ્રદ્ધાળુ જીવો તેને ધર્મ માને છે. 178