________________ શબ્દને સાંભળે તેના સાધ્ય કે અસાધ્ય બધા જ રોગો નાશ પામી જતાં. કૃષ્ણ મહારાજા દર છ મહિના એક વાર તે ભેરીનું વાદન નગરમાં કરાવતા હતા. જેથી રોગથી પીડાતા લોકોના રોગો દૂર થાય. સિવાર - વિકિ(ન.) (ઉપદ્રવાદિ પ્રધાન ક્ષેત્ર) શાસ્ત્રમાં સાધુને જેમ ચાતુર્માસ સ્થિરતા કરવાના ગુણકારી ક્ષેત્રોનું વર્ણન કર્યું છે. તેમ ચાલુ ચાતુર્માસે કયા સંજોગોમાં વિહાર કરી જવો તેનું પણ વિધાન કરવામાં આવેલ છે. જે ક્ષેત્રમાં જીવજંતુ, રોગચાળો કે અગ્નિ વગેરેનો ભય હોય તેવા ઉપદ્રવપ્રધાન ક્ષેત્રોનો ચાલુ ચાતુર્માસે સાધુ ત્યાગ કરે તો તેમાં આજ્ઞાભંગ થતો નથી. fહવાવા - વાપર () (વિનાશની પ્રાપ્તિ) પુરુષાર્થપ્રધાન જિનધર્મમાં ભાગ્યને પણ વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. મનુષ્યની ઉન્નતિમાં જેમ પુરુષાર્થ નિમિત્ત કારણ છે. તેમ ભાગ્ય પણ ઉત્કર્ષમાં ભાગ ભજવે છે. ભાગ્ય બળવાન હોય તો આપત્તિ પણ સંપત્તિ બની જાય છે. અને જો ભાગ્ય નબળું હોય તો સંપત્તિઓ પણ વિપત્તિમાં પરિણમે છે. માણસ ગમે તેટલું સીધું કરવાના પ્રયત્નો કરતો હોય પણ વિનાશ તેને સામેથી આવીને મળે છે. માટે જ જ્ઞાની ભગવંતો કહે છે કે તમારા પુણ્યકર્મને એટલું મજબૂત બનાવો કે તમારા સત્કાર્યોમાં વિઘ્નો ક્યારેય ન આવે. ટ્ટિ - nig (ઈ.) (મુંડ મસ્તક ગૃહસ્થ) જે વ્યક્તિ માત્ર મસ્તકે મુંડન કરાવે પરંતુ જોહરણ, પાત્ર, દાંડો વગેરે સાધુના કોઇપણ ઉપકરણને ધારણ ન કરે તેવા ગૃહસ્થને અશિખ કહેવાય છે. અHફ - મતિ (a.) (સંખ્યાવિશેષ, એસી) અમર - અમરશ(૪) ? (લાલસાથી અન્યને ન સીંચવું તે). ક્ષત્તિયા - મીત્રતા (સ્ત્રી) (1. શીલનો અભાવ 2. ચારિત્રનો અભાવ) એક ચિંતકે બહુ જ સરસ વાત કરી છે. શીયળ, ચારિત્ર તે નથી જે તમે લોકોની સામે બોલો કે વર્તો છો, કિંતુ તમે જ્યારે એકલા હોવ. તમને કોઈ જોતું ન હોય તે સમયે તમે જે વિચારો, બોલો કે વર્તો છો. તે જ તમારું ખરું ચારિત્ર છે. લોકો સામે ચારિત્રવાનું દેખાવું અને એકાંતમાં તેનો સર્વથા અભાવ હોય તો તેવા ચારિત્રની જ્ઞાનીની દષ્ટિએ કોઇ જ કિંમત નથી. મૌનમંત - મત્રવત (ત્રિ.) (1. અસંયમી 2. અબ્રહ્મચારી) બ્રહ્મ એટલે આત્મા, જે ક્રિયા જીવને શદ્ધ આત્મા તરફ લઈ જનારી હોય તેને આચાર કહેવાય છે. તેવા આચારોનું પાલન કરનાર બ્રહ્મચારી કહેવાય છે. કિંતુ જે જીવ સ્વાર્થવશ તે આચારોમાં છૂટછાટ લઇને અસંયમનું સેવન કરે છે. તે અબ્રહ્મચારીની કક્ષામાં સમાવિષ્ટ થાય છે. આવો અસંયમી આત્મા એકાંતે પોતાના આત્માનું અહિત કરે છે. કેમ કે અસંયમ જીવને આત્મશુદ્ધિથી દૂર લઈ જાય છે. અને અશુદ્ધ આત્મા સ્વ કે પર કલ્યાણ સાધી શકતો નથી. મકુમ - મસુત (ત્રિ.) (અપુત્ર, પુત્રરહિત)