________________ असुइत्तभावणा - अशुचित्वभावना (स्त्री.) (બાર ભાવનામાંની છઠ્ઠી ભાવના, અશુચિમય દેહનું ચિંતવન) માણસ સત્યનો આગ્રહી હોય છે. કોઇ તેની પાસે જૂઠું બોલે કે ચાલકી કરે તેને પસંદ પડતું નથી, તરત જ મનમાં માઠું લાગી આવશે કે તે મારી પાસે ખોટું કેમ બોલ્યો? તેણે આવું કરવું જોઇતું નહોતું. પણ આવી અપેક્ષાવાળો માનવી પોતાના આત્મા સાથે વિશ્વાસઘાત કરે છે તે તેને દેખાતું નથી. તે જાણે છે કે આ શરીર માત્રને માત્ર અશુચિ અને ગંદકીથી ભરેલું છે. તે શાશ્વત રહેવાનું નથી. છતાં પણ તેની સારસંભાળ અને ટાપટીપમાંથી ઊંચો આવતો નથી. જ્ઞાની ભગવંતો કહે છે કે આવા શરીર પ્રત્યે મોહ થવાથી અશુભ કર્મોનો બંધ ન થઇ જાય તે માટે પ્રતિદિન અશુચિભાવના ભાવવી જોઇએ. કેમ કે ભાવના ભવનાશિની હોય છે. સુરત - અવિત (2) (અત્યંત અપવિત્ર છિદ્ર) આમ તો આખું શરીર અશુચિથી પરિપૂર્ણ છે. છતાં પણ શાસ્ત્રમાં પુરુષના એવા દસ સ્થાન બતાવ્યા છે, જેમાંથી અશુચિનો પ્રવાહ નિરંતર વહ્યા કરે છે. ગમે તેટલી વાર સાફ કરવા છતાં અશુચિ વહેવાનું બંધ થતું નથી. જિનેશ્વર ભગવંત કહે છે કે, તેવા અત્યંત અપવિત્ર છિદ્રોનું ચિંતન કરીને આત્મામાં વૈરાગ્યભાવ પ્રબળ બનાવવો જોઇએ. મસુરી - અણુવિજ (2i) (અપવિત્ર છે સ્વરૂપ જેનું તે, અપવિત્ર એવા મળમૂત્રાદિ) શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે બીજા કશાથી વૈરાગ્ય થતો ન હોય. અથવા પછી ધર્મ પ્રત્યે રુચિ જાગતી ન હોય, તો દરરોજ પ્રાતઃકાળે અત્યંત અપવિત્ર સ્વરૂપવાળા પોતાના મળમૂત્રાદિનું દર્શન કરવું જોઈએ. તેનાથી સંસારના સ્વરૂપનો પ્રત્યક્ષ બોધ થઈ જશે. કેમ કે ગઇકાલે જે માલમલીદા ખાવા માટે જીભ તલપાપડ થતી હતી. તેના ભોજન બાદ બીજા દિવસે તેનું સ્વરૂપ એવું બદલાઇ જાય છે કે તેને જોવાનું પણ માણસ પસંદ કરતો નથી. તેનું સ્વરૂપ અત્યંત જુગુપ્સનીય બની જાય છે. असुइसंकिलिट्ठ - अशुचिसंक्लिष्ट (न.) (અપવિત્ર પદાર્થોથી દૂષિત થયેલ) असुइसमुप्पण्ण - अशुचिसमुत्पन्न (त्रि.) (અપવિત્રતામાં ઉત્પન્ન થયેલ) આ શરીરની ઉત્પત્તિ જ અપવિત્રતામાં થયેલી હોય પછી તેમાં શુદ્ધિની અપેક્ષા રાખવી જ નિરર્થક છે. આત્મા જ્યારે માતાના ગર્ભમાં આવે છે. ત્યારથી તે અત્યંત દુર્ગધમય મળમૂત્ર, માંસપેશીઓની વચ્ચે આંતરડાઓથી વીંટળાઇને રહેતો હોય છે. તેમજ પોતાના શરીરની રચના પણ માતાએ આરોગેલ ખોરાકમાંથી કરતો હોય છે. જે આહાર વિકૃતિને પામેલ હોય છે. આવી અપવિત્રતામાંથી જે શરીર ઉત્પન્ન થયેલું હોય તેમાં રાગ કરવો કેટલો યોગ્ય ગણાય? असुइसामंत - अशुचिसामन्त (न.) (અશુચિમય વસ્તુની સમીપ રહેલ) મrgફ - સુarતિ (ft.). (અપ્રશસ્ત વિહાયોગતિ) મૃત્યુ થયા પછી આત્મા જે નીચયોનિ કે અશુભગતિમાં ઉત્પન્ન થવાનો હોય તે ગતિને અશુભવિહાયોગતિ કે અસુખગતિ કહેવાય છે. તિર્યંચમાં પણ જો તે કૂતરા, બિલાડા કે સર્પ વગેરેના ભવને પામવાનો હોય તો તે પણ અશુભવિહાયોગતિ જ છે. કિંતુ જો તે હસ્તિ, સિંહ, હંસ જેવા પ્રશંસનીય ભવને પામતો હોય તો તે પ્રશસ્તવિહાયોગતિ કહેવાય છે. ભવ ભલે તિર્યંચનો છે પણ તેમાં પણ ઊચ્ચજાતિ છે. સુનાફુ - મહુજાતિ (સ્ત્રી) (એકેંદ્રિયથી ચરેિંદ્રિય સુધીની અપ્રશસ્ત ગતિ) 169 0