________________ અસત્તહિર - અપરહિત () (સમસ્ત જીવોનું હિત કરનાર) પંચાશક ગ્રંથમાં લખ્યું છે કે અઢાર દોષો પર વિજય પ્રાપ્ત કરનાર અરિહંત ભગવંતની વાણી જગતના સર્વે જીવોનું હિત કરનારી હોય છે. કેમ કે તેઓના અંતઃકરણમાં જગત આખાનું ભલુ કરવાની ભાવના સતત વહેતી હોય છે. આથી જ તો તેમનું રૂધિર પણ લાલ હોવાના બદલે દૂધ જેવું એકદમ સફેદ હોય છે. દિવ - અદ્ધિ () (મોક્ષ સંબંધિ ન હોય તે, સાંસારિક) આ મારું, આ તારું, આ પેલાનું, અમે, તમે આ બધી માયા સાંસારિક છે. આ સંસારમાં છીએ ત્યાં સુધી જ મારું તારું રહેવાનું છે. પરંતુ એક વાત સમજી રાખો કે અહિ ભલે તમે સ્વતંત્રતા પ્રિય હોવ કે પછી બધાથી જુદા રહેવા ઇચ્છતા હોવ, મોક્ષમાં તો તમારે ફરજીયાત બીજા અનંતા આત્માઓ સાથે ભળીને જ રહેવાનું છે. ત્યાં કોઇ અલગ ઘર, ફ્લેટ, બંગલો કે પ્લોટની સિસ્ટમ જ નથી. આ પ્રવૃત્તિ તો માત્ર સંસારસંબંધિ જ છે મોક્ષસંબંધિ નહિ. મીન - મોજ() (1. આસોપાલવનું વૃક્ષ 2. ઓગણીસમાં તીર્થકરને જેની નીચે કેવલજ્ઞાન થયું તે વૃક્ષ 3. ચોથા બળદેવનું પૂર્વભવનું નામ 4. ચુમ્મોતેરમો મહાગ્રહ 5. અશોકવનનો દેવ 6, વીતશોકા નગરીનું અપર નામ) આસોપાલવ વૃક્ષને સંસ્કૃત ભાષામાં અશોક વૃક્ષ તરીકે ઉલ્લેખિત કરવામાં આવેલ છે. તીર્થકરોના અષ્ટ પ્રાતિહાર્યમાંનું એક પ્રાતિહાર્ય અશોકવૃક્ષ પણ છે. દરેક તીર્થકર ભગવંતો સમવસરણમાં દેશના આ અશોકવૃક્ષ નીચે બેસીને જ આપતા હોય છે. જયાં જયાં તીર્થકર ભગવંત વિચરે છે તેમની સાથે ને સાથે તે વૃક્ષ પણ વિદ્યમાન હોય છે. શુભ દિવસે કે પ્રસંગે પણ લોકો ઘરના આંગણે આસોપાલવ વૃક્ષના પાંદડા બાંધતા હોય છે. આમ આ વૃક્ષનું ધર્મમાં અને સંસારમાં એમ બન્ને સ્થાને મહત્ત્વ રહેલું છે. असोगचंद - अशोकचन्द्र (.) (શ્રેણિકપુત્ર કોણિકનું અપર નામ) માનવFG - મોયસ (ઈ.) (વિજયપુર નગરસ્થિત નંદનવન ઉદ્યાનનો સ્વનામ પ્રસિદ્ધ યક્ષ) असोगदत्त - अशोकदत्त (पुं.) (સાકેત નગરમાં તે નામે પ્રસિદ્ધ શ્રેષ્ઠી) असोगराय - अशोकराज (पुं.) (વાસુપૂજય જિનની પ્રપૌત્રીનો પતિ) ચંપા નગરીમાં વાસુપૂજયજિનના પુત્ર મઘવ રાજાની પુત્રી લક્ષ્મીની કુક્ષિએ ઉત્પન્ન થયેલ આઠ ભાઈઓ વચ્ચે એક બહેન એવી રોહિણીએ પોતાના સ્વયંવરમાં જે રાજાને વરમાળા પહેરાવી તે અશોકરાજ નામક રાજા હતો. અસોનિયા - મજનતા (ft.). (અશોક વૃક્ષને વીંટળાઈને રહેલ લતા) असोगवर्डिसग - अशोकावतंसक (न.) (સૌધર્માદિ વિમાનની પૂર્વ દિશામાં આવેલ તે નામનું વિમાન) માવા - મોક્ષવન () (જેમાં અશોક વૃક્ષ વધારે છે તેવું વન) જે વનમાં વધારે આંબાના ઝાડ હોય તેને આમ્રવન કહેવાય છે. તેમ જે વનમાં અશોકના વૃક્ષ વધુ હોય તે અશોકવૃક્ષ વન કહેવાય છે. 176