________________ મહેor - અશ્વસેન (ઈ.) (1, પાર્શ્વજિનના પિતા 2. ચૌદમો મહાગ્રહ) આ ચોવિસીના ત્રેવીસમાં તીર્થપતિ ભગવાન પાર્શ્વનાથના પિતા તથા હાલના બનારસ અને તે સમયની વારાણસી નગરીના રાજા. અશ્વસેન હતાં. તેમજ જ્યોતિષ શાસ્ત્રમાં કથિત મહાગ્રહો પૈકી એક ગ્રહનું નામ પણ અશ્વસેન ગ્રહ છે. अस्साउद्दिण्ण - असादोदीर्ण (त्रि.) (અપ્રાપ્ત કર્યો વડે ઉદીરણા પામેલ) अस्साएमाण - अस्वादयत् (त्रि.) (શેરડીના સાંઠાની જેમ થોડું ચાખતો ને ઘણું ફેંકી દેતો) આગમોમાં શાસ્ત્રાભ્યાસ કરનારા જીવોના અનેક પ્રકાર બતાવવામાં આવેલ છે. જેમ કેટલાક જીવો તત્ત્વોના ઐદંપર્યાર્થ સુધી જનારા હોય છે. કેટલાક જીવો જે પ્રમાણે અર્થ કહેલ હોય તે રીતે જ અર્થને ગ્રહણ કરનાર હોય છે. કેટલાક જીવો વિદ્યાગુરુ જેટલું સમજાવે તેટલું જ સમજનારા હોય છે. તો કેટલાક જીવો શેરડીના સાંઠાની જેમ અલ્પ અર્થને ગ્રહણ કરનારા અને ઘણાને ફેંકનારા અર્થાત્ ત્યજનાર હોય છે. મસાત - માસ્વા (ઈ) (જીભને આલ્હાદ ઉત્પન્ન કરનાર સ્વાદ) સાચી ગૃહિણી તે છે જેના ભોજનનો સ્વાદ ખાનારની જીભને આહાદ અર્થાત ખુશી ઉત્પન્ન કરી શકે. તે ભોજનને આરોગનાર, તેને ચાહક થઈ જાય અને પુનઃ પુનઃ તેની કામના કરે. તેમ વચન પ્રભાવક તે છે કે જેનો ઉપદેશ સાંભળતાં જ શ્રોતાનું મન ડોલવા લાગે. તેને થાય કે વક્તા હજું વધું બોલે અને મને ધર્મામૃતનું પાન કરવા મળે. જિનેશ્વર ભગવંતના અતિશયોમાં એક અતિશય વચનાતિશય છે. તેમની દેશના સાંભળનારા સાપની જેમ સ્થાન અને સમયનું ભાન ભૂલીને ડોલતા હોય છે. अस्सामिण्ण - अस्वामित्व (न.) (માલિકી ભાવનો અભાવ, નિઃસંગતા) જયાં સુધી રાગ છે ત્યાં સુધી મારા-તારાનો માલિકી ભાવ રહેતો હોય છે. શાસ્ત્રમાં કહેલું છે કે દ્વેષ જેટલો મારક છે. તેના કરતાં કઇધણો વધારે રાગ આત્મગુણોનો નાશક છે. જે દિવસે આત્મામાં આ રાગદશા નાશ પામીને નિઃસંગતા પ્રગટે છે. તે દિવસથી હું, મારું કે તારું જેવો કોઈ ભેદ જ રહેતો નથી. अस्सावबोहितित्थ -- अश्वावबोधितीर्थ (न.) (ત નામે પ્રસિદ્ધ એક તીર્થસ્થાન) વીસમાં તીર્થકર ભગવાન મુનિસુવ્રતસ્વામી એક રાતમાં કુલ સાંઈઠ યોજન ચાલીને જિતશત્રુ રાજા શાસિત ભરૂચ નગરમાં પધાર્યા. દેવોએ સમવસરણની રચના કરી અને પરમાત્માએ ત્યાં દેશના આપી. દેશનાના અંતે પ્રભુને પૂછવામાં આવ્યું કે હે ભગવન્! આ દેશનામાં કોણ પ્રતિબોધ પામ્યું. ત્યારે પ્રભુએ કહ્યું કે આ દેશનામાં કોઈ દેવ કે મનુષ્ય નહિ કિંતુ આ રાજાનો અશ્વ પ્રતિબોધ પામ્યો છે. અને હું તેને પ્રતિબોધ પમાડવા માટે જ આટલો ઉગ્રવિહાર કરીને અહિ આવ્યો છું. વાત સાંભળીને રાજાએ તે પ્રસંગને યાદગાર બનાવવા માટે તે સ્થાને જિનાલયનું નિર્માણ કર્યું. જે જતા દિવસે અશ્વાવબોધિતીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું. #Ta (r) - અક્ષાવિન (3) (છિદ્રયુક્ત, જેમાં પાણી આવી શકે તેવું) જે નાવ સ્વયં છિદ્રયુક્ત હોય તે નાવ પર સવાર થનારને કાંઠે લઇ જઇ શકતી નથી. તેવી છીદ્રયુક્ત નાવ સ્વયં તો ડૂબે છે પરંતુ તેમાં બેસનારને પણ ડૂબાડે છે. તેમ દોષયુક્ત આત્મા બીજાને ધર્મ પમાડી શક્તો નથી. જેના આચાર અને વિચાર બન્ને ભિન્ન પડતાં હોય સમજી લેવું કે તે આત્મા દોષયુક્ત છે. તેવો આત્મા છિદ્રવાળી નાવ જેવો કહેલ છે. જે સ્વ કે પર લ્યાણ કરી શકતો નથી.