________________ મોઘવાયા -- અ નિલ્સા (at) (અશોક વૃક્ષપ્રધાન એવું નાનું વન) असोगवरपायव - अशोकवरपादप (पुं.) (અત્યુત્તમ અશોકવૃક્ષ) મોriff - નશો (g) (ચંદ્રગુપ્તનો પૌત્ર અને બિંદુસારનો તેનામે પુત્ર, સમ્રાટ અશોક) પરમ જૈન એવા ચંદ્રગુપ્તના પુત્ર બિંદુસારનો અશોક નામે પુત્ર હતો. તે લોકમાં સમ્રાટ અશોક કે અશકશ્રી નામે પ્રસિદ્ધ હતો. તે પરમવીર અને કુશળ યોદ્ધા હતો. તેણે સ્વસામર્થ્યના બળે સમસ્ત ભારત ઉપર પોતાનું શાસન સ્થાપ્યું હતું. પ્રારંભમાં તે જૈન ધર્મ પાળતો હતો કિંતુ તેની પટ્ટરાણી બૌદ્ધ હોવાના કારણે પાછળથી તે બૌદ્ધાનુયાયી થઇ ગયો હતો. તેનો જ પૌત્ર સંપ્રતિ પરમાહત શ્રાવક અને શાસનપ્રભાવક હતો. મોm - મોક્ષ (a.) (1. ધરણેન્દ્રના લોકપાલ કાલની અગ્રમહિષી 2. દસમાં શીતલ જિનની શાસનદેવી 3, નલિન વિજયની રાજધાની) સોત્રી - અમૃતા (મ.) (ધર્મોપદેશ નહિ સાંભળીને, જિનવાણી સાંભળ્યા વિના) એક દિવસ બિમાર પડી જવાય અને પૈસા કમાયા વગરનો દિવસ જાય છે. તો આપણે બેબાકળા અને નિરાશ થઇ જઇએ છીએ. મનમાં ચિંતા થઈ જાય છે કે અરે ! આજનો દિવસ નકામો ગયો. આજે કાંઇ જ કમાણી ના થઇ. પરંતુ એક દિવસ ગુરુ ભગવંતના મુખે ધર્મોપદેશ સાંભળ્યા વિનાનો જાય તો ક્યારેય અંતરાત્મા દુખી થયો છે ખરો? મનમાં થયું છે કે અરેરેરે ! આજનો મારો દિવસ સાવ નકામો ગયો. આજે મેં જિનવાણીનું શ્રવણ જ ન કર્યું ધિક્કાર છે મારી જાતને. असोणिय - अशोणित (त्रि.) (લોહી વિનાનું, રક્ત વગરનું) આગમ ગ્રંથોનું વાંચન થતું હોય કે તેના જોગ ચાલતા હોય, ત્યારે શાસ્ત્રમાં કહેલ વિધિ અનુસાર વસતિ અર્થાત તે સ્થાન શુદ્ધ હોવું જરૂરી છે. જે સ્થાનમાં આગમ વાંચન કે જોગ થતાં હોય તે સ્થાન રુધિર, પરુકે માંસાદિ વિનાનું હોવું જોઇએ. કોઇપણ પ્રકારની અસજઝાય ન હોવી જોઇએ. અન્યથા જોગની ક્રિયા કે વાંચન થઇ શકતાં નથી. असोम्मग्गहचरिय - असौम्यग्रहचरित (न.) (શનિ આદિ ક્રૂર ગ્રહની ચાલ, ક્રૂર ગ્રહની ગતિ) સારા કાર્યો કે પ્રસંગો માટે મુહૂર્તની આવશ્યકતા માનવામાં આવેલી છે. જે તે સમયે ચાલતા રહો અને નક્ષત્ર આદિને ધ્યાનમાં રાખીને શુભ કે અશુભ કાળનો નિર્ણય થતો હોય છે. સૌમ્યગ્રહોની ચાલ વર્તતી હોય તો મુહૂર્ત શુભ હોય. અને ક્રૂર ગ્રહોની ચાલ વર્તતી હોય તો જે તે કાળને અશુભ માનીને શુભ કાર્યોનો નિષેધ કરવામાં આવે છે. આ બધા ગ્રહો અને નક્ષત્રોની પણ ઉપર ધર્મની ચાલ વર્તતી હોય છે. જે આત્મા પરમાત્માનું શરણું સ્વીકારે છે તેને કોઇપણ અશુભ ગ્રહોની ચાલ નડતી નથી. મોdiા - મદનતા (ઢ.) (શોક ન કરવો) જેમ હર્ષોન્માદ તે કર્મબંધનું કારણ માનવામાં આવેલું છે. તેવી રીતે અનિચ્છિત વસ્તુની પ્રાપ્તિએ કે મૃત્યાદિ પ્રસંગે કરવામાં આવતા શોકને પણ કર્મ બંધનનું કારણ કહેલ છે. આથી જયારે સાધુ કે સાધ્વીજી ભગવંત કાળધર્મ પામે છે ત્યારે તેમની પાછળ શોક કરવામાં નથી આવતો. વિપરીત તેમના દેહની વાજતે ગાજતે પાલખી કાઢવામાં આવે છે. લોકો પર અબીલ ગુલાલ છાંટવામાં આવે છે. તેઓના મૃત્યુને વિષાદ ન બનાવતાં મહોત્સવ બનાવવામાં આવે છે. 177 -