________________ પ્રસન્ન થયેલ આરાસુરી માં અંબિકાએ વિમલમંત્રીને કહ્યું કે તમે મારી જોડે વરદાન માંગો, પરંતુ જોડે એક શરત છે કે આરસ કે વારસ બેમાંથી કોઇપણ એક જ વસ્તુ હું તમને આપીશ. ત્યારે તેમણે પત્નીને પૂછીને જણાવવાનું કહ્યું. જ્યારે પત્નીને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમાં પૂછવાનું શું હોય. તમારે કહી દેવું હતું કે મારે આરસ જોઇએ છે. કેમ કે આવનારો વારસ આપણી કીર્તિ કરાવી શકે છે તેમ અપકીર્તિ પણ ફેલાવી શકે છે. જ્યારે આરસ દ્વારા શાસનની આરાધના થશે અને ઇતિહાસમાં તમારી કીર્તિ સુવર્ણાક્ષરે લખાશે. પત્નીના કથનથી વિમલમંત્રીએ દેવી પાસે આરસની માંગણી કરી. તેઓએ અપુત્રીયા રહેવાનું પસંદ કરીને શાસનની સેવા કરી, આવા વિરલ આત્મા ક્યાં જોવા મળશે? અજુગાgિ - મQવિકૃતિ (f) (ન્યગ્રોધ નામક અપ્રશસ્ત સંસ્થાન) છપ્રકારના સંસ્થાનમાં ન્યગ્રોધ નામક સંસ્થાન આવે છે. આ સંસ્થાનને પ્રાપ્ત જીવના ઉપરના દેહની આકૃતિ પ્રમાણસર હોય છે. કિંતુ નાભિની નીચેના અવયવો અપ્રમાણવાળા અર્થાતુ નાનામોટા કે વાંકાચૂંકા હોય છે. તેનું અસ્વીકૃતિ એવું બીજું પણ નામ છે. સુરુ - કવિ (a.) (1. અશુદ્ધ, અપવિત્ર 2. વિષ્ઠા, અમેધ્ય) વ્યવહારસૂત્રમાં અશુચિદ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે કહેલી છે. મળ, મૂત્ર યુક્ત કે સ્નાનરહિત ગાત્ર તે દ્રવ્ય અશુદ્ધિ છે. તેમજ આહાર, ઉપધિ, શય્યાદિ ઉપકરણોમાં રાગદ્વેષનો ભાવ કરવો તે ભાવ અશુદ્ધિ છે. મલયુક્ત શરીર માત્ર પાણીના એક પ્રવાહથી સાફ થઇ જાય છે, કિંતુ રાગદ્વેષના ભાવથી મલિન થયેલ આત્માને સાફ કરવા માટે ભવોના ભવો લાગી જાય છે. માટે વિવેકીજને તેવા અશુભ ભાવોથી આત્મા અપવિત્ર ન થઇ જાય તેનું ધ્યાન રાખવું જોઇએ. * શ્રુતિ (ત્રિ.). (શાસ્ત્ર શ્રવણરહિત) પુણ્ય-પાપ, ધર્મ-અધર્મ, સત્ય-અસત્ય વગેરે વાતોને જાણવા અને સમજવા માટે શાસ્ત્રોનું શ્રવણ તે ઉત્તમ માધ્યમ છે. જે જીવ પ્રતિદિન ગુરુમુખે શાસ્ત્રો સાંભળે છે, તે જીવમાં વિવેક ગુણનો વિશેષ કરીને પ્રાદુર્ભાવ થતો હોય છે. અને જે જીવમાં વિવેક ગુણ વિદ્યમાન હોય છે તેને સંસારના કોઇપણ વિદ્ગો કે વિકટ પરિસ્થિતિઓ મૂંઝવી શકતાં નથી. સાંસારિક વિદ્ગો તો શાસ્ત્રશ્રવણના અભાવે વિવેક ગુણરહિત જીવને જ પરેશાન કરી શકે છે. असुइकुणिम - अशुचिकुणिम (न.) (અપવિત્ર માંસ). असुइजायकम्मकरण - अशुचिजातकर्मकरण (न.) (જન્મ સમયે નાલછેદન કર્મ કરવું તે) બાળક જન્મ પામે ત્યારે માતા અને બાળક બન્નેનો જીવ બચાવવા માટે એકસૂત્રે જેનાથી જોડાયેલ હોય તેવી નાલનું છેદન કરવામાં આવે છે. આ કાર્ય પ્રસૂતિ કરાવનાર સ્ત્રી કે વર્તમાનકાળમાં ડૉક્ટરો કરતાં હોય છે. શાસ્ત્રમાં પરમાત્માના જન્મ સમયે પણ દિક્ષુમારીકા દ્વારા નાલછેદન કરવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. પરમાત્માની નાલછેદન કરીને દિકુમારીકા દેવીઓ પુણ્યનો બંધ અને કર્મોનો ક્ષય કરતી હોય છે. તેનો લાભ પણ અતિભાગ્યશાળી આત્માઓને જ પ્રાપ્ત થતો હોય છે. મુઠ્ઠાઇ - અવિસ્થાન () (વિઠાસ્થાન) શાસ્ત્રમાં શ્રેષ્ઠીપુત્ર લલિગનું કથાનક આવે છે. રાણી સાથે ભોગ ભોગવવાની લાલસાએ રાજમહેલમાં પ્રવેશ્યા બાદ અચાનક રાજા આવી જતાં રાજાથી બચવા વિષ્ઠાના સ્થાનભૂત એવા પાયખાનામાં છૂપાઇ જવું પડ્યું હતું. અને ત્યાં તેને દિવસોના દિવસો સુધી રહેવું પડ્યું. અંતે બેભાન અવસ્થામાં ખાળના પાણી સાથે તણાઈને ગામની બહારના મહાવિષ્ઠા સ્થાને આવ્યો અને સૌભાગ્યવશ તે બચી ગયો. આવું એકવાર નહિ કિંતુ બબ્બે વાર બન્યું. હાય રે ! ભોગલાલસાની વિચિત્રતા કેવી છે. આટલું દુખ વેઠવા છતાં તે પુનઃ પુનઃ તેને મેળવવાની કામના કરતો રહે છે. 1680