________________ असूयावयण - असूयावचन ( न.) (અસૂયાવાળું વચન, અક્ષમાવાળા વચન) પ્રસૂરિજ - મસૂર્ય (ઈ.) (1. જ્યાં સૂર્યનો પ્રવેશ ન થઇ શકે તેવું સ્થાન, નરકાવાસ) વરસાદની ઋતુમાં થોડાક દિવસો માટે સૂર્ય ન દેખાય તો આપણે ઊંચા નીચા થઇ જતાં હોઇએ છીએ. ગાઢ અંધકારને જોઇને મુખમાંથી શબ્દો નીકળે છે કે હવે તો સૂરજ દેખાય તો સારું. પરંતુ તમને ખબર છે કે જયાં ઓછામાં ઓછું આયુષ્ય દસ હજારવર્ષનું છે. તેમજ નિરંતર યાતનાઓની જ્યાં કમી નથી. તેવા નરકાવાસોમાં સૂર્યનું એક પણ કિરણ સુલભ નથી હોતું. શાસ્ત્રમાં કહેલું છે કે નરક ગાઢ અંધકાર અને દુખોથી અત્યંત બિહામણી છે. असूववाय - असूपपाद (त्रि.) (અત્યંત દુખેથી ઘટી શકે તેવું, દુર્ઘટ) સંસારમાં ઘણી બધી બાબતો એવી હોય છે કે જેને મેળવવામાં કે બનાવવામાં બહુ જ તકલીફ વેઠવી પડતી હોય છે. તેવા બનાવો કે વસ્તુને દુર્ઘટ કહેવાય છે. જેમ કે પૈસો ગુમાવવો આસાન છે પણ તેને મેળવીને પચાવવો મુશ્કેલ. સંબંધો બનાવવા સહેલા છે પણ તેને નિભાવવા દુર્ઘટક છે. તેમ મનુષ્યભવ કે જિનધર્મ મળી જવો હજી સુલભ છે પણ તેનો સદુપયોગ કરવો લોઢાના ચણા ચાવવા બરોબર છે. જો મન મક્કમ અને એક્લક્ષ હોય તો દુનિયામાં કોઈ વસ્તુ એવી નથી કે જેનો પાર પામી ના શકાય. સેન્નાવર - ઝણાવ્યાત (ઈ.) (વસતિના ત્યાગ બાદ જે શય્યાતર તરીકે નથી તેવો ગૃહસ્થ) સાધુને શયા અથત રહેવા માટેનું સ્થાન આપીને જે સંસાર તરે તેને શય્યાતર કહેવાય છે. સાધુ જે શય્યાતરના ત્યાં ઉતર્યા હોય તેના ઘરની ગોચરી-પાણી વહોરતા નથી. પરંતુ કોઇ વિશિષ્ટ કારણવશાત્ તે સ્થાનનો ત્યાગ કરીને બીજા સ્થાનમાં ઉતરે તો તેના ઘરના આહારાદિ લેવા સાધુને કહ્યું છે. કારણ કે તે સ્થાનનો ત્યાગ કર્યા પછી તે ગૃહસ્થ અશય્યાતર કહેવાય છે. મફેર - અશ્રેયસ (1) (અકલ્યાણ, ખરાબ, અસુંદર) આપણે કલ્યાણ અને અકલ્યાણની વ્યાખ્યા જ ખોટી કરતાં હોઈએ છીએ. પોતાના ધાર્યા પ્રમાણે થયું તે કલ્યાણકારી અને વિપરીત થયું તો અકલ્યાણકારી. ઇચ્છિત વસ્તુ મળી તો સારું અને અનિચ્છિત મળી તો ખરાબ. પરંતુ ધર્મ કહે છે કે જેમ દવા કડવી હોવા છતાં પણ રોગી માટે કલ્યાણકારી હોય છે, તેમ ધર્મપાલનમાં આવતા કષ્ટો પણ ભલે દુખદ લાગતાં હોય પણ અંતે તો તે કલ્યાણકારી જ છે. असेलेसिपडिवन्नग - अशैलेषीप्रतिपन्नक (पु.) (શૈલેષી અવસ્થાને નહિ પામેલ) કર્મગ્રંથમાં શૈલેષી અવસ્થાને અયોગીકેવલી નામે ચતુર્દશ ગુણસ્થાનક કહેલ છે. આ અવસ્થાને પ્રાપ્ત કરીને જીવ ગણતરીના સમયમાં મોક્ષગતિને પ્રાપ્ત કરતાં હોય છે. પરંતુ જેઓ સંસારના કાદવમાં લેપાયેલા છે. જેઓ આવી અયોગી અવસ્થાને નથી પામેલા તેવા જીવોને શાસ્ત્રમાં અશૈલેષપ્રતિપન્નક કહેલા છે. સેક્સ - મોષ (વિ.). (સકલ, સંપૂર્ણ, સવ) સંસાર એટલે જ અપૂર્ણતા. ઇચ્છાઓ અપૂર્ણ, સુખ અપૂર્ણ, સંબંધો અપૂર્ણ, સામગ્રીઓ અપૂર્ણ, ક્યારેય પણ કોઈ સંસારીના મુખે સાંભળ્યું છે ખરું કે મને જે મળ્યું છે તે મારા માટે સંપૂર્ણ છે, અને હું તેનાથી તૃપ્ત છું. નહિ ને! કેમ કે સંસારનું આ જ પરમ સત્ય છે કે તે કદાપિ સંપૂર્ણ થવાનું નથી, સંપૂર્ણતા તો મોક્ષમાર્ગ અને મોક્ષમાં જ છે બીજે ક્યાંય નહિ. - 105